Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના ગોરખપુર એઈમ્સ અને ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુનઃસ્થાપન માટેના શિલાન્યાસ સમારોહ દરમિયાનની જાહેરસભામાંના પ્રવચનનો મૂળપાઠ

પ્રધાનમંત્રીના ગોરખપુર એઈમ્સ અને ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટના પુનઃસ્થાપન માટેના શિલાન્યાસ સમારોહ દરમિયાનની જાહેરસભામાંના પ્રવચનનો મૂળપાઠ


ભારત માતાની જય, ભારત માતાની જય,

મંચ પર વિરાજમાન તમામ વરિષ્ઠ મહાનુભવ અને વિશાળ સંખ્યામાં પધારેલા ગોરખપુરના મારા ભાઈઓ અને બહેનો,

ગોરખપુરમાં ખાતર કરાખાના અને એઈમ્સના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા બધાને મારા પ્રણામ, હું સૌથી પહેલા બધાને અભિનંદન પાઠવવા માગું છું,જો કોઈ કહે કે છવ્વીસ વર્ષથી બંધ પડેલું કારખાનું મારા કારણે શરુ થયું, મોદીને લીધે થયું તો એ વાત ખોટી છે. આ છવ્વીસ વર્ષ બાદ કારખાનું ફરી શરુ થવાનું છે, જો તેની ક્રેડિટ, તેનો પૂરો યશ જો કોઈને જાય છે છે તો એ આપ તમામ જનતા જનાર્દનને જાય છે. જો આપે મને ઉત્તર પ્રદેશમાંથી ચૂંટીને ન મોકલ્યો હોત , જો આપે ઉત્તર પ્રદેશમાં એક તરફી ભારતીય જનતા પાર્ટી અને સાથીઓને જીતાડ્યા ન હોત તો આ છવ્વીસ વર્ષ વાળું કામ હજુ પણ લટકી પડ્યું હોત. આ એટલે થયું છે કેમકે તમે લોકોએ તમારા માટે કામ કરનારી સરકાર બનાવી છે તેથી આ કામ થઈ રહ્યું છે. જો આપ આપના હિતોનું ધ્યાન રાખીને સરકાર પસંદ કરો છો તો સરકાર પણ આપના માટે કામ કરવા દોડે છે.

મારે એ વાત માટે અભિનંદન આપવા છે, સમગ્ર ઉત્તર પ્રદેશમાં જો આપે અમને એવું બળ ન આપ્યું હોત તો હિંદુસ્તાનમાં ત્રીસ વર્ષ બાદ જે મજબૂત અને સ્થિર સરકાર બની છે, એ ક્યારેય ન બની શકી હોત તેથી હું આપના અને ઉત્તર પ્રદેશનો દીલથી આભાર વ્યક્ત કરું છું.

મારે આપના ત્રીજા અભિનંદન કરવા છે ખાસ કરીને પૂર્વીય ઉત્તર પ્રદેશના લોકોના, આપે સમગ્ર પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અમારા એવા હોનહાર સાંસદોને પસંદ કર્યા છે, એવા જાગરુક સાંસદોને ચૂંટ્યા છે એવા સક્રિય સાસંદોને ચૂંટ્યા છે જેના કારણે તેઓ દિવસ – રાત દિલ્હીમાં પડાવ નાખે છે, આપના સવાલોને લઈને મારાથી પણ સંઘર્ષ કરી બેસે છે, તેથી હું આપને અભિનંદન આપું છું. અને લોકો મને પુછે છે કે મોદીજી આપ ક્યારે ઊંઘો છો? અરે આપે એવા મજબૂત સાંસદ મોકલ્યા છે કે શું તેઓ મને ઊંઘવા દેશે? આજે, આજે આ જે સિધ્ધિ થઈ રહી છે એની ક્રેડિટ યોગી આદિત્યનાથજીથી માંડીને બધા એમપી જરા ઊભા થઈ જાય એમ, આ એમપીઓએ જ છે જેઓએ દિવસ-રાત કામ કર્યું છે જેના કારણે આજે એક પછી એક કામ સફળ થઈ રહ્યા છે. હું તેમનું અભિવાદન કરું છું તેમનું સમ્માન કરું છું.

