પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

શ્રી ચંદ્રશેખર

November 10, 1990 - June 21, 1991 | Janata Dal (S)

શ્રી ચંદ્રશેખર


શ્રી ચંદ્રશેખરનો જન્મ 17 એપ્રિલ, 1927ના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની ઇબ્રાહિમપટ્ટી ગામમાં થયો હતો. તેમણે 1977થી 1988 દરમિયાન જનતા પાર્ટીનું પ્રમુખપદ સંભાળ્યું હતું.
વિદ્યાર્થીકાળથી જ ચંદ્રશેખરને રાજકારણનું આકર્ષણ રહ્યું હતું અને તેઓ એક ક્રાંતિકારી વિચારણા ધરાવતા તેજાબી આદર્શવાદી નેતા તરીકે જાણીતા હતા. અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી (1950-51) રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુષ્નાતક પદવી મેળવ્યા બાદ તેઓ સમાજવાદી ચળવળમાં જોડાયા હતા. તેમને આચાર્ય નરેન્દ્ર દેવના નિકટના સહવાસી બનીને રહેવાનો અવસર મળ્યો હતો. તેઓ બલિયા જિલ્લાના પ્રજા સમાજવાદી પક્ષના સંયુક્ત મંત્રીપદે ચૂંટાઇ આવ્યા હતા. 1955-56માં તેઓ ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રજા સમાજવાદી પક્ષના મહામંત્રી બની રહ્યા હતા.
1972માં તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા હતા. જાન્યુઆરી 1965માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. 1967માં તેઓ કોંગ્રેસ સંસદીય પાર્ટીના મહામંત્રીપદે ચૂંટાઇ આવ્યા હતા. એક સંસદસભ્ય તરીકે તેમણે ઝડપથી સામાજિક પરિવર્તન માટેની નીતિઓની હિમાયત કરતાં સમાજના કચડાયેલા વર્ગના પ્રશ્નોને વાચા આપવામા રૂચિ દાખવી હતી. આ સંદર્ભમાં રાજ્યાશ્રયનો ઇજારો ધરાવતા ગ્રહોની વિસંગતતા ભરેલી વૃદ્ધિના મુદ્દે તેમના દ્વારા પ્રહારો થતાં તેમને સત્તાના કેન્દ્રો સાથ સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું.
સ્થાપિત હિતો સામેની લડત માટે તેમના દ્વારા દાખવવામાં આવતી પ્રતિબદ્ધતા અને કિંમતોને કારણે તેમને ‘યંગ તર્ક’ તરીકેની ઓળખ મળી હતી. 1969માં તેમણે નવી દિલ્હીમાં ‘યંગ ઇન્ડિયન’ સાપ્તાહિકની સ્થાપના કરીને તેનું પ્રકાશન શરૂ કર્યું હતું. તેના સંપાદકીયમાં લખતા લખાણને અનેક સ્થાને ટાંકવામાં આવતું હતું. કટોકટી લદાતા (જૂન 1975થી માર્ચ 1977) ‘યંગ ઇન્ડિયન’ સાપ્તાહિક બંધ થયું હતું. ફેબ્રુઆરી 1980માં તેનું ફરી નિયમીત પ્રકાશન શરૂ થયું હતું. શ્રી ચંદ્રશેખર તે સામાયિકના સંપાદકિય સલાહકાર બોર્ડના અધ્યક્ષ હતા.
ચંદ્રશેખર હંમેશાં વિચારધારા અને સામાજિક પરિવર્તન માટેના રાજકારણના હિમાયતી રહ્યા હતા. અને વ્યક્તિગત રાજકારણ સામે તેમનો હંમેશાં વિરોધ રહ્યો હતો. 1973- 75ની આંધીના વર્ષો દરમિયાન તેથી જ તેઓ જયપ્રકાશ નારાયણ અને તેમના જીવન પ્રત્યેના આદર્શવાદી દ્રષ્ટિકોણ તરફ ઢળ્યાં હતા. તરત જ તેઓ કોંગ્રેસ પક્ષમાં ઉઠેલા અસંતોષનું કેન્દ્ર બની રહ્યા હતા.
25 જૂન, 1975ના રોજ કટોકટી લદાઇ ત્યારે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટોચની કેન્દ્રિય ચૂંટણી સમિતિ અને કારોબારી સમિતિના સભ્ય હોવા છતાં ‘મિસા’ હેઠળ તેમની ધરપકડ થઇ હતી. તત્કાલિન શાસક પક્ષના જે ગણતરીના નેતા કટોકટી દરમિયાન જેલમાં ધકેલાયા હતા તેમાં ચંદ્રશેખરનો સમાવેશ થતો હતો.
તેઓ હંમેશાં સત્તાના રાજકારણને નકારીને લોકશાહી મૂલ્યો અને સામાજિક પરિવર્તનના રાજકારણના વિકલ્પને વરેલા રહ્યા હતા.
કટોકટી લદાયાના સમયમાં તેમણે ગાળેલા કારાવાસ દરમિયાન તેમણે હિન્દીમાં લખેલી ડાયરીનું ‘મેરી જેલ ડાયરી’ના નામે પ્રકાશન થયું હતું. તેમના દ્વારા લખાયેલું પુસ્તક ‘ડાયનેમિક્સ ઓફ સોશિયલ ચેન્જ’ પણ ખૂબ જાણીતું છે.
ચંદ્રશેખરે 6 જાન્યુઆરી 1983થી 25 જૂન 1983 દરમિયાન દક્ષિણના કન્યાકુમારીથી નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ સુધીની 4260 કિ.મીની પદયાત્રા પણ કરી હતી. લોકસમૂહ સાથે સંવાદ સાધીને તેમની સમસ્યાઓ જાણવા માટે શ્રી ચંદ્રશેખરે આ પદયાત્રા કરી હતી.
દેશના પછાત વિસ્તારોમાં પાયાનું કામ કરવા અને સમાજ સિક્ષણ માટે સામાજિક અને રાજકિય સેવકોને તાલીમ આપવા શ્રી ચંદ્રશેખર કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિતના દેશના વિવિધ વિસ્તારોમાં 15 જેટલા ભારતયાત્રા કેન્દ્રોની સ્થાપના કરી હતી.
1984થી 1989ના ટૂંકાગાળાને બાદ કરતાં ચંદ્રશેખર 1962થી સંસદસભ્ય રહ્યા હતા. 1989માં તેઓ પોતાના વતન બલિયા અને પાડોશી રાજ્ય મહારાજગંજ એમ બંને બેઠકો પરથી ચૂંટાઇ આવ્યા પછી તેમણે મહારાજગંજ બેઠક ખાલી કરી હતી.
શ્રી ચંદ્રશેખર શ્રીમતી દુજા દેવી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા અને પંકજ અને નિરજ નામે બે પુત્રો ધરાવે છે.