Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ચોમાસુ સત્ર પહેલા સંસદની બહાર પ્રધાનમંત્રીના મિડિયા નિવેદનનો મૂળ પાઠ

ચોમાસુ સત્ર પહેલા સંસદની બહાર પ્રધાનમંત્રીના મિડિયા નિવેદનનો મૂળ પાઠ


આપ સૌને નમસ્કાર. આ 15 ઓગસ્ટે દેશની આઝાદીના 70મા વર્ષનો આ એક મહત્ત્વપૂર્ણ પડાવ છે અને 15 ઓગસ્ટ પૂર્વે આ સત્ર યોજાઈ રહ્યું છે અને તેથી આઝાદી માટે જીવનને ન્યોછાવર કરનારા તમામ મહાપુરૂષોનું સ્મરણ કરતા આ સત્રમાં આ 70 વર્ષની યાત્રાને વધુ એક ઊંચાઈ આપવા માટે દેશને નવી ગતિ આપવા માટે ખૂબજ ઉત્તમ સ્તરની ચર્ચા થાય, ખૂબજ મહત્ત્વૂર્ણ નિર્ણય થાય, તેજ ગતિથી દેશ આગળ વધે તેના માટે બધા મળીને, ખભેથી ખભો મિલાવીને સંસદમાં દેશને દિશા આપવાનું કામ થાય. મને વિશ્વાસ છે કે તમામ પક્ષો, છેલ્લા કેટલાક દિવસથી બધા સાથે જુદી-જુદી વાત પણ થઈ રહી છે, સામૂહિક વાત પણ થઈ રહી છે અને એનાથી એ ભાવ જ પ્રગટ થાય છે કે દરેકે દરેકનો મૂડ સારામાં સારા નિર્ણય કરવાનો છે, તેજ ગતિથી દેશને આગળ વધારવાનો છે. આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આભાર.

AP/JK/GP