Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઔદ્યોગિક સંબંધો પરની આચારસંહિતા બિલ, 2019ને સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઔદ્યોગિક સંબંધોની આચારસંહિતા બિલ, 2019ને સંસદમાં રજૂ કરવા માટે મંજૂરી આપી હતી.

ફાયદાઃ

  • કેટલાંક મહત્વપૂર્ણ કેસોની સુનાવણી સંયુક્તપણે કરવામાં આવશે અને બાકીનાં કેસોની સુનાવણી એક સભ્ય દ્વારા થશે એ વિચાર સાથે (એક સભ્યને બદલે) બે-સભ્યનું પંચ સ્થાપિત કરવું, જેનાં પરિણામે કેસોનો નિકાલ ઝડપથી થશે.
  • હાલની જોગવાઈઓ (કર્મચારીઓની કપાત વગેરે સાથે સંબંધિત)માં સરળતાપૂર્વક ફેરફાર કરવા, જે માટે સંબંધિત સરકારની પૂર્વમંજૂરી માટે કર્મચારીઓની સંખ્યામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન કરીને 100 રાખવી, પણ જાહેરનામા દ્વારા કર્મચારીઓની આ પ્રકારની સંખ્યાબદલવા માટે જોગવાઈ ઉમેરવી.
  • કર્મચારીઓની કુશળતામાં સુધારો-વધારો કરવા માટે એક ભંડોળ ઊભું કરવામાં આવશે અને સૂચિત રીતે એનો ઉપયોગ કરવામાં આવશે.
  • નિશ્ચિત મુદ્દતની રોજગારીની પરિભાષા નક્કી કરવી, આ પરિભાષાનો કોઈ નોટિસ સમયગાળા રહેશે નહીં તથા કર્મચારીઓને છૂટા કરવા પર તેમને કોઈ વળતર જોગવાઇ પણ રહેશે નહીં.
  • વિવાદોનો નિરાકરણ લાવવા માટે સરકારી અધિકારીઓને અધિકારો સુપરત કરવા, જેમાં દંડ કરવાની જોગવાઈ સામેલ છે, જેથી પંચની કામગીરીનું ભારણ ઘટશે.

પૃષ્ઠભૂમિ:

ઔદ્યોગિક સંબંધો પર આચારસંહિતાની રૂપરેખા નીચેના ત્રણ શ્રમ કાયદાઓની પ્રસ્તુત જોગવાઈઓને ભેળવીને, સરળ કરીને અને તાર્કિક બનાવ્યાં પછી તૈયાર કરવામાં આવી છે:

  1. વેપાર સંઘ ધારો, 1926
  2. ઔદ્યોગિક રોજગારી (સ્થાયી આદેશ) ધારો, 1946
  3. ઔદ્યોગિક વિવાદ ધારો, 1947

 

DS/RP