પીએમઇન્ડિયા
આદરણીય સભાપતિ જી,
રાજ્યસભાને એક વિશેષ લાભ છે જે લોકસભાને નથી અને એ એ છે કે આપણે જ આપણી વચ્ચે આપણાને વિદાય પણ આપી શકીએ છીએ, સ્વાગત પણ કરી શકીએ છીએ. એ સૌભાગ્ય લોકસભાને નથી અને આ સદનની શુભકામનાઓ, અહીંથી જે નિવૃત્ત થઈને જાય છે, તેમને નિવૃત્ત થવા માટે નહી, વધારે પ્રવૃત્ત થવાની પ્રેરણા આપે છે, શક્તિ આપે છે, હું પણ એ સૌનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે ગયા 6 વર્ષ બે સરકારોની સાથે પોતાની જવાબદારી નિભાવી, પોતાની ભૂમિકા અદા કરી અને રાષ્ટ્રહિતના મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેમને પોતાના જ્ઞાનનો, અનુભવનો અને ક્ષેત્ર વિશેષની આવશ્યકતાઓનો લાભ આપણને સૌને પહોંચાડ્યો. અને બંને સરકારોને તમારા અનુભવનો લાભ મળ્યો છે. આ સરકારને ઓછો મળ્યો, જૂની સરકારને વધારે મળ્યો પરંતુ દેશને પૂર્ણ રૂપમાં તમારો લાભ મળ્યો છે.
અહીં જ્યા અમે આવીએ છીએ ત્યારે આપણી પોતાની વિચારોની સીમા હોય છે. અહીં દેશના દરેક ખૂણાથી, દરેક પ્રકારના પાર્શ્વ ભૂમિના લોકોની સાથે બેસીને વિચાર-વિમર્શ કરવાથી આપણી પોતાની પણ વિચાર મર્યાદા ખૂબ વિશાળ થઈ જાય છે અને એક પ્રકારથી સદનમાં આવતા સમયે આપણે જે હતા, સદનમાંથી જતા સમયે આપણે ઘણા બધા કંઈક અલગ હોઈએ છીએ અને આ જે કંઈક અલગ હોય છે, તે રાષ્ટ્રની સમાજની મૂડી બને છે. હું સમજૂ છું કે સદને આપણને મોટા બનવામાં, આપણા જ્ઞાનવર્ધનમાં, આપણા વિઝનના વિસ્તાર માટે ઘણી મહત્વની ભૂમિકા નિભાવી છે. દરેક સાથીઓએ ભૂમિકા નિભાવી છે. અને એ મહાન સંપૂટને લઈને આપણે જઈ રહ્યા છીએ તો ગયા પછી પણ ક્ષેત્ર વિશેષ માટે, સમસ્યા વિશેષ માટે અને રાષ્ટ્ર માટે તમારો અનુભવ કામ આવતો રહેશે. મારી તમને સૌને હંમેશા-હંમેશા ખૂબ શુભકામનાઓ છે અને રહેશે.
સદનથી ગયા બાદ આ સરકાર તમારા માટે એજ પ્રકારથી કામ કરવા માટે તત્પર રહેશે જે પ્રકારથી એક સભ્ય તરીકે તમારો હક્ક બને છે અને એટલે જ ગયા પછી પણ જ્યાં સુધી સરકારની બાબત છે, તમને એવો જ હક મળતો રહેશે અને હું પણ ઈચ્છું છું કે તમે આ હકનો ભરપૂર લાભ ઉઠાવો અને સમાજની સેવામાં તમારી શક્તિ, યોગદાન મળતા રહે.
કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોમાં તમારું યોગદાન રહ્યું છે. તમે હવે જ્યારે વિદાય લઈ રહ્યા છો એ જ કાલખંડનું સત્ર આપણે જોઈએ તો મહત્વપૂર્ણ સધારાના નિર્ણય તમારી ઉપસ્થિતિમાં, તમારી ભાગીદારીમાં, તમારી હસ્તક્ષેપથી થયા છે. મોટા મહત્વપૂર્ણ નિર્ણય થયા છે પરંતુ મને હંમેશા કેમકે તમે રાજ્યનું પ્રતિનિધિત્વ કરો છો, એ રાજ્યના હિત, એ તમારી પ્રાથમિકતા હોવી પણ જોઈએ અને રહે પણ છે. બે વસ્તુની દાદ-ફરિયાદ તમારા મનમાં જરૂર રહેશે. રાજ્યના રૂપમાં જ્યારે જુઓ તો સારું થાત જો તમારા રહેતા, તમારી ઉપસ્થિતિમાં, બે એવા નિર્ણયો લેવાતા તો, જે રાજ્યનું તમે પ્રતિનિધિત્વ કરો છો તે રાજ્ય તમારા પ્રત્યે હંમેશા-હંમેશા ગર્વ અનુભવ કરતુ.
એક જીએસટી, કેમ કે જે બિહારથી અહીં આવે છે. જીએસટીથી બિહારને ભરપૂર લાભ થવાનો હતો, યૂપીને ભરપૂર લાભ થવાનો હતો. એક અથવા બે રાજ્યોને છોડીને દરેક રાજ્યોને ભરપૂર ફાયદો થવાનો હતો અને આ સદનમાં આવેલા લોકોની એ ફરજ બનતી હતી અને એ ગર્વ છે કે હવે તમને એ અવસર નહીં મળે. પરંતુ તમારામાંથી જે પાછા આવશે મને વિશ્વાસ છે તેમને એ અવસર મળશે અને જે રાજ્યોથી આવશે એ રાજ્યની ભલાઈનું એક મહત્વપૂર્ણ કાર્ય તમારા હાથથી થશે, જે પાછા આવશે.
બીજું મહત્વપૂર્ણ કાર્ય જે હું માનું છું તે છે કેમ્પાનું. કદાચ આપણે આ વખતે એનો નિર્ણય કર્યો હોત તો રાજ્યોને, કેમ્પા, 42,000 કરોડ રૂપિયા રાજ્યોને મળવાના હતા અને લગભગ એક-એક રાજ્યોને બે હજાર-ત્રણ હજાર કરોડ રૂપિયાની આસપાસ પૈસા મળવાના હતા અને એ પૈસા. બે-હજાર-ત્રણ હજાર કરોડ રૂપિયા કોઈ ઓછી રકમ નથી હોતી. આ વનનિર્માણ માટે મળવાના હતા અને એ વરસાદના કારણે આ પૈસા સર્વાધિક કામ આવી શકે તેમ હતા. સારો નિર્ણય થાત પરંતુ કદાચ આ વખતે ના થઈ શક્યો. વરસાદની મોસમ જતી રહેશે. 4-6 મહિના વધુ રાહ જોવી પડશે પરંતુ એ રાજ્યોની ભલાઈનું સીધે-સીધું કામ રહી ગયું.
હું માનું છું કે તમે જ્યાં પણ હશો, તમે શુભકામનાઓ આપતા રહેજો, પ્રયાસ કરતા રહેજો કે જેથી રાજ્યોને જે લાભ પહોંચાડવાનું કામ આ સદન કરી શકે છે, તે કદાચ બીજા સદન ઓછું કરી શકે છે. મને વિશ્વાસ છે કે તમારી શક્તિ, તમારો અનુભવ પણ આમાં કામે આવશે.
હું ફરી એક વાર હૃદયથી ઉંડાણપૂર્વક તમને સૌને, જે આજે નિવૃત્ત થઈ રહ્યા છે, વધારે પ્રવૃત્ત થવાના રસ્તા પર જઈ રહ્યા છે, તેમને ખૂબ – ખૂબ શુભકામનાઓ આપું છું અને આપના સહયોગ માટે સરકાર તરફથી હું તમને ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.
ધન્યવાદ.
AP/J.Khunt/GP
PM conveys his best wishes to the members of the Rajya Sabha who are retiring.
— PMO India (@PMOIndia) May 13, 2016
PM @narendramodi notes the contribution of retiring Rajya Sabha MPs to parliamentary proceedings & important decisions that have been taken.
— PMO India (@PMOIndia) May 13, 2016
I wish the GST would have been passed during your tenure in RS. This GST will help states like UP and Bihar: PM to retiring members of RS
— PMO India (@PMOIndia) May 13, 2016