ભાઈઓ બહેનો મારો પ્રારંભથી મત રહ્યો છે કે જો ભારતનો વિકાસ કરવો હશે તો બે પૈડાં પર આ વિકાસનો રથ આપણે ચલાવવો પડશે. એક પૈડું પશ્ચિમ ભારતનું છે અને બીજું પૈડું પૂર્વીય ભારતનું. જો પૂર્વીય ભારતનું પૈડું મજબૂત નહી હોય તો એકલું પશ્ચિમ વાળું પૈડું જ મજબૂત હશે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે,કર્ણાટક છે, રાજસ્થાન છે, હરિયાણા છે, ગોવા છે, આ તમામ હિન્દુસ્તાનના પશ્ચિમી વિસ્તારો છે જો એ જ મજબૂત થયા અને ભારતનો પૂર્વીય છેડો પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઓરિસ્સા, નોર્થ-ઈસ્ટ આ અમારા દેશના પૂર્વીય વિસ્તારોનો જો તેના પૈડાં મજબૂત ન થાય તો તે ભારતનો વિકાસ રથ તેજ ગતિથી ન ચાલી શકત અને તેથી ભાઈઓ બહેનો મારી પૂરી તાકાત લાગી છે હિન્દુસ્તાનના આ પૂર્વી ભારતનું પૈડું પણ મજબૂત બને, પશ્ચિમની જેમ આ પૈડું પણ વિકાસ રથને આગળ લઈ જનારું બને. તેથી ભાઈઓ બહેનો જો પૂર્વીય ભારતને આગળ વધારવું હોય તો આપણે ક્રાંતિકારી રીતે આગળ વધવું પડશે.

ભારતમાં બીજી કૃષિ ક્રાંતિ સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન જો ક્યાંક થવાનું છે તો પૂર્વીય ભારતમાં થવાનું છે, પૂર્વીય ઉત્તર પ્રદેશથી થવાનું છે જો સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન કરવું હોય તો આપણા ખેડૂતોને ખાતર જોઈએ, ફર્ટિલાઈઝર જોઈએ, આપે એવું ક્યારેય જોયું છે ભાઈઓ કે ઘરમાં તો ફર્ટિલાઈઝરના કારખાના બંધ પડ્યા હોય, નવયુવાનો બેરોજગાર બેઠા હોય, વિસ્તારનો વિકાસ અટકી ગયો હોય અને દિલ્હીમાં બેઠેલી સરકાર વિદેશોમાંથી આયાત કરતા રહે, વિદેશોમાંથી

ફર્ટિલાઈઝર મંગાવતા રહે, એવી ભૂલ કોઈ સામાન્ય માનવી પણ કરશે કે કેમ? અરે આપના ઘરમાં જો ખાવાનો સમાનન પડ્યો હોય, તો આપ બહારથી કોઈની પાસેથી માગીને લાવશો કે કેમ? પરંતુ આ દિલ્હીમાં એવી સરકાર ઘણા કારખાના બંધ, પરંતુ ખાતર બહારથી લાવતા હતા, અમે નક્કી કર્યું ખેડૂતોને જેટલું જોઈશે એટલું યૂરિયા આપીશું, પરંતુ પ્રયાસ કરીશું કે પહેલા મારા દેશમાં જે કારખાના બંધ પડ્યા છે તેને ચાલુ કરીશું અને આ બધું પૂર્વીય ભારતમાં જ છે.શિંદરી હોય, બરૌની હોય, ગોરખપુર હોય કે આ જ વિસ્તારોના ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેથી ભાઈઓ બહેનો માત્ર આ જ નહીં શિંદરી અને બરૌનીના કારખાના પણ અમે ચાલુ કરીશું. હું આપને વિશ્વાસ અપાવું છું.

ભાઈઓ બહેનો અમારા દેશમાં હંમેશા હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો હું ભારત સરકારને એક પત્ર જરુર લખતો રહેતો હતો જેમાં ફરિયાદ કરતો હતો કે મારા ખેડૂતોને યૂરિયા જોઈએ છે આપ યૂરિયા આપો અને દિલ્હી સરકાર જવાબ નહોતી આપતી. હું પ્રધાનમંત્રી બન્યો તો પહેલા વર્ષે મને પણ મુખ્યમંત્રીઓના આ પત્રો આવ્યા કે અમારે યૂરિયા જોઈએ છે અને હું અખબારમાં સમાચાર વાંચતો હતો કે યૂરિયા બ્લેકમાં વેચાઈ રહ્યું છે. ખેડૂતો યૂરિયા લેવા માટે દુકાનો સામે બાર-બાર , પંદર-પંદર કલાક લાઈન લગાવીને ઊભા રહે છે. યૂરિયા લેવા માટે ખેડૂત ગયો છે અને પોલીસ લાઠીચાર્જ કરી રહી છે. આ દિવસો આપ લોકોએ યાદ કરવા પડશે, યાદ છે ને, એવું થતું હતું ને, ભાઈઓ બહેનો દોઢ વર્ષમાં મને એક પણ મુખ્યમંત્રીનો પત્ર નથી આવ્યો, ક્યાંય લાઠીચાર્જ નથી થયો, ક્યાંય યૂરિયાનું બ્લેક માર્કેટિંગ થવા દીધું નથી.

