Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દુષ્કાળ અને પાણીની અછતની સમીક્ષા કરી

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દુષ્કાળ અને પાણીની અછતની સમીક્ષા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં. ચર્ચાનો પ્રારંભ કરતાં પ્રારંભ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર, રાજ્યો, સ્થાનિક એકમો, બિન સરકારી સંગઠનો અને નાગરિકોને દુષ્કાળને કારણે ઉભી થયેલી સમસ્યાઓના નિવારણ માટે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે દુષ્કાળથી બચવા માટે વચગાળાના અને લાંબા ગાળાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્વાન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ટપક અને છંટકાવ સિંચાઈ (ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર ઈરિગેશન) ના માધ્યમથી અને જળ ઉપયોગની ક્ષમતા વધારવા માટેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડ્રિપ ઈરિગેશનથી ખાંડની ગુણવત્તામાં વધારો થયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં શેરડીની વાવણીના 100 ટકા ક્ષેત્રને ત્રણ વર્ષમાં ડ્રિપ સિંચાઈ હેઠળ લાવવા સુનિશ્ચિત કરવાની એક યોજના પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ પરંપરાગત અને આધુનિક જળ સંરક્ષણ અને સંચય તંત્ર અપનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી દ્વારા અપનાવવામાં આવેલ જળ પ્રબંધનની રીતો અને કર પદ્ધતિઓથી ઘણું બધું શીખી શકાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય તે સમયના જળ સંસ્થાનોનો પુનરોદ્ધાર કરવાની દિશામાં કાર્ય કરી રહી છે.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે રાજ્ય જળ અનુરૂપ ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને તેમણે ખેતી સ્તરે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશ્વ બેંક પાસેથી ધિરાણ મેળવવા એક જળવાયુ અનુકૂળ કૃષિ આધુનિકીકણ પરિયોજનાની પણ દરખાસ્ત મુકી હતી. તેમણે આ પરિયોજનાને વિશ્વ બેંક માટે શીઘ્રતાથી ભલામણ કરવા માટે કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો હતો.

મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અને સંગ્રહ માટે જળ યુક્ત શિબિર અભિયાનની પ્રગતિની પણ પ્રધાનમંત્રીને માહિતી પુરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યએ નાણાકીય વર્ષ 2016-17 માટે 51,500 કૃષિ જળાશયોનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે જેના પ્રત્યે ખેડૂતોની ઉત્સાહજનક પ્રતિક્રિયા જોતાં તેમાં આગામી વધારો પણ કરી શકાશે.

મુખ્યમંત્રીએ મરાઠાવાડા અને વિદર્ભ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ સિંચાઈ પરિયોજનાઓ પૂરી કરવા માટે રાજ્ય દ્વારા થયેલા પ્રયત્નોની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાગત ધિરાણના ક્ષેત્રમાં હજુ વધુ ખેડૂતોને લાવવાની દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ કૃષિ આવકને બમણી કરવા અને દુષ્કાળરહિત બનાવવાની દિશામાં થઈ રહેલા પ્રયત્નોની પણ માહિતી આપી હતી.

AP/J.Khunt/GP