પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્રીય કેબિનેટે શાંતિપૂર્ણ પ્રક્રિયા માટે અંતરિક્ષ ટેકનોલોજીના ઉપયોગ અને તેની શક્યતા ચકાસવામાં સહકાર માટે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી. આ કરાર પર 2017ની 11મી અને 22મી મેએ અનુક્રમે બેંગલોર અને હેગ ખાતે હસ્તાક્ષર થયા હતા.
લાભા :
આ એમઓયુ દ્વારા એવા ક્ષેત્રમાં સહકાર સાધવામાં આવશે જેવા કે અંતરિક્ષ વિજ્ઞાન, ટેકનોલોજી અને એપ્લિકેશન્સ જેમાં સેટેલાઇટ કમ્યુનિકેશન અને સેટેલાઇટ આધારિત સંશોધનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંતરિક્ષ વિજ્ઞાન અને ઉપગ્રહને લગતી શક્યતાઓ, સ્પેસક્રાફ્ટ અને સ્પેસ સિસ્ટમ અને ગ્રાઉન્ડ સિસ્ટમના ઉપયોગ અને અંતરિક્ષ ટેકનોલોજીની એપ્લિકેશન્સનો પણ સમાવેશ થાય છે.
રૂપરેખા :
આ સમજૂતીથી હવે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ/ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ડીઓએસ/ઈસરો) અને નેધરલેન્ડ્સ સ્પેસ ઓફિસ (એનએસઓ)ના સદસ્યોના મળીને એક સંયુક્ત ગ્રૂપની રચના કરવામાં આવશે જે આગળ જતા આ એમઓયુના હેતુઓ અને સમયમર્યાદા સહિતની યોજનાઓ પર કાર્ય કરશે. તેનાથી પૃથ્વી પરના રિમોટ સેન્સિંગ, સેટેલાઇટ કમ્યુનિકેશન, સેટેલાઈટ નેવિગેશન અને સ્પેસ સાયન્સમાં એપ્લિકેશન્સ માટેની રહેલી શક્યતાઓમાં નવા સંશોધનની પ્રક્રિયાને વેગ મળશે. આ એમઓયુથી માનવતાના લાભ માટેની સ્પેસ ટેકનોલોજીના એપ્લિકેશનના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિના વિકાસના દરવાજા પણ ખૂલી જશે. આમ દેશના તમામ વર્ગ અને વિસ્તારને લાભ થશે.
પૃષ્ટભમિ :
ક્ષમતાના વિકાસ પેદા કરવાના ક્ષેત્રમાં પૃથ્વી પરિક્ષણ અંગેના પ્રયોગો માટે ડીઓએસ/ઈસરો અને આઈટીસી (ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ જીયો-ઇન્ફર્મેશન સાયન્સ એન્ડ અર્થ ઓબ્ઝર્વેશન, યુનિવર્સિટી ઓફ ટ્વેન્ટે) નેધરલેન્ડ્સ અને રોયલ નેધરલેન્ડ્સ મેટોરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ (કેએનએમઆઈ) ઘણા સમયથી સંકળાયેલા છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ (ડીઓએસ)ની કમર્શિયલ પાંખ એન્ટ્રીક્સ કોર્પોરેશને નેધરલેન્ડ્સ (DELFI-C3) સાથે સંબંધ ધરાવતા સેટેલાઇટને એપ્રિલ 2008માં લોન્ચ કર્યું હતું. બંને દેશ વચ્ચે સ્પેસ સહકાર રચવાના માળખા અંગે ઇસરો અને નેધરલેન્ડ્સ સ્પેસ ઓફિસ (એનએસઓ)ના અધિકારીઓએ ચર્ચા કરી હતી. તે મુજબ બંને દેશ શાંતિપૂર્ણ હેતુ માટે સ્પેસ ટેકનોલોજી પર પરસ્પર સહકાર માટે સમજૂતી કરવા સહમત થયા હતા.
TR