પીએમઇન્ડિયા
દેવિઓ અને સજ્જનો ,
1. હું રાજકીય તથા ઉદ્યોગ જગતની હસ્તીઓની આટલી વિશાળ અને પ્રતિષ્ઠિત સભામાં અહીં ફરીથી એક વખત આવીને અત્યંત પ્રસન્ન થયો છું. પહેલા મને આજે રાષ્ટ્રપતિ ઓબામાને મળવાની તક મળી અને અમે બંને રાષ્ટ્રો સાથે જોડાયેલા જુદા – જુદા મુદ્દાઓ પર પોતાના વિચાર પ્રસ્તુત કર્યા હતા. અમેરિકાની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો પહેલા કરતાં અત્યારે વધારે મજબૂત થયા છે તથા અમે બંનેએ એ અંગે સહેમતિ વ્યક્ત કરી કે ભવિષ્ય હજી વધુ ઉજ્જ્વળ થશે.
2. હું એવા સમયે તમારી સાથે વાત કરી રહ્યો છું જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તીનો સમય ચાલી રહ્યો છે. દુનિયાના અનેક ભાગો અત્યારે પણ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ એક એવો સમય છે કે જ્યારે વિશ્વને વિકાસના નવા એન્જિનની જરૂર છે. વિશ્વના સૌથી પ્રાચીન લોકતંત્રની નજરથી નવા એન્જિન જો લોકતાંત્રિક એન્જિન હોય, તો એ નિશ્ચિત રીતે વધુ શ્રેષ્ઠ હશે. મને તમને એ જણાવીને આનંદ થઇ રહ્યો છે કે આજે ભારત વૈશ્વિક વિકાસના નવા એન્જિનના રૂપમાં યોગદાન કરવા માટે તૈયાર છે.
3. વિશ્વ માટે એક વિશાળ ભારતીય અર્થવ્યવસ્થાના અનેક ફાયદા છે. નિશ્ચિત રીતે ભારત એક વિશાળ તથા ઝડપથી વધતું બજાર છે. જોકે ભારત એક બજારની સરખામણીમાં ઘણું બધું છે. ભારત છે..
– એક વિશ્વસનીય ભાગીદાર
– ઉચ્ચ ગુણવત્તાવાળી વૈજ્ઞાનિક, એન્જિનીયરીંગ તથા પ્રબંધકિય પ્રતિભાનો એક સ્ત્રોત
– વિકાસ સાથે જોડાયેલા વિચારો તથા પ્રયોગોનું એક કેન્દ્ર
– ઉચ્ચ ગુણવત્તાવાળા અનુસંધાન તથા વિકાસનું એક સક્ષમ સ્ત્રોત
– અને એક એવું પ્રમાણ જે એ દર્શાવે છે કે લોકતંત્ર અને ઝડપી વિકાસનું આ સહ અસ્તિત્વ સંભવ છે.
4. ભારત જોકે વિકાસના એક નવા યુગમાં પ્રવેશ કરી ચૂક્યું છે, એટલા માટે તેને અમેરિકાની ઉદ્યમિતા તથા નવાચાર પરંપરા પાસેથી ઘણું બધું શીખવાની જરૂર છે. અમેરિકા અત્યારે પણ તે ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક તથા ટેકનિકલ નવાચારમાં અગ્રણી છે.
– હવાઇ મુસાફરી નિયંત્રણથી લઇને વાયુની ગુણવત્તામાં શ્રેષ્ઠતા સુધી
– દવાઓથી લઇને ડ્રોન સુધી
– હાઇબ્રિડ કારોથી લઇને હાઇડ્રો ફ્રેકિંગ સુધી
નિશ્ચિત રીતે અમેરિકા માટે માટે ફક્ત એક મહાન ઈતિહાસવાળો દેશ નથી પરંતુ, આ રોમાંચક ભવિષ્યવાળો દેશ પણ છે.
