Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય સેનાના જવાનોના સાહસ અને પરાક્રમને સલામ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેના દિવસના અવસર પર ભારતીય સેનાના જવાનોના સાહસ અને પરાક્રમને સલામ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતની સેના માઁ ભારતીની આન-બાન અને શાન છે. સેના દિવસના અવસર પર હું દેશના બધા જ સૈનિકોના અદમ્ય સાહસ, શૌર્ય અને પરાક્રમને સલામ કરૂં છું.

આપણી સેના પોતાના પરક્રમ અને કાર્યક્ષમતા માટે જાણીતી છે. તેની માનવીય ભાવના માટે પણ તેનું સન્માન કરવામાં આવે છે. જ્યારે પણ લોકોને મદદની જરૂર પડી છે ત્યારે આપણી સેનાએ તેની સાથે ઊભા રહી અને શક્ય હોય એવી દરેક મદદ કરી છે! આપણી સેના પર મને ગર્વ છે.

RP