પરંતુ ભાઈઓ બહેનો અને તેથી ખેડૂતોની આવશ્યકતા છે, આજે પણ એ વાતને આગળ વધારવા માટે આપણા દેશમાં વિજળીમાં નુકશાન થાય છે એના નામે ખેડૂતો પર આરોપ ઘડી કાઢવા, યૂરિયાની વપરાશની સમસ્યા હોય અને આરોપ લગાવી દેવાનો ખેડૂતો પર, હકીકત તો એ હતી કે યૂરિયા ખેડૂતો સુધી પહોંચતું જ નહતું, યૂરિયા કારખાનાઓમાંથી નિકળીને કેમિકલ વાળાઓની ફેક્ટરીઓમાં જતું રહેતું હતું. ખેડૂત બિચ્ચારો રાહ જોતો હતો અને સમગ્ર સબસીડી કેમિકલ ફેક્ટરી વાળાઓને મળતી હતી, ખેડૂતોના નસીબમાં આવતી નહતી. અમે ઉપાય શોધી કાઢ્યો, અમે કહ્યું યૂરિયાનું નિમ કોટિંગ કરીશું અને યૂરિયાનું નિમ કોટિંગ કરીશું તો એક ગ્રામ યૂરિયા પણ કોઈ પણ કેમિકલ ફેક્ટરીને કામમાં નહીં આવે, કોઈ ચોરી નહીં કરી શકે, જે પણ યૂરિયા હશે એ માત્ર ખેતીના જ કામમાં આવશે અને અન્ય કોઈ કામમાં નહીં આવી શકે, એના લીધે ચોરી ગઈ, ભ્રષ્ટાચાર ગયો, બેઈમાની ગઈ, ખેડૂતોના નામે જે ખોટા બિલ ફાટી રહ્યા હતા, એ પણ બંધ થઈ ગયા અને ખેડૂતોને જરુર મુજબ યૂરિયા મળવા લાગ્યું. ભાઈઓ બહેનો અમારો એ પ્રયાસ છે કે આવનારા વર્ષોમાં યૂરિયાના ઉત્પાદનની એવી સ્ટ્રેટેજી બનાવીશું જેના કારણે આપણે વિદેશી યૂરિયા ન લાવવું પડે, બની શકે તો વિદેશોમાં જ્યાં ગેસ ઉપલબ્ધ હોય છે, અમે જ ત્યાં યૂરિયા બનાવીશું અને અમે જ યૂરિયાને લઈ આવીશું.

ભાઈઓ બહેનો આપણા દેશમાં ટામેટાના ભાવ વધી જાય તો ચોવીસે કલાક સરકારની આલોચના કરનારા લોકો તૈયાર રહે છે, શાકના ભાવ વધી ગયા તો ચોવીસે કલાક સરકારની આલોચના કરનારા લોકો તૈયાર રહે છે. પરંતુ તેમને ક્યારેય ખેડૂતો યાદ નથી આવતા. શું ખેડૂતોને તેમના હક્કનું મળવું જોઈએ, કે ન મળવું જોઈએ? ખેડૂતો જેટલી મહેનત કરે છે તેમને તેનો લાભ મળવો જોઈએ કે ન મળવો જોઈએ. ભાઈઓ બહેનો આપણા દેશમાં મોંઘવારીની ચર્ચા બહુ સ્વભાવિક હોય છે પરંતુ ક્યારેક મહ્ત્વપૂર્ણ નિર્ણયો થઈ જાય, વધેલા મહત્ત્વપૂર્ણ ભાવ ઓછા થઈ જાય તો તેને ભૂલાવી દેવાય છે. અહીં જેટલા પણ ખેડૂતો હશે આપે ક્યારેય સાંભળ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં…હું પડકાર આપું છું કે આપે ક્યારેય સાંભળ્યું છે કે આપણા દેશમાં ફર્ટિલાઈઝરના ભાવ ઓછા થયા હોય, એવું ક્યારેય સાંભળ્યું છે ભાઈ સાંભળ્યું છે? નથી બન્યું ને? આ પહેલી સરકાર આપે દિલ્હીમાં એવી બેસાડી છે, મારા ભાઈઓ બહેનો કે આજે મને એ વાત જણાવતા આનંદ થાય છે કે અમારી સરકારની નીતિઓને લીધે, અમારા દેશમાં ભ્રષ્ટાતાર ખતમ કરવાના લગાતાર પ્રયાસોને લીધે અમારી સરકારમાં સામાન્ય ખેડૂતની ભલાઈની દિવસ-રાત ચિંતા કરવાના લીધે, મારા ખેડૂત ભાઈઓ અમારી સરકારે ટીપીએલ ખાતર જેમાં પ્રતિટન મુલ્યમાં દોઢ હજાર રુપિયાનો કાપ મૂકવામાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેના કારણે ખેડૂત જ્યારે પચાસ કિલોની બોરી લે છે તો તેને એકસો પચ્ચીસ રૂપિયા હવે ઓછા આપવા પડશે, આ કામ અમે કર્યું.એમઓપી, ખેડૂતોને એમઓપી જોઈએ, તેના મુલ્યમાં પ્રતિટન પાંચ હજાર રૂપિયા ઓછા કરીને બતાવ્યા, ભાઈઓ બહેનો પાંચ હજાર ઓછા અને તેના કારણે પચાસ કિલોની બોરી હશે તો તેને અઢિસો રૂપિયાની બચત થવાની છે. ભાઈઓ બહેનો આના ભાવ મિશ્રિત ખાદ્ય એનપીકેને અમે એવરેજ (સરેરાશ) એક હજાર રૂપિયા પ્રતિટન ઓછા કર્યા છે અને તેના કારણે ખેડૂતોને બોરીએ પચાસ રૂપિયાની બચત થવાની છે. આ બધાનો હિસાબ લગાવીએ તો આની પહેલા ક્યારેય ખેડૂતોને સસ્તામાં ખાતર મળે એવું ક્યારેય કોઈ સરકારે વિચાર્યું સુધ્ધાં નહતું. આ પહેલી સરકાર છે, જેણે આ દીશામાં વિચાર્યું છે.

