પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ તથા સંબંધિત ક્ષેત્રમાં સહયોગ માટે ભારત સ્થિત તાઇપેઇ આર્થિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર અને તાઇપેઇ સ્થિત ભારત તાઇપેઇ સંઘની વચ્ચે સહેમતિ પત્રને પોતાની પૂર્વવ્યાપી મંજૂરી આપી દીધી છે.
આ સહેમતિ પત્ર (એમઓયુ)માં કૃષિ, માળીકામ, પશુપાલન, મત્સ્ય પાલન, જળીય કૃષિ (એક્વાકલ્ચર) અને ખાદ્ય પ્રસંસ્કરણ, આનુવંશિક સંસાધનોની સાથે – સાથે પર્યાવરણીય સ્થિરતાના ક્ષેત્રમાં સહયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને પક્ષ આ ક્ષેત્રોમાં સહયોગ માટે બંને દેશોના ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરશે. બંને પક્ષો વચ્ચે સહયોગમાં યાત્રાઓ, સૂચનાઓ, ઔદ્યોગિકી તથા પ્રશિક્ષણના આદાન – પ્રદાનની સાથે સાથે વેપારમાં પડતી મુશ્કેલીઓમાં ઘટાડો સુનિશ્ચિત કરતા કૃષિ વેપારનું વિસ્તારીકરણ પણ સામેલ છે.
એમઓયુ અંતર્ગત આપસી હિતની પ્રાથમિકતાવાળા ક્ષેત્રોની ઓળખ કરવી તથા બંને પક્ષો દ્વારા ચિન્હિત ગતિવિધિઓના અમલની દિશામાં પ્રગતિ માટે આગળની કાર્યવાહી કરવા હેતૂ એક સંયુક્ત કાર્યકારી સમિતિની રચના કરવામાં આવશે. આ એમઓયૂ પર આરંભમાં પાંચ વર્ષોની અવધિ માટે હસ્તાક્ષર કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષોની અવધિ માટે તેનું સ્વત: જ નવીનીકરણ થઇ જશે, શરત એ છે કે એમાંથી કોઇ પણ પક્ષ તેને નિરસ્ત કરવાની પોતાની ઇચ્છા/ઇરાદો વ્યક્ત ન કરી દે.
AP/J.Khunt/GP