પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ જાહેર સાહસ પસંદગી બોર્ડ (પીઈએસબી)ની માર્ચ,1987ના પ્રસ્તાવમાં સુધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.પ્રસ્તાવિત સુધારો આ મુજબ છે.
(ક) કેન્દ્રીય જાહેર સાહસોમાં પાંચ વર્ષ માટેની નિયુક્તિમાં બિન-આંતરિક ઉમેદવાર તરીકે રાજ્ય જાહેર સાહસો તથા ખાનગી ક્ષેત્રના ઉમેદવારોની પસંદગી.
(ખ) ત્રણ વર્ષ માટે જાહેર સાહસ પસંદગી બોર્ડના અધ્યક્ષ અને સભ્યોની પદભાર ગ્રહણ કરવાની તારીખથી 65 વર્ષની ઉંમર પુરી થવા સુધી અથવા તો આગળના આદેશ સુધી જે પણ પહેલાં હોય.
સંદર્ભ
કેન્દ્રીય જાહેર સાહસોમાં પસંદગીના પદોને વ્યાપક બનાવવા માટે રાજ્ય જાહેર સાહસો તથા ખાનગી ક્ષેત્રના ઉમેદવારોને મંજૂરી આપવાની નીતિ ઘડવામાં આવી.આને આગામી પાંચ વર્ષ માટે જરૂરી ફેરફાર સાથે વધારવાનો પ્રસ્તાવ છે જેથી જાહેર સાહસ પસંદગી બોર્ડ અસરકારક રીતે કામ કરી શકે.
સુધારાથી કેન્દ્રીય જાહેર સાહસોમાં વધુ વ્યવસાયિક લોકો આવશે. રાજ્ય જાહેર સાહસો તથા ખાનગી ક્ષેત્રના ઉમેદવારોને મંજૂરી આપવાની નીતિથી કેન્દ્રીય જાહેર સાહસોમાં પસંદગીના પદો પર વ્યવસાયિકો પસંદગી માટે આવશે.
આનાથી કેન્દ્રીય જાહેર સાહસોને પણ ફાયદો થશે.તેમને રાજ્ય જાહેર સાહસો તથા ખાનગી ક્ષેત્રમાં થી આવેલ કૌશલ્યનો લાભ મળશે અને ખાતરી થશે કે કેન્દ્રીય જાહેર સાહસો આંતરિક અને બાહ્ય બંને પ્રતિભાઓનો લાભ લઈ શકે.
AP/J.Khunt/GP