5. ભારત – અમેરિકા સંબંધની એક અનોખી ખાસિયત ભારતીય – અમેરિકન સમુદાય દ્વારા અમેરિકન અર્થવ્યવસ્થામાં અદા કરવામાં આવતી ભૂમિકા છે. આ એક દુર્લભ વાત છે કે કોઇ દેશના પ્રવાસી, જે કોઇ બીજા દેશમાં જઇને અપ્રવાસી બની જાય છે અને બંને દેશોમાં ખૂબ જ સન્માન અને પ્રસિદ્ધિ મેળવે છે. ભારત – અમેરિકન સમુદાય આપણા ઝડપથી મજબૂત થતા આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોમાં એક પ્રભાવશાળી જોડાણની તાકાત છે.
6. મેં પોતાના કાર્યકાળના બે વર્ષ હાલમાં જ પૂરા કર્યા છે. જ્યારે મેં વર્ષ 2014માં તમને સંબોધિત કર્યા હતા, તો એ સમયે સરકારની સત્તા સંભાળ્યાને મને થોડો જ સમય થયો હતો. અમે એક અત્યંત પડકારજનક સ્થાનિક તથા બાહ્ય પરિદ્રશ્યનો સામનો કર્યો હતો. તે સમયે રોકાણકારોનો ભરોસો સરકીને ઘણો નીચે આવી ગયો હતો. ભારતીય અર્થવ્યવસ્થાના ભવિષ્યને લઇને આશંકાઓ પ્રવર્તી રહી હતી. કારોબારી સમુદાય જડતા તથા સ્થિરતાના માહોલથી નાખુશ હતો. જૂની નીતિઓ તથા લાલફિતાશાહીના કારણે નિરાશાનો માહોલ હતો. બે વર્ષોમાં જ અમે વિષમ પરિસ્થિતિથી છૂટકારો મેળવી લીધો છે અને આર્થિક મંચ પર પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
7. હું આ પ્રસંગ પર તમને પોતાની નીતિઓની મુખ્ય વાતો દ્વારા અવગત કરાવવા માગું છું. હું આ વાત ઘણી વખત કહી ચૂક્યો છું કે મારો ઉદેશ્ય ફેરફાર સુનિશ્ચિત કરવા માટે સુધારો કરવાનો છે. મારા માટે સુધાર વાસ્તવમાં તે નીતિઓ છે જે સામાન્ય નાગરિકોના જીવનમાં બદલાવ લાવે છે. છેલ્લા બે વર્ષોમાં અમે સુધારાઓનું એક વ્યાપક પેકેજ પ્રસ્તુત કર્યું છે, જે અપેક્ષાકૃત અધિક આર્થિક સુધારાઓથી ઘણું સારું છે. હું તેને ચાર પ્રકારોમાં વર્ગીકૃત કરું છું.
– પહેલું, એક મજબૂત પાયો નાંખવા માટે બહોળી આર્થિક નીતિઓ
– બીજું, વેપાર તથા રોકાણ દ્વારા વિકાસને નવી ગતિ પ્રદાન કરવા તથા રોજગાર સર્જનની સાથે સાથે ક્ષમતા અને ઉત્પાદકતા વધારવા માટે નીતિઓ
– ત્રીજું, વિકાસ દ્વારા ગરીબો અને મહિલાઓ તથા ખેડૂતો સહિતના સમાજના નબળા વર્ગને નિશ્ચિત રૂપથી લાભાન્વિત કરનારી નીતિઓ
– ચોથું, ભ્રષ્ટાચાર પર સામેથી પ્રહાર
8. સૌથી પહેલા હું બહોળી અર્થવ્યવસ્થાની ચર્ચા કરી રહ્યો છું.