ભાઈઓ બહેનો અમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ કરી છે, જો એક વખત ખેડૂત પ્રધાનમંત્રી વીમા યોજના લઈ લેશે તો તેને ક્યારેય પણ સંકટના સમયે આ વીમો કામ આવશે, તેનો પરિવાર વર્ષભર આરામથી વિતાવી શકશે. એવી વ્યવસ્થા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં છે અને એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ઓછામાં ઓછું પ્રિમિયમ અને વધુમાં વધુ લાભ, એવી યોજના આઝાદી પછી ખેડૂતોને માટે પહેલી વખત આવી છે. મારા ભાઈઓ મારા શેરડીના ખેડૂતો, શેરડી ખેડૂતો પરેશાન છે, જ્યારે હું પ્રધાનમંત્રી બન્યો હજારો કરોડ રૂપિયા જૂના બાકી હતા, હજારો કરોડ રૂપિયા, બે વર્ષ દુકાળ રહ્યો, કૃષિક્ષેત્ર મુસિબતમાં રહ્યો એની અસર સરકાર પર પણ પડે છે પરંતુ તેમ છતાં એક પછી એક પગલા અમે એવા લીધા કે જે ખેડૂતના, શેરડી પકવતા ખેડૂતોના હજારો કરોડ રૂપિયા બાકી હતા, એ જૂની બાકીઓમાં મારા શબ્દો પૂરા ધ્યાનથી સાંભળો, હું કહી રહ્યો છું જૂના જે બાકી હતા, એમાં જે હજારો કરોડ રુપિયા બાકી હતા તેમાંથી હવે માત્ર એક સો સિત્તેર, એક સો પંચોતેર, એક સો એંશી કરોડ બાકી રહ્યા. ક્યાં હજારો કરોડની બાકી અને ક્યાં એક સો પંચોતેર કરોડ રુપિયાની બાકી?અને એટલું જ નહીં જે વર્તમાન હિસાબ છે એમાં પણ 93 ટકા ચૂકવણી થઈ ગઈ છે અને હું ઉત્તર પ્રદેશ સરકારને આગ્રહ કરીશ કે જ્યારે ભારત સરકાર આટલી મદદ કરી છે તો સાત ટકા માટે શા માટે રોકીને બેઠા છો, તેને પણ પૂરા કરી નાખો અને વર્તમાન પણ પૂરેપૂરી ચૂકવણી થઈ જવી જોઈએ.

