પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં દુકાળ અને પાણીની અછતની પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગુજરાતનાં મુખ્ય મંત્રી શ્રીમતીઆનંદીબેન પટેલ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. ભારત સરકારના તેમજ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં જળ સંગ્રહ, રિચાર્જ અને જળાશયો બનાવવાના પ્રયત્નો વિશે માહિતી આપતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 1.68 લાખ ચેક ડેમો,2.74 લાખ ખેત તલાવડીઓ,1.25 લાખ બોરી બંધોછે, જેમાં 42.3 અબજ ક્યુબિક ફીટ જેટલા જળનો સંગ્રહ કરવાની ક્ષમતા છે અને તેને પગલે 6.32 લાખ હેક્ટર જમીનને લાભ મળી શકે તેમ છે.
રાજ્યમાં 77 ટકા ઘરોને પાઈપ દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. સતત બીજા વર્ષે પૂરતો વરસાદ પડ્યો ન હોવા છતાં, રાજ્યમાં વોટર ગ્રિડનું કામ પૂરું થયું છે, જેના પરિણામેદૂરસુદૂરના કેટલાક વિસ્તારોમાં જ જળ વિતરણ માટે માત્ર 568 ટેન્કરોની જ જરૂર પડી રહી છે. પ્રધાનમંત્રીએ આ પ્રયત્નની પ્રશંસા કરવાની સાથે સાથે ટેન્કર દ્વારા પાણીનો પુરવઠો આપવો પડે એવીજરૂરિયાત સંપૂર્ણપણે દૂર થાય તેવા પગલાં લેવાં જણાવ્યું હતું.
રાજ્યએ માઈક્રો-સિંચાઈ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. 3789 ગામોમાં 100 ટકા ડ્રિપ કે સ્પ્રિન્ક્લર (પાણીની ટપક કે છંટકાવ) સિંચાઈ અમલી છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પગલાંઓને પરિણામે અપૂરતા વરસાદ (લાંબા ગાળાની સરેરાશના આશરે 80 ટકા) તેમજ વિષમ કમોસમી વરસાદ છતાં દુકાળની પરિસ્થિતિ સામે વાજબી માત્રામાંસંરક્ષણ મેળવી શકાયું છે. સતત બે વર્ષ દુકાળ હોવા છતાં પણ રાજ્યમાં પાક ઉત્પાદન 95 ટકા સામાન્ય રહ્યો હોવાનો અંદાજ છે.
સરદાર સરોવર સિંચાઈ યોજના હેઠળ વ્યાપક કેનાલ નેટવર્ક તૈયાર કરાયું હોવાને પગલે પાક ઉપજમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખેતીની આવક પર હકારાત્મક અસર નોંધાઈ છે. આ સંદર્ભે,પ્રધાનમંત્રીએ બાગાયત અને રોકડિયા પાકોમાં મૂલ્યવૃદ્ધિ પર ભાર મૂક્યો હતો.
મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરવાના ઉદ્યોગ, મોતી સંસ્કૃતિ અને સમુદ્રમાં ઉગતી વનસ્પતિ – સીવીડના ઉછેર માટે વિકાસને પ્રોત્સાહન આપવાનાં પગલાંઓ વિશે પણ ચર્ચા થઈ હતી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને કામ કરવાના ઠરાવ સાથે બેઠકનું સમાપન થયું હતું.
AP/J.Khunt/ DK
CM @anandibenpatel & officials met me to discuss drought mitigation & water scarcity situation in parts of Gujarat. https://t.co/TIFWuEGyFq
— Narendra Modi (@narendramodi) May 16, 2016
Was briefed about the extensive efforts towards water conservation in Gujarat. Glad to see progress being made in micro-irrigation.
— Narendra Modi (@narendramodi) May 16, 2016
Emphasised on value addition in agriculture, cash crops & discussed measures to boost fishery, bee-keeping, pearl culture & seaweed farming.
— Narendra Modi (@narendramodi) May 16, 2016