9. અમે સત્તા સંભાળી ત્યાર બાદથી જ મોંઘવારી, રાજકોષિય ખાધ અને ચૂકવણી સમતુલન સંબંધિત ચાલૂ ખાતાની ખાધ તમામ ઓછું થઇ ગયું છે. બીજી તરફ, જીડીપી વૃદ્ધિ દર, વિદેશી મુદ્રા ભંડાર, શેરના ભાવ તથા રોકાણકારોનો ભરોસો તમામમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ સફળતા સુવિચારિત નીતિઓની એક શ્રેણીનું પરિણામ છે. અમે મોંઘવારીને લક્ષ્ય બનાવતા એક મૌદ્રિક રુપરેખા તૈયાર કરી છે અને મોંઘવારીને કાબૂમાં રાખવા માટે સ્વતંત્ર મૌદ્રિક નિતી સમિતિ બનાવી છે. અમે રાજકોષિય મજબૂતીની દિશામાં પગલા લીધા છે અને અત્યાર સુધી પ્રસ્તુત કરવામાં આવેલા ત્રણેય બજેટમાં અમારી રાજકોષિય ખાધમાં ઉલ્લેખનીય ઘચાડો નોંધવામાં આવ્યો છે. રાજકોષિય ખાધમાં કમી કરી હોવા છતાં અમે ઉત્પાદક સાર્વજનિક રોકાણમાં ઘણી વૃદ્ધિ કરી છે.
10. આ બંને રીતે સંભવ બની શક્યું છે. પહેલું , અમે જીવાશ્મ ઇંધણો પર કાર્બન કર લગાવ્યો છે. અમે ડીઝલની કિંમતોને નિયંત્રણ મુક્ત કરવાનો સાહસિક નિર્ણય લીધો છે અને એ પ્રકારે ઉર્જા સબસીડી બંધ કરી દીધી છે. ત્યાર બાદ અમે કર દ્વારા તેને પ્રસ્થાપિત કરી દીધી છે. સ્વચ્છ પર્યાવરણ ઉપકરને આઠ ગણો વધારીને પ્રતિ ટન 50 રૂપિયાને બદલે પ્રતિ ટન 400 રૂપિયા કરી દીધો છે. વિશ્વ સ્તર પર કાર્બન કરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રી છે, પરંતુ તેમાંથી મોટાભાગની ફક્ત ચર્ચા પર જ રહી. અમે વાસ્તવમાં તેને કરીને દર્શાવ્યું છે. બીજું, અમે અભિનવ રીતે તથા પ્રોદ્યોગિકીના ઉપયોગ પર ફાલતૂ ખર્ચને ઘણો ઓછો કરી દીધો છે. મોટાભાગે સબસીડીને હવે ત્રુટિહીન બાયોમેટ્રિક ઓળખની વ્યવસ્થા દ્વારા સીધા સાચા લાભાર્થીઓના બેન્ક ખાતાઓમાં જ નાંખવામાં આવી રહી છે.
11. હવે હું વિકાસ અને રોજગારને પ્રોત્સાહિત કરનારી પોતાની નીતિઓની ચર્ચા કરવા માગુ છું. અહીં ઉપસ્થિત લોકો અમારા દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણના ક્ષેત્રમાં શરૂ કરવામાં આવેલા વ્યાપક ઉદારીકરણથી સંભવત: અવગત છે. અમે મોટાભાગના ક્ષેત્રોમાં સ્વત: અનુમોદન શરૂ કરી દીધું છે અને રક્ષા તથા રેલવે જેવા ક્ષેત્રોને વિદેશી રોકાણ માટે ખોલી દીધા છે. ઘણા સમયથી લંબિત વિમા કાયદામાં સુધારો સફળતાપૂર્વક પારિત કર્યો છે. અમેરિકન કંપનીઓ સહિત ઘણી વિમા કંપનીઓએ વિમા ક્ષેત્રમાં પોતાના રોકાણમાં પહેલેથી જ વૃદ્ધિ કરી દીધી છે. અમે ‘કારોબાર કરવામાં આસાની’ સુનિશ્ચિત કરવા માટે અનેક મહત્વના પગલા લીધા છે અને અમે વૈશ્વિક રેન્કિંગમાં ઝડપથી ઉપર તરફ ચડવાનું શરૂ પણ કરી દીધું છે. અમે ઉચ્ચ ગુણવત્તાવાળી તથા સક્ષમ વિનિર્માણ સુવિધાઓની સ્થાપના માટે વિદેશી તથા સ્થાનિક રોકાણકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમે રસ્તા, રેલવે, બંદરો અને જળમાર્ગોમાં રોકાણ વધારી દીધું છે. જેથી વાહનવ્યવહાર સાથે જોડાયેલા કાર્યો વધારે સારી રીતે થઇ શકે. અમે કાર્ગોમાં પ્રવેશ તથા નિકાસમાં લાગનારા સમયને ઘટાડવા માટે પોતાન બંદરોમાં અનેક પ્રક્રિયાગત સુધારાઓ કર્યા છે. અમે પોતાના દેશમાં સ્ટાર્ટ અપ પરિતંત્રની પ્રશંસા કરીએ છીએ. અમે તેની પુનરાવૃત્તિ માટે શરૂઆત કરી રહ્યા છીએ. અમારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા કાર્યક્રમ દ્વારા મોટી સંખ્યામાં નવા અન્વેષક કાર્યરત થઇ ગયા છે. વર્ષ 2016માં બેંગલુરુ નવાચાર કેન્દ્રોનું પાંચમું સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. વર્ષ 2015માં તે શહેરની ગણતરી ટોચના 15 સ્થળોમાં પણ થતી નહોતી.
