પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રિયો દ જાનેરિયોમાં યોજાનારી આગામી ઓલિમ્પિક રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા એથલિટ્સ (રમતવીરો)ને મળશે.
શ્રી નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં માણેકશા સેન્ટર ખાતે ઓલિમ્પિકના રમતવીરોને મળશે. અત્યાર સુધીમાં 13 રમતો માટે આશરે 100 જેટલા રમતવીરો રિયો ઓલિમ્પિક્સ માટે લાયક ઠર્યા છે.
પ્રધાનમંત્રી ખેલાડીઓ સાથે અનૌપચારિક વાતચીત કરશે અને તેમને વિશ્વની સૌથી મોટી રમતગમતની સ્પર્ધામાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવશે.
J.Khunt