Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંયુકત રાષ્ટ્ર મહિલા હિફોરશી (Heforshe) ટપાલ ટીકિટ પર ટપાલ વિભાગ અને સંયુક્ત રાષ્ટ્ર ટપાલ પ્રશાસન વચ્ચે સંયુક્ત ઝુંબેશ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને સંયુક્ત રાષ્ટ્ર મહિલા હિફોરશી ટપાલ ટીકિટ પર સંયુક્ત ઝુંબેશ અંગે અવગત કરાવવામાં આવ્યા. આ ઉદેશ્ય માટે ટપાલ વિભાગ અને સંયુક્ત રાષ્ટ્ર ટપાલ પ્રશાસન (યુએનપીએ) વચ્ચે ફેબ્રુઆરી,2016માં એક સમજૂતિ જ્ઞાપન (એમઓયુ)પર હસ્તાક્ષર કરાયા હતા.

આ સંયુક્ત ઝુંબેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 20 સી-ટીનેટ્સ અને બે ટીકિટોની મિનિએચર શીટના રૂપમાં ટીકિટ મુદ્રિત કરવામાં આવી હતી.

સંયુકત રાષ્ટ્ર મહિલા હિફોરશી અભિયાન લૈંગિક સમાનતા માટે ચલાવાઈ રહેલું મજબૂત આંદોલન છે. જે સામાજીક બાબતોમાં સૌના લાભ માટે દુનિયાની અડધી વસતીને બીજી અડધી વસતી માટે એક સાથે લાવે છે. આ સંયુકત મદ્દો પૂરી દુનિયામાં મહિલાઓના સશકતીકરણ માટે સમર્પિત છે. આ લૈંગિક સમાનતાના મહાન ઉદેશ્યને પ્રોત્સાહન આપશે, જેનું ભારત સરકાર હાલના દિવસોમાં સતત સમર્થન કરી રહી છે. આ પ્રકારે, ટપાલ વિભાગ અને યૂએનપીએ 8 માર્ચ,2016ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં એક સંયુક્ત ટપાલ ટિકીટ જારી કરવાની એક સમજૂતિ પર સહમત થયા.

AP/J.Khunt/DK