12. અમારી અર્થવ્યવસ્થાને સફળ બનાવવા માટે એક મજબૂત બેન્કિંગ પ્રણાલીની જરૂર છે. અમને વિરાસતમાં એક એવી પ્રણાલી મળી , જેમાં બેન્કિંગ નિર્ણયો અને સાર્વજનિક બેન્કોમાં થનારી નિયુક્તિઓમાં ભાઇ – ભત્રીજાવાદ તથા ભ્રષ્ટાચારની બોલબાલા હતી. મેં જ પહેલી વખત બેન્કરોની સાથે કોઇ પ્રધાનમંત્રી રિટ્રીટનું આયોજન કર્યું હતું. અમે પ્રદર્શનના સ્પષ્ટ માપદંડ નક્કી કરવાની સાથે સાથે જવાબદારીપૂર્ણ તંત્રની સ્થાપના કરી છે. અમે પર્યાપ્ત સુનિશ્ચિત કરવા પ્રત્યે કટિબદ્ધ છીએ. બેન્કિંગ નિર્ણયોમાં દખલ સમાપ્ત કરી દીધું છે. બેન્ક બોર્ડ બ્યૂરો અંતર્ગત નિયુક્તિઓની એક નવી પ્રક્રિયા શરૂ થઇ છે. વિશ્વસનીય તથા સક્ષમ બેન્કરોને બેન્ક પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. 47 વર્ષ પહેલા થયેલા બેન્કોના રાષ્ટ્રીયકરણ બાદ પહેલી વખત ખાનગી ક્ષેત્રના પ્રોફેશનલ લોકોને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
13. હું હવે એ નીતિઓની ચર્ચા કરીશ જે એ સુનિશ્ચિત કરશે કે વિકાસ સમાવેશી હોય. અમે જન ધન યોજના દ્વારા 200 મિલિયન લોકોને બેન્કિંગ પ્રણાલી સાથે જોડ્યા છે. આ દુનિયાના ઘણા દેશોની વસ્તીથી પણ વધારે છે. હવે આ મિલિયન લોકો અમારી બેન્કિંગ પ્રણાલીનો ભાગ છે અને ‘વ્યાજ દર’ જેવા શબ્દ તેમના માટે મહત્વપૂર્ણ છે. એ લોકો પાસેથી એ જોવા મળ્યું છે કે સમાજના સૌથી નીચેના તબક્કામાં રહેનારી વ્યક્તિઓમાં પણ મોટી તાકાત હોય છે. તમે માનો કે ન માનો, જન ધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતામાં આજે લગભગ 6 અબજ ડોલરનું કુલ બેલેન્સ છે.
14. જન ધન યોજનાએ લોકોએ ઇલેટ્રોનિક ચૂકવણી કરવા તથા મેળવવા સમક્ષ બનાવી દીધા છે. દરેક જન ધન ખાતાધારક એક ડેબિટ કાર્ડ મેળવવાનો હકદાર છે. ભારતની બેન્કો અને પોસ્ટ ઓફિસને ‘મોબાઇલ એટીએમ’ સંચાલિત કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. મોબાઇલ એટીએમ એવા એટીએમને કહે છે જેમાં હાથમાંથી પકડવામાં આવેલા એક ઉપકરણની મદદથી રોકડ નીકાળી શકાય છે અને સામાન્ય બેન્કિંગ કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકાય છે.
