પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ શરીર રચના વિજ્ઞાન નિયમ, 2016ની ઘોષણાને સ્વીકૃતિ અપાઈ ગઈ છે. આ મંજૂરી મેડિકલ કોલેજને ચિકિત્સાની બધી પ્રણાલીઓમાં શરીર રચના વિજ્ઞાનના અધ્યયન માટે લાવારિસ શબોની આપૂર્તિ અથવા ઉપલબ્ધતાની કાર્ય પ્રણાલી નક્કી કરવાના ઉદ્દેશ્યથી અપાઈ છે.
AP/J.Khunt/GP