પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળને બાહ્ય અંતરિક્ષના ક્ષેત્રમાં સહયોગ માટે અંતરિક્ષ વિભાગ / ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ડીઓએસ / ઈસરો) અને કેનેડિયન અંતરિક્ષ એજન્સી (સીએસએ) વચ્ચે હસ્તાક્ષરિત સહમતિ પત્ર (એમઓયુ) વિશે માહિતગાર કરાવવામાં આવેલ છે. આ એમઓયુ પર 15 એપ્રિલ, 2015ના રોજ ઓટાવા, કેનેડામાં હસ્તાક્ષર કરવામાં આવેલ હતાં.
આ એમઓયુથી એક સંયુક્ત ટીમની રચના થશે, જેમાં ઈસરો અને સીએસએના સભ્યો સામેલ હશે. આ ટીમ સહયોગાત્મક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તથા તેને પરિભાષિત કરવા સહિત કાર્યયોજના નવી રીતે તૈયાર કરશે અને તેની સાથે જ સમય મર્યાદા નક્કી કરશે. જેનાથી અંતરિક્ષ ટેકનોલોજીના શાંતિપૂર્ણ ઉપયોગના ક્ષેત્રે વિવિધ સંશોધનની તકો પણ પ્રાપ્ત થશે.
પૃષ્ઠભૂમિ
સફળ અંતરિક્ષ સહયોગને એસ્ટ્રોસેટ ખગોળ વિજ્ઞાન મિશનના સમર્થનમાં ઉપગ્રહ ટ્રેકિંગ નેટવર્ક પરિચાલન અને અલ્ટ્રા વાયોલેટ ઈમેજીંગ ટેલિસ્કોપ (યુવીઆઈટી) ડિટેક્ટર સબસિસ્ટમના ક્ષેત્રમાં લાગુ બે વ્યવસ્થાઓ મારફતે ક્રમશ: ડિસેમ્બર 2003 અને જૂન 2004થી ચલાવવામાં આવી રહેલ છે. આનો હેતુ શાંતિપૂર્ણ ઉપયોગ માટે બાહ્ય અંતરિક્ષમાં ભાવિ સહયોગની સાથે સાથે તેનો ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે, જેથી સરકારી ઔદ્યોગિક અને શૈક્ષણિક સ્તરે બંને દેશો વચ્ચે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી વિકાસ અને પરસ્પર સંબંધોને મજબૂત કરી શકાય.
AP/J.Khunt/GP