પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે મોઝામ્બિક સાથે ખાનગી ચેનલો અથવા સરકારથી-સરકારને વેચાણ દ્વારા બંને દેશો દ્વારા સ્ટેટ એજન્સીઓની નિયુક્તિ દ્વારા અનાજ આયાત કરવા માટે લાંબા ગાળાના સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
સમજૂતી કરારનો ઉદ્દેશ વટાણા / તુવેર અને અન્ય અનાજના ટ્રેડિંગમાં સતત વધારાને ઉત્તેજન આપીને મોઝામ્બિકમાં આ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. તુવેર અને અન્ય અનાજની મોઝામ્બિકથી ભારત થનારી નિકાસો માટે આગામી પાંચ નાણાંકીય વર્ષો માટેના લક્ષ્યાંકો પણ સમજૂતી કરારમાં સામેલ કરાયા છે અને આ લક્ષ્યાંકો મુજબ વર્ષ 2016-17માં 1,00,000 ટનનો વેપાર વર્ષ 2020-21માં બમણો એટલે કે 2,00,000 ટન નોંધાશે.
આ સમજૂતી કરારને પગલે ભારતમાં અનાજની ઘરઆંગણે ઉપલબ્ધિ વધશે અને તેનાથી તેની કિંમતોમાં સ્થિરતા આવશે.
દેશમાં વર્ષ 2015-16 દરમિયાન અનાજનું કુલ ઉત્પાદન 170 લાખ ટન થયું હોવાનો અંદાજ છે, જ્યારે ઘરઆંગણાની જરૂરિયાતોને પહોંચી વળવા 57.9 લાખ ટન અનાજ આયાત કરવામાં આવ્યું હતું. જોકે, ઘરઆંગણાના ઉત્પાદન અને આયાતો સહિત અનાજની કુલ ઉપલબ્ધિ, ઘરઆંગણાની જરૂરિયાતો કરતા ઓછી હોવાથી વર્ષ 2015-16 દરમિયાન અને ચાલુ વર્ષે પણ અનાજના ભાવ ઊંચા ગયા છે.
અનાજની ઉપલબ્ધિમાં વરતાતી અછતને પહોંચી વળવા અને જરૂરિયાતોને પહોંચી વળવાના હાલના પ્રયત્નોને પૂરક બનવા સરકારે મોઝામ્બિક સાથે સરકારથી સરકારને અનાજના વેચાણનો લાંબા ગાળાનો કરાર કરવાનું નક્કી કર્યું છે, જેથી અનાજની ઉપલબ્ધિ સુનિશ્ચિત બને. મોઝામ્બિક સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ અન્ય દેશો સાથે પણ આ જ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય તેવી શક્યતા છે.
TR