Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મનિલામાં 21મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રીએ મનિલામાં 21મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મનિલામાં 21મા પૂર્વ એશિયા શિખર સંમેલન (EAS) ને સંબોધિત કર્યું હતું.

સંકટો અને સંઘર્ષોના વર્તમાન યુગમાં, પ્રધાનમંત્રીએ શાંતિ માટેના તમામ પ્રયાસોને સમર્થન આપવા માટે સંવાદ, પરસ્પર આદર અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુક્ત, ખુલ્લા, સર્વસમાવેશક અને નિયમ-આધારિત ઈન્ડો-પેસિફિક માટે આહ્વાન કરતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે EAS વૈશ્વિક ક્ષેત્રે શાંતિ, સ્થિરતા અને અનુમાનિતતા લાવવામાં યોગદાન આપવું જોઈએ.

તેમણે ખાસ કરીને સમગ્ર વિશ્વમાં ખાદ્ય, ઇંધણ અને ખાતરની સુરક્ષા પર સંકટો અને સંઘર્ષોની અસરને ઉજાગર કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર સતત નિશાન બની રહેલા વેપારી જહાજો અને ખલાસીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે ભારત યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ તરફના તમામ પ્રયાસોને સમર્થન આપે છે.

તેમણે શાંતિપ્રિય સમાજો માટે આતંકવાદ દ્વારા ઊભા થતા જોખમોને રેખાંકિત કર્યા હતા.

EAS પ્લેટફોર્મ પર સહયોગને મજબૂત કરવા માટે, પ્રધાનમંત્રીએ નીચેના સૂચનો રજૂ કર્યા:

I) સંયુક્ત તાલીમ અને કટોકટી પ્રતિસાદમાં સહયોગ માટે ‘ખલાસીઓની સલામતી પહેલ‘.

II) ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમ જેવા સરહદ પારના અપરાધોના નવા યુગના જોખમોને પહોંચી વળવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ‘EAS સાયબર ક્રાઈમ કોન્ફરન્સ‘.

III) લોથલ ખાતે ‘EAS મેરીટાઈમ હેરિટેજ ફેસ્ટિવલ‘ નું આયોજન.

IV) EAS દેશો સાથે વધુ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે નાલંદા ખાતે ‘EAS યુનિવર્સિટી કોન્ક્લેવ‘નું આયોજન

પ્રધાનમંત્રીએ શિખર સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ફિલિપાઈન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ફર્ડિનાન્ડ આર. માર્કોસને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીના સંપૂર્ણ વક્તવ્ય અહીં જોઈ શકાય છે [લિંક].

SM/DK/JD