Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શિલોંગ ખાતે યોજાયેલી જાહેર સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

શિલોંગ ખાતે યોજાયેલી જાહેર સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

શિલોંગ ખાતે યોજાયેલી જાહેર સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન


હું સ્ટેજ પર આવ્યો તે પહેલા, મેં નોર્થ ઇસ્ટના આઠેય રાજ્યોની મહિલાઓ દ્વારા યોજવામાં આવેલા સ્વ સહાય જૂથના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં મુકવામાં આવેલી કલાકૃતિઓ અને ચીજવસ્તુઓ ખૂબ જ રસપ્રદ હતી. હું સૌ પ્રથમ તો સ્વ સહાય જૂથની મહિલાઓને અભિનંદન પાઠવું છું કે જેઓ આજે અહીં ઉપસ્થિત રહ્યા અને મને તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો.

સ્વ સહાય જૂથની સફળતા દીન દયાલ અંત્યોદય યોજનાને આભારી છે. ઉત્તર પૂર્વી ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા અપાતી વ્યાજ સબસીડીના એક ભાગ સહિત નોર્થ ઇસ્ટર્ન ડેવલોપમેન્ટ ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટ્યુશન દ્વારા અપાતા ક્રેડીટ લિન્કેજથી પણ મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથને ફાયદો મળે છે.

સરકાર સ્વ સહાય જૂથનો વિકાસ કરવા માટે કટિબદ્ધ છે ખાસ કરીને મહિલા સ્વ સહાય જૂથને. આ બાબતને ધ્યાનમાં રાખીને, ડિસેમ્બર 2015માં, કેન્દ્રીય કેબિનેટે ઉત્તર પૂર્વી રાજ્યો માટે સ્પેશિયલ પેકેજ ફંડ જાહેર કર્યું હતું. જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના અમલમાં ઝડપ લાવવાનો છે કે જેથી 2023-24 સુધીમાં ઉત્તર પૂર્વી રાજ્યોમાં બે તૃતીયાંશ ગ્રામીણ ઘરોને આવરી લઇ શકાય.

મિત્રો,

આજે, મેં ફૂટબોલ સ્ટેડિયમ માટે શિલાન્યાસ કર્યો છે. આપણને તમામને ખબર છે કે નોર્થ ઇસ્ટના લોકો ખાસ કરીને મેઘાલયના લોકો ફૂટબોલને કેટલો પ્રેમ કરે છે. અહીં ફૂટબોલ એક જનૂન છે અને તે દરેક ખૂણે અને મહોલ્લામાં રમાય છે. આપણે અહીંના કેટલાક જાણીતા ફૂટબોલર જેમ કે યુગેનેશન લ્યંગડોહ, ઐબોર ખોન્ગંજી અને મરલાન્ગકી સુટિંગને જાણીએ છીએ. તેમણે દેશ અને રાજ્ય બંનેને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સ અને ઇન્ડિયન સુપર લીગમાં ક્લબનું પ્રતિનિધિત્વ કરીને ગર્વ અપાવ્યું છે.

મને કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની મેઘાલયા મિશન ફૂટબોલનો મુખ્ય હેતુ પાયાના સ્તરથી બાળકો અને યુવા ખેલાડીઓને પોષણ તથા અન્ય સુવિધાઓ આપવાનો છે. મને વિશ્વાસ છે કે આ ફૂટબોલ સ્ટેડિયમ નોર્થ ઇસ્ટ ક્ષેત્રના ડેવલોપમેન્ટ મંત્રાલયના સહયોગથી 38 કરોડ રૂપિયાના ખર્ચ વડે તૈયાર થશે અને ત્યાર બાદ તેના મુખ્ય હેતુને પાર પાડવાની દિશામાં કાર્ય કરશે.

આગામી વર્ષે, એટલે કે 2017માં , ભારત અંડર-17 ફિફા વર્લ્ડ કપની યજમાની કરવા જઇ રહ્યું છે. આપણે આટલી મોટી ટૂર્નામેન્ટના યજમાનીપદનો ફાયદો મેળવવો પડશે અને એ ધ્યેય રાખવાનો છે કે આ રમત ફક્ત નોર્થ ઇસ્ટ ક્ષેત્ર પૂરતી જ વિકાસ ન કરે પરંતુ ભારતના અન્ય ભાગમાં પણ તેનો ફેલાવો થાય.

મેઘાયલ પાસે મોટી સંખ્યામાં ફૂટબોલ ક્લબ અને એસોસિએશન આવેલા છે. કદાચ, તમે તેની સ્પર્ધાત્મક ક્ષેત્રીય ટૂર્નામેન્ટનું આયોજન કરીને દેશના અન્ય ભાગોનું નેતૃત્વ કરી શકો છો, કે જે આવી મોટી ઈવેન્ટ્સની એક શ્રેણી સર્જાય જે આપણને અંડર-17 વર્લ્ડ કપ સુધી દોરી જાય.

