Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ તાશ્કંદમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન ચીનના પ્રમુખ શી જીન્પીંગ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ) સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જીન્પીંગને મળ્યા હતા. પ્રમુખ શીએ એસસીઓમાં ભારતના પ્રવેશને આવકાર્યો અને કહ્યું કે આનાથી એસસીઓ મજબુત થશે. પ્રધાનમંત્રી મોદીએ એસસીઓમાં ભારતના સભ્યપદને ટેકો આપવા બદલ ચીનના પ્રમુખ શીનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ન્યુક્લીઅર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સભ્યપદ અંગે ચર્ચા કરવા માટે આયોજિત એનએસજીના પૂર્ણ સત્રમાં વાતચીત કરી. પ્રધાનમંત્રીએ ભારતના આવેદનનું નિષ્પક્ષ અને વસ્તુનિષ્ઠ મુલ્યાંકન કરવા તેમજ ભારતના મેરીટને આધારે નિર્ણય કરવા માટે ચીનને વિનંતી કરી. તેમણે કહ્યું કે સિઓલમાં ઉભરી રહેલી સહમતિમાં ચીને યોગદાન આપવું જોઈએ.

AP/J.Khunt/GP