ભાઈઓ બહેનો દુનિયામાં ખાંડના ભાવ ઓછા થાય, વધુ થાય તેની સીધી અસર આપણા ખેડૂતો પર પડે છે, અમે ભાઈઓ બહેનો ખાંડની સાથો સાથ ઈથનોલનું કામ પણ શરૂ કરી દીધું છે. શેરડીથી ખાંડ બનતા પહેલા ઈથનોલ બનાવો, સરકાર તેની ખરીદી કરશે જેથી ખાંડના ભાવ વધુ કે ઓછા થઈ જાય, તો પણ મારો શેરડીનો ખેડૂતે કોઈ પણ મુશકેલી ન વેઠવી પડે એવી પરમેનન્ટ (કાયમી) વ્યવસ્થા કરવાનું કામ અમે કર્યું છે અને અમે પર્યાવરણની પણ રક્ષા કરી છે. અમારી ગાડીઓમાં, ટ્રેકટરમાં ઈથેનોલનો ઉપયોગ થઈ શકે છે અને સરકારે અધિકૃત રુપે તેની પરમીશન આપી દીધી છે.

ભાઈઓ બહેનો ખેડૂતોને કઈ રીતે મદદ કરી શકાય કે ખેડૂતોના જીવનમાં કઈ રીતે બદલાવ આવી શકે. આ ફર્ટિલાઈઝરનું કારખાનું કેટલાક લોકો કહે છે એક કારખાનું આ માત્ર એક કારખાનું નથી આ માત્ર ખેડૂતો માટે યૂરિયા પેદા કરવાની બાબત નથી, આ બહુ મોટ બદલાવ , સૌથી મોટો બદલાવ એ છે કે આ વિસ્તારની ઈકોનોમી ગેસ બેઝ્ડ ઈકોનોમી બનશે. જગદીશપુર-હલ્દીયા જે ગેસ પાઈપ લાઈન જાય છે તેના પર પાઈપ લાઈનથી હવે ગોરખપુર અને પૂર્વીય ઉત્તર પ્રદેશના આ બેલ્ટમાં ગેસ લાવવાનું શરુ થશે. આ કારખાનું આ ગેસના આધારે યૂરિયા પેદા કરશે, તેનો ખર્ચ ઓછો થશે પરંતુ આ ગેસ માત્ર કારખાના માટે નહીં રહે. ગોરખપુરના દરેક ઘરમાં પાઈપ લાઈનથી જેવી રીતે પાઈપ લાઈનથી પાણી આવે છે એવી રીતે જ પાઈપલાઈનથી ગેસ આવશે. આ સમગ્ર વિસ્તારની માતાઓ અને બહેનો મને આશિર્વાદ આપો, હું આપના માટે દરેક ચુલામાં પાઈપ લાઈનથી ગેસ પહોચાડવાનું સ્વપ્ન લઈને કામ કરી રહ્યો છું. એના કારણે જ્યારે વિજળી મળે, ગેસ મળે તો અને કામ કરનારા નવયુવાનો મળી જાય તો ઉદ્યોગ લગાવનારાઓની લાઈન લાગી જાય છે.

આ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક ક્રાંતિનો પણ આ પ્રારંભ થઈ રહ્યો છે. ભાઈઓ બહેનો આ માત્ર એક કારખાનાની યોજના નથી. પરંતુ આ એવી વિજય યાત્રાનો પણ આજે શિલાન્યાસ થયો. એક એવી વિજય યાત્રાનો શિલાન્યાસ થયો છે જે વિજય યાત્રા ગરીબીને પરાસ્ત કરવાની વિજય યાત્રા છે. જે વિજય યાત્રા બેકારીને પરાસ્ત કરવાની વિજય યાત્રા છે. જે વિજય યાત્રા વિનાશને રોકીને વિકાસની તરફ ચાલવાની વિજય યાત્રા છે. જે વિજય યાત્રા દરેક પરીવારને સંતોષ અને સુખ આપવાની વિજય યાત્રાનો હિસ્સો છે. એ વિજય યાત્રાનો આજે અહીં પ્રારંભ થયો છે.

ભાઈઓ અને બહેનો, ગેસ જ્યારે આવે છે તો આર્થિક સ્થિતિમાં બદલાવ આવે છે, જે લોકો એના જાણકાર છે તેઓ આગામી દિવસોમાં લખશે.આજે અમે બીજું કામ કરી રહ્યા છીએ, એ કામ છે એઈમ્સનો શિલાન્યાસ. ભાઈઓ બહેનો હોસ્પિટલ તો ઘણી હોય છે પરંતુ ભારતમાં એઈમ્સને એક માપદંડ માનવમાં આવે છે.આપ મને જણાવો કે શું એઈમ્સ દિલ્હીવાળાઓ માટે જ છે શું? શું મારા ઉત્તર પ્રદેશના બિમાર ભાઈઓ અને બહેનોને એઈમ્સ મળવું જોઈએ કે ન મળવું જોઈએ?અહીંથી દૂર દૂરથી લોકોએ દિલ્હી જવું પડે છે, તેમને અહીં દવા મળવી જોઈએ કે ન મળવી જોઈએ? ભાઈઓ અને બહેનો એક હજાર કરોડથી પણ વધુ રુપિયા લાગશે. પરંતુ એક બનશે 700 બેડની આધુનિકથી આધુનિક હોસ્પિટલ. અત્યારે અમારા નડ્ડાજી અને અનુપ્રિયાના નેતૃત્વમાં ભારતમાં અમે આરોગ્યની યોજનાઓને આગળ વધારવાની દીશામાં અનેક પગલા લઈ રહ્યા છીએ. એમાં એક મહત્ત્વપૂર્ણ પગલું આજે ગોરખપુરમાં એઈમ્સને અમે લાગુ કરી રહ્યા છીએ.

