પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ મંત્રિમંડળને ભારત અને સંયુક્ત આરબ અમીરાત (યૂએઈ) વચ્ચે થયેલી સામાન્ય માળખાગત સમજૂતી (જીએફએ)ની સૂચના અપાઈ. આ વર્ષે નવી દિલ્હીમાં 11 ફેબ્રુઆરીના રોજ યૂએઈના ક્રાઉન પ્રિન્સની યાત્રા દરમિયાન જીએફએ પર હસ્તાક્ષર થયા હતા.
આ જીએફનો ઉદ્દેશ્ય આ ફ્રેમવર્કના આધાર પર મોટી પરિયોજનાઓ, રોકાણ અને વ્યાવસાયિક પ્રયાસો, શોધ તેમજ વિકાસમાં ભાગીદારી, અક્ષય અને સ્વચ્છ ઉર્જામાં વિકાસ અને જ્ઞાનની ભાગીદારીથી સંબંધિત મંચોને પરસ્પર ફાયદા અને પરસ્પર લેવડદેવડ માટે લાગુ કરવાનો છે. જીએફએનો ઉદ્દેશ્ય ભારત અને યુએઈના વચ્ચે નવીન અને અક્ષય ઉર્જા પ્રૌદ્યોગિકીઓના ક્ષેત્રમાં ભાગીદારી કરવાનો છે. જીએફએમાં રોકાણ માટે સંભવિત અક્ષય પરિયોજનાઓમાં અવસરોને શોધવાનો, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સહયોગ ચાલુ રાખવો, અક્ષય ઉર્જામાં શોધ તેમજ વિકાસમાં ભાગીદારીના અવસર શોધવાનો, જ્ઞાન વહેંચવા માટે તંત્ર વિકસિત કરવું, જેથી બંને દેશોમાં માનવ પૂંજીનો વિકાસ થાય, રોકાણ વધારવા માટે એક સંયુક્ત ફંડ બનાવવાના અવસર શોધવા વગેરે પર કાર્ય કરવાનો રસ્તો મોકળો થશે.
AP/J.Khunt/GP