15. અમે એવી સામાજિક સુરક્ષા યોજનાઓ દ્વારા એક સુરક્ષા કવચ પ્રસ્તુત કર્યું છે. અમે સબસીડી વગર, પણ ઓછા ખર્ચવાળી એવી ત્રણ નવી યોજનાઓ શરૂ કરી છે, જે દુર્ઘટના વિમા, જીવન વિમા અને પેન્શનને કવર કરે છે. તેમના વ્યાપક કવરેજને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછું પ્રીમિયમ નક્કી કર્યું છે. અત્યારે તેના 120 મિલિયનથી પણ વધારે ગ્રાહકો છે.
16. અમે મહિલા – પુરુષ ન્યાય તથા મહિલાઓને સશક્ત બનાવવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. અમે એક નવો બચત કાર્યક્રમ શરૂ કર્યો છે , જેથી વિશેષ વ્યાજ દર દ્વારા બાલિકાઓની શિક્ષા માટે ચૂકવણી કરવામાં મદદ મળી શકે. લાકડાથી ખાવાનું બનાવવાના કારણે ગામડાઓની મહિલાઓના સ્વાસ્થ્યને નુકસાનથી બચાવવા માટે અમે ગરીબ ગ્રામીણ ક્ષેત્રોમાં 50 મિલિયન નવા ગેસ કનેક્શન આપી રહ્યા છીએ. અમારા નવા સ્વ – રોજગાર નાણા પોષણ કાર્યક્રમ (મુદ્રા) અંતર્ગત 70 ટકાથી પણ વધારે લાભાર્થી મહિલાઓ છે. મહિલાઓના નેતૃત્વવાળા 27 મિલિયનથી પણ વધારે નવા વ્યવસાયોની મદદ કરવામાં આવી છે. અમે રક્ષા બળોમાં લડાયક ભૂમિકામાં મહિલાઓને અનુમતિ આપવા માટે પોતાની નીતિઓમાં પરિવર્તન કર્યું છે. નવા નિયમોથી કંપનીઓની નિર્દેશક મંડળોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે.
17. કૃષિ આજે પણ આજીવિકા આપવાના ઉદ્દેશ્યથી ભારતનો મુખ્ય સ્તંભ છે. ખેડૂતોને સબસીડીવાળા ખાતરથી વંચિત કરીને રસાયણોના ઉત્પાદન માટે તેનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિ જોવા મળી રહી હતી. એનું એક સરળ પરંતુ અત્યંત કારગત સમાધાન ખાતરને લીમડાનું કોટિંગ છે. જેના કારણે તેનો અન્યત્ર ઉપયોગ થઇ શકતો નથી. અમે યૂરિયાની સાર્વભૌમિક લીમડાના કોટિંગની દિશામાં પગલા લીધા છે. એનાથી અન્યત્ર ઉપયોગ કરાવાતી કૃષિ સબ્સીડીમાં કરોડો રૂપિયાની બચત પહેલા જ થઇ ચૂકી છે. આ વાત તેનું ઉદાહરણ છે કે કેવી રીતે સામાન્ય સુધારા પણ ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે.
18. અમે રાષ્ટ્રીય સ્તર પર જમીન સ્વાસ્થ્ય કાર્ડ જારી કર્યું છે, જે દરેક ખેડૂતને તેની માટીના આરોગ્ય વિશે જણાવે છે. અનાથી ખેડૂતને સર્વોત્તમ પાક અને કાચા માલની યોગ્ય માત્રા તથા મિશ્રણની પસંદગીમાં મદદ મળે છે. એનાથી કાચા માલની બર્બાદી રોકવામાં ઘણી મદદ મળે છે અને તેની સાથે જ જમીનનું સરંક્ષણ કરવાની તથા પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ મળી છે. અનાવશ્યક રસાયણિક કાચા માલમાં કમી થવાથી ઉપભોક્તાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ તે ઘણું સારું છે. એનાથી ખર્ચ ઘટ્યો છે, ઉત્પાદકતા વધી છે. પર્યાવરણ સુધર્યું છે અને ગ્રાહકોના સ્વાસ્થ્યનું પણ રક્ષણ થયું છે. 140 મિલિયન જમીન સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવામાં આવશે, જેના માટે 25 મિલિયનથી પણ વધારે માટીના નમૂનાના સંગ્રહની જરૂર પડશે અને જેનું પરીક્ષણ લગભગ 1500 પ્રયોગશાળાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક દ્વારા કરવામાં આવશે.
