પીએમઇન્ડિયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે સંસદમાં બેનામી સોદા (પ્રતિબંધ) સુધારા વિધેયક 2015માં કરાયેલા સુધારાને અમલી બનાવવાને મંજૂરી આપી છે.
આ સુધારા કરવાનો ઉદ્દેશ, આ વિધેયકને કાયદાકીય બાબતે તથા વહિવટી પ્રક્રિયાને મજબૂત કરવાનો છે જેથી તે કાયદા તરીકે અમલમાં આવે ત્યારે વિધેયકની જોગવાઈઓના અમલમાં કોઈ વ્યવહારિક મુશકેલી આવે ત્યારે તેની સાથે કામ પાર પાડી શકાય.
કાયદા ઘડવાની આ પ્રક્રિયાનો ઉદ્દેશ ગેરવાજબી પધ્ધતિઓ અનુસરીને થતા બેનામી સોદાઓને અસરકારક રીતે પ્રતિબંધિત કરવાનો છે. આ સુધારા કાયદાનો અનાદર કરીને થયેલા સોદાઓમાં સરકારને યોગ્ય પ્રક્રિયા અનુસરીને બેનામી સંપત્તિઓ જપ્ત કરવાની સત્તા આપે છે. આ સુધારા તમામ નાગરિકોમાં સમાનતાને પ્રોત્સાહિત કરે છે. આમ છતાં જે લોકો આવક જાહેર કરવાની યોજના હેઠળ પોતાની બેનામી મિલકતો જાહેર કરશે તેમને બેનામી ધારા હેઠળ મુક્તિનો લાભ મળશે.
TR