પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રિય મંત્રીમંડળને ભારત અને ઇટાલી વચ્ચે અક્ષય ઊર્જાનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા ઇન્ડિયા-ઇટાલી કોઓપરેશન સમજૂતીકરાર (એમઓયુ) અંગે માહિતી આપવામાં આવી હતી. આ એમઓયુ પર નવી દિલ્હીમાં 30 ઓક્ટોબર, 2017નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં. તેનાં પર ભારત સરકારનાં નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયનાં સચિવ શ્રી આનંદ કુમાર તથા ભારતમાં ઇટાલીનાં રાજદૂત હિઝ એક્સલન્સી શ્રી લોરેન્ઝો એન્જેલોનીએ હસ્તાક્ષર કર્યા હતાં.
ભારત અને ઇટાલી વચ્ચે થયેલા આ એમઓયુનો ઉદ્દેશ પારસ્પરિક સમાન લાભ અને વિનિમયનાં આધારે નવીન અને અક્ષય ઊર્જાનાં મુદ્દાઓ પર ટેકનિકલ દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા સંસ્થાકીય સહકારી સંબંધ માટે આધાર સ્થાપિત કરવાનો છે. આ એમઓયુમાં સહકારનાં ક્ષેત્રો સાથે સંબંધિત બાબતોની સમીક્ષા કરવા, તેનાં પર નજર રાખવા અને ચર્ચા કરવા સંયુક્ત કાર્યકારી સમિતિની સ્થાપના કરવાની વિચારણા છે. તેનો ઉદ્દેશ કુશળતા અને માહિતીનાં નેટવર્કિંગનો છે તથા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવામાં મદદરૂપ થવાનો છે.
NP/J.Khunt/GP/RP