19. આ મારી એક એવી ઉપલબ્ધિ છે જેનાથી અમારા કટુ ટીકાકારો પણ ઇનકાર કરી શકશે નહીં. આ ભ્રષ્ટાચારના સ્તરમાં આવેલો ફેરફાર છે. ઘણા વર્ષોથી અર્થશાસ્ત્રી અને અન્ય વિશેષજ્ઞ કોઇ પણ વિકાસશીલ અર્થવ્યવસ્થાના વિકાસમાં ભ્રષ્ટાચારને એક મુખ્ય બાધા માનતા રહ્યા છે. મેં એ વાતનો પહેલેથી જ ઉલ્લેખ કરી દીધો હતો કે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોમાં શું – શું પગલા લેવાયા છે. અમે મહત્વપૂર્ણ સંસાધનોની ફાળવણીમાં વિવેકાધિકાર પૂરો કરી દીધો છે અને ખાણો સ્પેક્ટ્રમ અને એફએમ રેડિયો લાઇસન્સની પારદર્શી હરાજીની દિશામાં પગલા લીધા છે તથા તેની સાથે જ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા લીકેજને પૂરું કરી દીધું છે. અમે પોતાના કાર્મિક પ્રબંધનમાં સંશોધન કર્યું છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે વરિષ્ઠ પદો પર ફક્ત ઇમાનદાર વ્યક્તિ જ રહે. અમે કર ચોરી અને કાળા ધનની સામે અભિયાન શરૂ કર્યું છે. ભ્રષ્ટાચારમાં કમીથી ગરીબ જ સૌથી વધારે લાભાન્વિત થઇ રહ્યા છે.
20. ભવિષ્યને જોતા હું હવે એ માર્ગનો ઉલ્લેખ કરવા માગીશ, જેની પર અમે આગામી વર્ષોમાં ચાલીશું.
21. પહેલું, અમે અનુશાસિત તથા વિવેકપૂર્ણ વ્યાપક આર્થિક નીતિઓ બનાવવાનો ક્રમ આગળ પણ જારી રાખીશું. મારું એ સ્પષ્ટપણે માનવું છે કે મજબૂત બહોળું આર્થિક માળખાગત તત્વ દિર્ઘકાલિક સતત વિકાસનો અનિવાર્ય આધાર છે.
22. બીજું, અમે તેની સાથે જ સમાવેશ તથા સમાનતા પર વિશેષ જોર આપવાનો સિલસિલો પણ જારી રાખીશું. એવું કરવું એટલા માટે જરૂરી છે જેથી વિકાસના લાભ ફક્ત અમુક લોકોને કે ફક્ત થોડા વધારે લોકોને જ નહીં, પરંતુ તમામ ભારતીયોને મળે. તેનો આશય એ પણ હશે કે ભ્રષ્ટાચાર પર અમારી બાજુંથી પ્રહાર આગળ પર થતા રહેશે.
23. ત્રીજું, અમે રોકાણના માહોલને વધુ સારો બનાવવાની સાથે સાથે કારોબારમાં આસાની સુનિશ્ચિત કરવા માટે પોતાના પ્રયાસ જારી રાખીશું. અમે ભારતને એક એવું સ્થળ બનાવવા માગીએ છીએ જે ફક્ત કારોબારીઓનું સ્વાગત જ નહીં કરે પરંતુ અહીં કારોબાર કરવો પણ આસાન રહેશે. અમે પોતાની પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિઓને ઘણી હદ સુધી ઉદાર બનાવવાનું પહેલું લક્ષ્ય મેળવી લીધું છે. અમે બીજા ઉદ્દેશ્યની પૂર્તિ કરવા માટે સારી શરૂઆત કરી દીધી છે અને અમે તે દિશામાં આગળ પણ સુધારા કરતા રહીશું.