મિત્રો,

આપણને ખબર છે કે ચેરાપૂંજીમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. આજે, તેની યશકલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે. ચેરાપૂંજીનું ડોપલર વેધર રડાર રાષ્ટ્રને અર્પણ છે. હું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અને ભારતીય હવામાન વિભાગને ચેરાપૂજી ખાતે આ રડાર સેટ કરવા બદલ અભિનંદન પાઠવું છું.

નોર્થ ઇસ્ટ, સાહસ અને સૌદર્યની જમીન, જે છેલ્લા કેટલાક વર્ષોમાં કુદરતી આપદા જેમ કે ભારે વરસાદ તથા ભૂસ્ખલનનો ભોગ બની છે.

આ વેધર રડાર સિસ્ટમ દ્વારા ખાસ કરીને નોર્થ ઇસ્ટર્ન ક્ષેત્રમાં હવામાનનું ચોક્સ તારણ કરી શકાશે. જે અંતર્ગત ભારે હવામાનની આશંકા પ્રવર્તશે ત્યારે તેના નુકસાનમાં ઘટાડો કરવામાં મદદ મળશે.

અગાઉ આજે, મને નોર્થ ઇસ્ટર્ન કાઉન્સીલ મિટિંગમાં ભાગ લેવાની તથા ક્ષેત્રના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે વાત કરવાની તક મળી હતી. જે અંતર્ગત મને નોર્થ ઇસ્ટ ક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસના કાર્યો અંગેની માહિતી પ્રાપ્ત થઇ હતી. ઘણું કાર્ય પૂરુ થઇ ગયું છે અને ઘણું કાર્ય કરવાનું બાકી છે.

મારી સરકાર ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ને સક્રિય રીતે અનુસરી રહી છે. હું માનું છું કે નોર્થ ઇસ્ટ ક્ષેત્ર એ સાઉથ-ઇસ્ટ એશિયાનું પ્રવેશદ્વાર છે. અને આ પોલિસી અંતર્ગત, એ આપણું ધ્યેય છે કે આપણે આ ક્ષેત્રમાં રોડ, રેલવે, ટેલિકોમ, પાવર અને પાણીની માળખાગત સુવિધાઓનો વિકાસ કરીએ. અને આજે, આપણા ધ્યેયના ભાગ રૂપે, આજે મેં ત્રણ નવી ટ્રેનને લીલીઝંડી દર્શાવી છે. અમે તમામ નોર્થ ઇસ્ટના રાજ્યોને દેશના અન્ય ભાગો સાથે રેલવે નેટવર્ક દ્વારા જોડવા માટે કટિબદ્ધ છીએ. એનડીએ સરકાર સત્તા પર આવી ત્યારથી, અમે નોર્થ ઇસ્ટ રાજ્યોમાં રેલવે તંત્ર વિકસાવવા માટે દસ હજાર કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ જ નેટવર્ક માટે રેલવે મંત્રાલય આ વર્ષે પાંચ હજાર કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચ કરવા માટેનો પ્લાન ઘડી રહી છે.

નવેમ્બર 2014માં, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ ભારતીય રેલવેના નક્શા પર આવ્યા હતા. તાજેતરમાં, અગરતલા અને ત્રિપુરા પણ બ્રોડગેજ રેલવે લાઇન દ્વારા જોડાયા છે. આજનો દિવસ નોર્થ ઇસ્ટના ઇતિહાસમાં લાલ પત્ર સમાન છે. હવે મણિપુર અને મિઝોરમ પણ બ્રોડ ગેજ પેસેન્જર ટ્રેન દ્વારા એકબીજા સાથે જોડાશે. આજે, ગુવાહાટીનું કામાખ્યા જમ્મુ નજીકના કટરા ખાતેના વૈષ્ણો દેવી સાથે સીધુ જોડાયેલું છે.

અમે પડોશી દેશોને રોડ અને રેલવે રુટ દ્વારા જોડી રહ્યા છીએ. જે અંતર્ગત આ ક્ષેત્રના આર્થિક વિકાસની વૃદ્ધિમાં ઝડપ આવશે.