ભાઈઓ અને બહેનો, હું જ્યારે ચૂંટણીમાં આવ્યો હતો ત્યારે મેં આપને ત્યાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને એ સમયે મને એક ચમકારો પણ થયો હતો.ભારતમાં જાપાની બિમારી કહેતા હતા લોકો જાપાની બિમારી. અનેક બાળકો મોતની શરણે ગયા, અનેક બાળકો દિવ્યાંગ થઈ ગયા, ભાઈઓ અને બહેનો બાળપણને મરવા નહીં દેવાય. આ બાળકીઓને મરવા નહીં દેવાય અને મેં એ સમયે કહ્યું હતું કે બિહારના જે બેલ્ટમાં કાળા તાવની .મુસિબત હતી. તેની પાછળ અમે લાગી ગયા. કાળા તાવથી મુક્તિ અપાવવાની દીશામાં અહમતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. આજે એઈમ્સના માધ્યમથી અહીંના સ્વાસ્થ્યને જીવન માટે હું ભાઈઓ અને બહેનો આ મગજના તાવ કે જેણે આપણા બાળકોની જીંદગી બરબાદ કરી. અહીં તેથી ઉત્થાન જોઈએ. અહીં જે પ્રકારની માદગીઓ છે અધ્યયન એ પ્રકારે થવું જોઈએ. અહીં જે ડોક્ટર તૈયાર થશે તેમની તેના પર માસ્ટરી હોવી જોઈએ. ત્યારે જઈને અહીં બિમાર લોકોને મદદ મળશે. અને તેથી ભાઈઓ અને બહેનો આજે એઈમ્સની યોજના જ્યાં છે ત્યાં મેં ખૂબજ ઓછા સમયમાં તેનું સમગ્ર પોજેક્શન જોયું.

આ સમારોહમાં આવતા પહેલા હું બીજા બે કાર્યક્રમ કરીને આવ્યો છું. એક મહંત અવૈદ્યનાથજીની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યું. બીજું ભારત સરકાર દ્વારા શિલાન્યાસનો કાર્યક્રમ હતો. એ બન્ને કાર્યક્રમ કર્યા બાદ હું આ ત્રીજા કાર્યક્રમમાં પહોંચ્યો છું અને આ ત્રીજા કાર્યક્રમમાં હું તેની વિસ્તારથી ચર્ચા આપની સામે કરી રહ્યો છું કે ભાઈઓ અને બહેનો હજારો કરોડ રુપિયા, અહીંના ગરીબમાં ગરીબ માણસને સારી સ્વાસ્થ્ય સુવિધા મળે તે માટે અમે કામ કર્યું છે.હું આજે અમારા આરોગ્યમંત્રી નડ્ડાજીને, આરોગ્યમંત્રી અનુપ્રિયાજીને, તેમના તમામ સાથીઓને, સરકારના અધિકારીઓને એક વાત માટે ખૂબ-ખૂબ અભિનંદન આપવા માગું છું. તેઓએ જે ઈન્દ્રધનુષી યોજના શરુ કરી અને અમે જાણીએ છીએ કે રસીકરણ તો થતી રહે છે, જે છૂટી જાય છે એ છૂટી જાય છે ફરી તેમની તરફ જોનાર કોઈ નથી. ઈન્દ્રઘનુષ યોજનાના દ્વાર નડ્ડાજી અને અનુપ્રિયાના નેતૃત્વમાં સમગ્ર દેશમાં રસીકરણથી જે લોકો છૂટી ગયા છે, જે માતાઓ છૂટી ગઈ છે, જે બાળકો છૂટી ગયા છે તેમના રસીકરણનું અભિયાન જતું રહ્યું. 50 લાખથી વધુ એવા લોકોને શોધી શોધીને ઝૂંપડાઓમાં જઈને જ્યાં પણ મળે તેમની પાસે જઈને રસીકરણનું કામ કરીને તેમનું જીવન બચાવવાનું મોટું ભગીરથ કામ કર્યું છે. બહુ મોટો સેવા યજ્ઞ કર્યો છે.