24. અમે ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને મજબૂત બનાવવાનું ચાલૂ રાખીશું. આ ફક્ત સ્થાનિક બજાર માટે વિનિર્માણ કે આયાત વિકલ્પ માટે લક્ષિત નથી. આ સમગ્ર દુનિયા માટે વિશ્વ સ્તરીય ઉત્પાદન માટે નિર્માણ તથા સેવાઓ માટે પણ છે. એ જ કારણ છે કે અમારા માટે મુક્ત વેપારની દિશામાં સુધારો કરવો મહત્વપૂર્ણ છે. અમારા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વિકસીત દેશ પોતાના બજાર ખોલે, ભારત જેવા દેશોમાં વસ્તુઓ માટે નહીં પરંતુ સેવાઓ માટે પણ. હું તેને અમેરિકા તથા ભારત બંને માટે લાભની સ્થિતિ માનું છું. ભારત એક યુવા તથા ભારે મહેનત કરનારી વસ્તીની સાથે વિશ્વમાં ભવિષ્યની એક માનવ સંસાધન મહાશક્તિ છે. મારી દ્રષ્ટિએ, અમેરિકાની પૂંજી અને અન્વેષણ તથા ભારતીય માનવ સંસાધન તથા ઉદ્યમશીલતાની વચ્ચે એક ભાગીદારી ખૂબ જ શક્તિશાળી બની શકે છે. મને ભરોસો છે કે એવી ભાગીદારી દ્વારા આપણે બંને પોતાની અર્થવ્યવસ્થાઓને મજબૂત બનાવી શકીએ છીએ.
25. અમે પોતાની કર નીતિઓને વધારે પૂર્નાનુમેય બનાવવાની ચાલૂ રાખીશું. અમે અમેરિકાની સાથે ઘણી ઉન્નત મૂલ્ય નિર્ધારણ કરાર પર હસ્તાંક્ષર કરીને પૂર્વાનુમેયતાની દિશામાં મોટા પગલા ઉઠાવ્યા છે. અમે તેને વધુ આગળ લઇ જવા માટે પ્રતિબદ્ધ છીએ. તેની સાથે – સાથે અમેરિકાની જેમ અમે કરચોરી તથા અનુચિત કરચોરી પર સખત પગલા લઇ રહ્યા છીએ.
26. અમે રક્ષા ક્ષેત્રને ખોલવાનો ક્રમ જારી રાખીશું. હું એ વાતથી અવગત છું કે લાઇસન્સ સાથે જોડાયેલી નીતિઓ ક્યારેક ક્યારેક ભારતના રક્ષા ક્ષેત્રમાં રોકાણની પ્રક્રિયાને ધીમી કરી શકે છે. અમે રક્ષા ક્ષેત્ર માટે વધુ સરળ તથા કારગર પરિયોજના લાઇસન્સ અવધારણાની શોધ કરી રહ્યા છીએ. પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં અમે વેસ્ટિંગહાઉસથી 6 પરમાણુ રિએક્ટર ખરીદી રહ્યા છીએ જે અમારા નાભિકિય તથા વૈજ્ઞાનિક સહયોગમાં એક નવા યુગને સૂત્રપાત કરશે. મને એ સમયે ઘણી પ્રસન્નતા થઇ જ્યારે જીઇ હાલમાં જ ઉદાર બનેલા રેલવે ક્ષેત્રમાં વ્યાપક રોકાણ કરનારી પહેલી કંપનીમાંની એક બની છે. આ કંપની અપેક્ષાકૃત ગરીબ રાજ્ય બિહારમાં એક રેલવે એન્જિન બનાવવાનું કારખાનું સ્થાપિત કરી રહી છે. હું આ પ્રકારના ઘણા રોકાણની આશા રાખું છું.
