Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રીય કેપિટલ ગુડ્સ નીતિ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય કેપિટલ ગુડ્સ નીતિને પોતાની મંજૂરી આપી દીધી છે. કેપિટલ ગુડ્સના ક્ષેત્રમાં આ પોતાની તરફની પહેલી નીતિ છે જેનો ઉદ્દેશ્ય કેપિટલ ગુડ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. કેપિટલ ગુડ્સના ક્ષેત્રમાં 2014 – 15માં 2,30,000 કરોડ રૂપિયાનું ઉત્પાદન થયું હતું જેનાથી 2025 સુધી 7,50,000 કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

નીતિમાં નિર્યાતને વર્તમાનમાં 27 ટકાથી વધારીને 40 ટકા સુધી કરવાની પરિકલ્પના કરવામાં આવી છે. એનાથી ભારતના સ્થાનિક ઉત્પાદનમાં ભાગીદારી 60 ટકાથી વધીને 80 ટકા સુધી થઇ જશે. નીતિમાં તમામ ઉપક્ષેત્રોની ટેકનિકોમાં સુધારો, કૌશલ ઉપલબ્ધતાને પ્રોત્સાહન, આવશ્યક માનદંડોનું પાલન કરવા તથા એમએસએમઇને પૂંજીગત વિકાસ તથા વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ નીતિમાં ‘ભારતને વિશ્વસ્તરીય કેપિટલ ગુડ્સ કેન્દ્ર બનાવવા’ના ઉદ્દેશ્યને સાકાર કરવામાં આવી શકે છે. આ નીતિ સમસ્ત ઉત્પાદનમાં પણ મહત્વની ભૂમિકા અદા કરતા ‘મેક ઇન ઇન્ડિયા’ની પરિકલ્પનાને મજબૂત આધાર આપશે.

નીતિના ઉદ્દેશ્યોને પૂરા કરવાની જવાબદારી ભારે ઉદ્યોગ વિભાગની થશે કે જે સમયબદ્ધ રીતે એના માટે તૈયાર રોડમેપના હિસાબથી યોજનાઓ માટે મંજૂરી પ્રાપ્ત કરશે.

પૃષ્ઠભૂમિ :

રાષ્ટ્રીય કેપિટલ ગુડ્સ નીતિનો વિચાર પહેલી વખત ડિસેમ્બર, 2014માં આયોજિત ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યશાળામાં ભારે ઉદ્યોગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીની સામે રાખવામાં આવ્યો હતો. આ નીતિને અંતિમ રૂપ આપ્યા પહેલા તેના ભાગીદારો, ઉદ્યોગના પરામર્શદાતાઓ, એકેડેમીક લોકો તથા વિભિન્ન મંત્રાલયો દ્વારા ભારે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ નીતિની મુખ્ય ભલામણો તથા બાબતોને આ મહત્વપૂર્ણ ક્ષેત્રના વિકાસને ઝડપ આપવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નીતિનું લક્ષ્ય કેપિટલ ગુડ્સ ક્ષેત્રમાં પરિવર્તનકારી રણનીતિઓ લાગૂ કરવાનું છે. તેમાં જે મુખ્ય બાબતો પર વિચાર કરવામાં આવ્યો છે, તેમાં નાણાકિય ઉપબલ્ધતા, કાચા માલ, નવાચાર તથા ટેકનિક, ઉત્પાદક્તા , ગુણવત્તા તથા પર્યાવરણને અનૂકુળ ઉત્પાદનની રીતો, નિર્યાતને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક માગ પેદા કરવી વગેરે છે.

J.Khunt