ભાઈઓ અને બહેનો, આપણે વિકાસની આ નવી-નવી ઊંચાઈઓ પર પહોંચવાનું છે. પરંતુ આરોગ્યના ક્ષેત્રમાં મારે આજે કહેવું પડશે કે ઉત્તર પ્રદેશ માટે, ઉત્તર પ્રદેશ માટે ભારત સરકારે સાત હજાર કરોડ રુપિયાનું બજેટ ફાળવી દીધું છે. આરોગ્ય માટે સાત હજાર કરોડ રુપિયા સામાન્ય રકમ નથી. પરંતુ મારે આજે દુઃખ સાથે કહેવું પડે છે કે હજુ સુધી સાત હજાર કરોડ રુપિયા રેડી પડ્યા છે. પરંતુ એમાં એક નિયમ છે કે, જેમ જેમ ખર્ચ કરશો હિસાબ આપશો તેમ તેમ પૈસા મળતા જશે. આ સરકાર 2850 કરોડ જ લઈ શકી છે, સાત હજાર કરોડ, સાત હજાર કરોડ રુપિયા પડ્યા છે. તેને લેવાની ફુરસત નથી. કેમકે કામ કરવાની તેમની તાકાત નથી. જે સરકાર આપના આરોગ્ય માટે કામ ન કરી શકે, ભારત સરકાર પૈસા આપે એ પછી પણ કામ અટકીને પડ્યું હોય . તો ભાઈઓ અને બહેનો આ માનસિક બિમારી હોય કે પછી કોઈ પણ માદગી હોય. આપને ક્યારેય સ્વાસ્થ્ય ન મળી શકે અને તેથી આપે દિલ્હીમાં એવી સરકાર બનાવી જે આપના માટે દોડી રહી છે. લખનઉમાં પણ એવી સરકાર બની જાય કે જે આપના માટે દોડનારી હોય.

ભાઈઓ અને બહેનો એક બીજું કામ મારે કરવાનું છે, હું જાણું છું કે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ટૂરિઝમ માટે ઘણી સંભાવના છે. કૃષિક્રાંતિ માટે સંભાવના છે. ઔદ્યોગિક ક્રાંતિ માટે સંભાવના છે. ભગવાન બુધ્ધના વિશ્વભરમાં ભક્તો છે. તેઓ અહીં આવવા માગે છે. સારા રસ્તા હોવા જોઈએ. સારી રેલવે સુવિધા હોવી જોઈએ, સારી વિમાન સેવા હોવી જોઈએ. અમે વિમાન સેવામાં નવી પોલીસી બનાવી છે. તેના કારણે એવા ગોરખપુર જેવા નાના-નાના સ્થળો પર પણ હવે વિમાન આવવાની સંભાવનાઓ વધશે. તેના કારણે ટૂરિસ્ટ આવવાની સંભાવના વધશે. રસ્તાઓ બનાવવાનું અભિયાન ચાલુ કર્યું છે. હજારો કરોડ રુપિયા અમે રસ્તાઓ માટે લગાવી રહ્યા છીએ. જો સારા રસ્તા આ વિસ્તારમાં બની જાય, તો અમારા ટૂરિસ્ટો શાનની સાથે આ વિસ્તારોમાં જઈ શકે છે અને જ્યારે ટૂરિસ્ટ આવે છે તો ગીબમાં ગરીબ વ્યક્તિને રોજી-રોટી મળે છે. બહુ પૈસા ખર્ચવા પડતા નથી. ઓટો રિક્ષા વાળો પણ કમાય છે, ટેક્સીવાળો પણ કમાય છે, હોટલ પણ કમાય છે,ચા વેચનારો પણ કમાય છે, બિસ્કીટ વેચનારો પણ કમાય છે, ફળ-ફૂલ વેચનારો પણ કમાય છે, પ્રસાદ વેચનારો પણ કમાય છે, રમકડા વેચનારો પણ કમાય છે. દરેક રીતે આ રીતના નાના લોકોની આવક થાય છે અને તેથી ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ભાઈઓ અને બહેનો અમે બહુ મોટા પ્રમાણમાં રસ્તાના કામ પર જોર આપ્યું છે. સોનાલીથી ગોરખપુર, નેશનલ હાઈવે 570 કરોડ રુપિયા, ઈન્ડો-નેપાળ બોર્ડર રાજૌરી સુધી 550 કરોડ રુપિયા, ગોરખપુર-વારાણસી ફોર લેન 650 કરોડ રુપિયા. ભાઈઓ અને બહેનો ગ્રામીણ રસ્તાઓ માટે તો અલગ. આ બધી વાતો રેલવેમાં તો આપ જોઈ રહ્યા છો. કેટલી ઝડપથી કામ ચાલી રહ્યું છે એ તો આપ આપની આંખોથી જોઈ રહ્યા છો.