કેન્દ્ર સરકારે જુલાઇ 2014માં ‘નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી હતી, જે અંતર્ગત નોર્થ ઇસ્ટ ક્ષેત્રમાં હાઇવેનું ડેવલપમેન્ટ કરી શકાશે. આ કાર્પોરેશન બ્રહ્મપુત્રા નદી પર નવા ત્રણ પુલ બનાવી રહી છે. આ ઉપરાંત તે દસ હજાર કરોડ રૂપિયાથી પણ વધારેના ખર્ચ વડે નોર્થ ઇસ્ટર્ન ક્ષેત્રમાં લગભગ 1000 કિલોમીટરના 34 રોડ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે. નોર્થ ઇસ્ટ રોડ સેક્ટર સ્કીમની શરૂઆત થઇ ચૂકી છે, જેનો મુખ્ય ધ્યેય ક્ષેત્રના તમામ જિલ્લાઓને નેશનલ હાઇવે દ્વારા જોડવાનો છે.

આંતર્દેશીય જળમાર્ગના વિકાસને પણ ઝડપ મળી છે. કેન્દ્રીય સરકારે નોર્થ ઇસ્ટ ક્ષેત્રમાં 19 આંતર્દેશીય જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કર્યા છે.

અમે તમામ લોકોને 24 કલાક અને સાતેય દિવસ વિજળી આપવા માટે કટિબદ્ધ છીએ. તેને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય સરકાર પાવર સેક્ટરમાં ભારે રોકાણ કરી રહી છે. પાવર ટ્રાન્સમીશનના યોગ્ય રૂપાંતરણ માટે તમામ આઠેય નોર્થ ઇસ્ટર્ન રાજ્યોને બે પ્રોજેક્ટ દ્વારા લગભગ દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચ વડે જોડવામાં આવ્યા છે.

બિશ્વનાથ – ચરિયાળીથી આગ્રા ટ્રાન્સમીશન નેટવર્ક દ્વારા બહારથી 500 મેગાવોટ પાવરને ક્ષેત્રમાં લાવવામાં સફળતા મળી છે. 18000 ગામ કે જ્યાં વિજળી પહોંચી શકી નથી, તેમાંથી અમે 7000થી પણ વધારે ગામોમાં વિજળી પહોંચાડી દીધી છે. હું આશા રાખું છું કે 2018 સુધીમાં જે ગામો, નોર્થ ઇસ્ટ રાજ્યો સહિત, કે જ્યાં વિજળી નથી પહોંચી ત્યાં વિજળી પહોંચી જશે.

સરકાર 5300 કરોડ રૂપિયાથી પણ વધારેના ખર્ચથી નોર્થ ઇસ્ટ ક્ષેત્રમાં ટેલિકોમ પ્લાનને અમલમાં મૂકી રહી છે. અગરતલા દેશનું ત્રીજું શહેર બન્યું છે કે જે આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વાર દ્વારા બાંગ્લાદેશના કોક્સ બજાર સાથે જોડાયું છે. જેના કારણે ટેલિકોમના જોડાણમાં સુધારો થયો છે અને તે આર્થિક વિકાસની પણ સારી વૃદ્ધિ કરશે.

ગંગટોક ખાતે મારી થોડા મહિનાઓ અગાઉની મુકાલાત દરમિયાન, સિક્કિમને દેશનું પ્રથમ જૈવિક રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું. નોર્થ ઇસ્ટના અન્ય રાજ્યો પણ સિક્કિમની જેમ જૈવિક રાજ્ય બની શકે છે. આ ઉપરાંત, નોર્થ ઇસ્ટર્ન ક્ષેત્ર પાસે જૈવિક ફૂડ બાસ્કેટ બનવાની ક્ષમતા છે. જેના દ્વારા ખેડૂતો પોતાની આવક વધારી શકશે.

મિત્રો,

આજે નાની લોન લેવા માટે બેન્કની જટિલ ક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી. કેન્દ્રીય સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અમલમાં મુકી છે, જેના દ્વારા નાના વેપાર ઉદ્યોગ સાહસિકને સમાંતર મફત લોન પૂરી પાડવામાં આવે છે. 2015-16 દરમિયાન, ત્રણ કરોડ 48 લાખ ઉદ્યોગ સાહસિકોને એક લાખ 37 હજાર કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવી હતી. અલબત્ત, નોર્થ ઇસ્ટમાં પણ લગભગ 2800 કરોડ રૂપિયાની છ લાખ લોન મંજૂર કરવામાં આવી હતી.

સમાંતર રીતે, ક્ષેત્રમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 93 લાખ નવા બેન્ક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે. લગભગ 21 લાખ લોકો પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજનાનો લાભ લઇ રહ્યા છે. લગભગ 19 લાખ લોકો પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજનાનો લાભ લઇ રહ્યા છે.

