Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાન હોકી ખેલાડી મોહમ્મદ શાહિદના મોત પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન હોકી ખેલાડી મોહમ્મદ શાહિદના અકાળ અને કમનસીબ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મોહમ્મદ શાહિદના અકાળે અને કમનસીબ મૃત્યુથી ભારતે એક પ્રતિભાશાળી ખેલાડી ગુમાવ્યો છે. તેઓ ખૂબ ઉત્કુષ્ટતા અને ઉત્સાહથી રમતા હતા.

અમે મોહમ્મદ શાહિદને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ અમારા પ્રયત્નો કે અમારી પ્રાર્થનાઓ તેમને બચાવી ન શકી. તેમને શ્રદ્ધાંજલિ.”

AP/J.KHUNT/TR/GP