27. પાવન નદી ગંગા ભારત માટે વિશેષ મહત્વ ધરાવે છે. ગંગા નદીને સ્વચ્છ કરવા માટે શરૂ કરવામાં આવેલા ‘નનામિ ગંગે’ કાર્યક્રમને ઝડપ મળી રહી છે. આગામી વર્ષોમાં આ એક મોટી પ્રાથમિકતા રહેશે. આ પરિયોજના તે અમેરિકન કંપનીઓ માટે વ્યાપક અવસર પેદા કરે છે, જેમને પર્યાવરણ સાથે જોડાયેલી એન્જિનીયરિંગ, જળ તથા સિવેજ પ્રશોધન વગેરેમાં વિશેષજ્ઞતા હાંસલ છે. આ પરિયોજના મારી સરકાર માટે એક ઉચ્ચપ્રાથમિકતા છે અને ગંગા નદીની પ્રાચીન મહિમા મેળવવી અમારું લક્ષ્ય છે.
28. દેવીઓ અને સજ્જનો, અમે બદલાઇ રહેલા ભારતની દિશામાં પોતાની યાત્રા શરૂ કરી દીધી છે. વિશ્વની વસ્તીના છઠ્ઠા ભાગને સમાવનારો દેશ ભારત જ્યારે બદલાશે તો દુનિયા પણ બદલાઇ જશે. આ યાત્રા લાંબી હશે. જોકે, અમે અત્યાર સુધી જે પ્રગતિ કરી છે તેને એનાથી એ વાતને લઇને હું આશ્વસ્ત થઇ ગયો છું કે અમે પોતાની મંજીલ સુધી પહોંચી જઇશું. આ યાત્રામાં અમારી સાથે સામેલ થવા માટે હું તમને સહુંને આમંત્રિત કરું છું. આ એક એવી યાત્રા છે કે જે ફક્ત તમારી કંપનીની બેલેન્સ શીટને જ સારી નહીં બનાવે પરંતુ એક સારું ભારત બનાવવા, એક સારું અમેરિકા બનાવવા તથા એક સારું વિશ્વ બનાવવાનો રોમાંચક અવસર પેદા કરે છે.
ધન્યવાદ.
AP/GP
I am happy to tell you that today India is poised to contribute as a new engine of global growth: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
A larger Indian economy has multiple benefits for the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
India is much more than a market. India is a reliable partner, a source of high quality scientific, engineering and managerial talent: PM
— PMO India (@PMOIndia) June 8, 2016
America is not just a country with a great past, it is a country with an exciting future: PM @narendramodi in Washington DC
— PMO India (@PMOIndia) June 8, 2016
Indian-Americans are a powerful cementing force in our growing economic and cultural ties: PM @narendramodi in Washington DC
— PMO India (@PMOIndia) June 8, 2016
In 2 years, we have managed to overcome the odds and register an impressive economic performance: PM @narendramodi in Washington DC
— PMO India (@PMOIndia) June 8, 2016
A comprehensive package of reforms, for #TransformingIndia. pic.twitter.com/ogqXXFiqE8
— PMO India (@PMOIndia) June 8, 2016
We are encouraging foreign and domestic investors to set up high quality and efficient manufacturing facilities: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
For our economy to succeed, we need a strong banking system: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
Jan Dhan Yojana has also transformed the ability of the poor to make and to receive electronic payments: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
We have paid special attention to gender justice and to empowering women: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
This brings me to an achievement that I think even our worst critics do not dispute. This is the change in levels of corruption: PM
— PMO India (@PMOIndia) June 8, 2016
We will continue to have disciplined and prudent macro-economic policies: PM @narendramodi in Washington DC
— PMO India (@PMOIndia) June 8, 2016
We will continue to make progress on improving the investment climate and Ease of Doing Business: PM @narendramodi in Washington DC
— PMO India (@PMOIndia) June 8, 2016
Its very important for us that developed countries open their markets, not only to goods from countries like India but also to services: PM
— PMO India (@PMOIndia) June 8, 2016
A partnership between American capital & innovation, and Indian human resources and entrepreneurship can be very powerful: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 8, 2016
My remarks at the programme organised by the USIBC. https://t.co/2IWt0Tw16v
— Narendra Modi (@narendramodi) June 8, 2016