ખેતી બાદ ટેક્સ્ટાઇલ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર બન્યું છે. આ ક્ષેત્ર અંતર્ગત, સૌથી વધુ રોજગાર પ્રાપ્ત થાય છે. આ ક્ષેત્ર દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓ રોજગાર પ્રાપ્ત કરી રહી છે.

નોર્થ ઇસ્ટ ક્ષેત્ર ટેક્સટાઇલ પ્રમોશન સ્કીમ હેઠળ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને રોજગારમાં વધારો કરવા માટે, તમામ આઠેય રાજ્યોમાં 145 કરોડ રૂપિયાના ખર્ચ વડે કપડાની એક – એક ફેક્ટરી સ્થાપવામાં આવી છે. જેમાં સાત કેન્દ્રો અગાઉથી જ પૂરા થઇ ગયા છે. દરેકની પાસે ત્રણ યુનિટ છે.

મિત્રો,

મેઘાલય પાસે સાંસ્કૃતિક, જાતિય વારસાનો ઇતિહાસ છે. તેની પાસે કુદરતી સૌંદર્ય અને વન્ય જીવસૃષ્ટિના આશીર્વાદ છે. કોઇ પણ પ્રવાસી પાસે મેઘાલયની મુલાકાત નહીં લેવાનું કોઇ કારણ નથી. અહીં પ્રવાસનની ઘણી જ તકો રહેલી છે, આ ઉપરાંત નોર્થ ઇસ્ટર્ન ક્ષેત્ર, ખાસ કરીને મેઘાલયમાં સાહસિક પ્રવાસનની તકો રહેલી છે.

આપણે પ્રવાસીઓને સારી સુવિધા જેમ કે રોડનું જોડાણ, હોટલ્સ અને સ્વચ્છતા પૂરી પાડીને પ્રવાસન કેન્દ્ર બનવાની જરૂર છે. કેન્દ્ર સરકારે સ્વદેશ દર્શનની નવી સ્કીમ લાગૂ કરી છે. જેના દ્વારા તે દેશમાં પ્રવાસન કેન્દ્રોનો વિકાસ કરી રહી છે. જેનું એક કેન્દ્ર નોર્થ ઇસ્ટમાં બનવાનું છે.

બે વર્ષથી ઓછા સમય પહેલા, 2 ઓક્ટોબર 2014ના રોજ, કેન્દ્રીય સરકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓક્ટોબર 2019 સુધીમાં સ્વચ્છ ભારત બનાવાની મુહિમ શરૂ કરી હતી. ચોક્કસ એક વર્ષ બાદ, 15 ઓગસ્ટ, 2014થી 15 ઓગસ્ટ, 2015, સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય સ્કીમ હેઠળ, અમે બે લાખથી પણ વધારે શાળાઓમાં ચાર લાખ 17 હજાર ટોઇલેટ બનાવી દીધા છે.

સ્વચ્છ ભારત મિશન એ સ્વચ્છતા અંગેની જાહેર ચળવળ છે. જેનો સૌથી વધુ લાભ ગરીબોમાં પણ ગરીબને છે. હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આ ચળવણમાં સક્રિય રીતે ભાગ લો, અને તે નિશ્ચિત કરો કે આપણે આપણા સમાજને ખુલ્લામાં શૌચ કરતો અટકાવીશું અને એક સ્વચ્છ પર્યાવરણ બનાવીશું.

હું તે બાબતની નોંધ લેતા ગર્વ અનુભવું છું કે સ્વસ્છ ભારત અભિયાન અંતર્ગત ક્ષેત્રની સ્વચ્છતાને વેગ મળ્યો છે. મેઘાલયનું માવ્યાયનોંગ ગામ, ચોખ્ખું ગામ, અને આખું સિક્કિમ રાજ્ય, ગંગટોકની સાથે, તે પ્રવાસીઓને આકર્ષતું મોટંમ સ્થળ બન્યું છે.

‘નોર્થ ઇસ્ટ લીડ્સ ધ વે – સ્વચ્છ ભારત અભિયાન’ થીમના તમામ વિજેતાઓને હું અભિનંદન પાઠવું છું. હું નોર્થ ઇસ્ટ કાઉન્સીલને આ સ્પર્ધા યોજવા બદલ અભિનંદન પાઠવું છું. નોર્થ ઇસ્ટના સૌથી સ્વચ્છ શહેર બનવા બદલ ગંગટોક અભિવાદનનું હકદાર છે.

શિલોંગ ખાતે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સીલની પૂર્ણ મિટિંગનું આયોજન કરવા બદલ મેઘાલયની જનતાનો આભાર માનું છું . મને તમારી સાથે વાતચીત કરવાની તક મળી તે બદલ હું તમામ સહુનો આભાર પ્રગટ કરું છું.

જય હિન્દ.

J.Khunt