ભાઈઓ અને બહેનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર જોર આપી રહ્યા છીએ. બીજું મહત્ત્વપૂર્ણ કામ અત્યારે અમારા પીયૂષજી જણાવી રહ્યા હતા. આઝાદીના 70 વર્ષ થવાના છે. આ 15 ઓગસ્ટે દેશ આઝાદીના 70 વર્ષની ઉજવણી કરવાનું છે, પરંતુ ભાઈઓ અને બહેનો હું એક દિવસ હિસાબ કરી રહ્યો હતો. 18,500 ગામ એવા છે આઝાદીના 70 વર્ષ થવા આવ્યા જ્યાં વિજળીનો થાંભલો પણ પહોંચ્યો નથી. થોડા સમય પહેલા મેં હિસાબ-કિતાબ માગ્યો. અધિકારીઓએ કહ્યું સાહેબ આ18500 ગામમાં પહોંચવું હશે તો સાત વર્ષ લાગશે. મેં કહ્યું ભાઈ આ મોદી છે, એ સીડી ચઢે છે તો પણ દોડીને ચઢે છે, સાત વર્ષનો શો અર્થ છે ભાઈ? મેં એક દિવસ લાલકિલ્લા પર કહી દીધું મારે હજાર દિવસમાં કામ પુરું કરવાનું છે, એક હજાર દિવસમાં. હજુ 340 દિવસ થયા છે, 340 દિવસ થયા છે મારા ભાઈઓ અને બહેનો, પરંતુ આજે હું ગર્વની સાથે કહી શકું છું કે 18452 ગામોમાંથી 9 હજાર 33 ગામમાં વિજળી પહોંચી ગઈ છે.

ભાઈઓ અને બહેનો, ઉત્તર પ્રદેશમાં પણ 1529 ગામ, 1529 ગામ એવા હતા, જે 18મી સદીમાં જીવવા મજબૂર હતા. વિજળી શું હોય છે? એ ગામોને ખબર નહતી ભાઈઓ અને બહેનો. એ 1529 ગામોને શોધીને વિજળી પહોચાડવાનું બીડું ઉપાડ્યું છે અને આજે હું સંતોષ સાથે કહી શકું છું કે 340 દિવસમાં માત્ર પોણા બસ્સો ગામ બચ્યા છે પોણા બસ્સો ગામ. આ કામ પણ પુરું કરી દેવાશે. ભાઈઓ અને બહેનો, ઉત્તર પ્રદેશે મને એટલું આપ્યું છે કે હું ઉત્તર પ્રદેશનું ઋણ ચૂકાવવામાં દિવસ રાત જોતરાઈ ગયો છું, દિવસ રાત કામ કરી રહ્યો છું.

ભાઈઓ અને બહેનો, પરિવારની રાજનીતિ બહુ થઈ ગઈ, જાતિવાદની રાજનીતિ બહુ થઈ ગઈ, પોતાના-પારકાનો ખેલ બહુ થઈ ગયો. દરેકને મનભરીને આપે જોઈ લીધા. પરંતુ આપની ઝોળી ભરાઈ કે શું? નવયુવાનોનું ભલું થયું કે કેમ? ખેડૂતોનું ભલું થયું કે કેમ? ભાઈઓ અને બહેનો હવે સમય આવી ગયો છે. મારા નવયુવાનો વિચારો, આ જાતિવાદનું ઝેર, આ પરિવારવાદનો ખેલ, ઉત્તર પ્રદેશનું ભલું નહીં કરે. આપનું પણ ભલું નહીં કરે માત્ર વિકાસવાદ જ આપનું ભલું કરશે. વિકાસની રાજનીતિ ભલું કરશે. અને એમાં નવામાં આપને વિકાસ માટે નિમંત્રણ આપવા આવ્યો છું. આવો જેવો મને આશિર્વાદ આપ્યો એવો આશિર્વાદ આવનારા દિવસોમાં આપતા રહો. આપના સપના પૂરા કરીને રહીશું. એ વાત સાથે હું આપને ખૂબ-ખૂબ અભિનંદન કરું છું, આપના ખૂબ ખૂબ અભિનંદન કરું છું.આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.