પીએમઇન્ડિયા
છોડા સમય પહેલા ભાઇજી આવ્યા હતા તો તેમનો આગ્રહ હતો કે તમારી બધાની સાથે વાતચીત કરવાનો કોઇ કાર્યક્રમ બને. વાતચીતનો તો કોઇ કાર્યક્રમ ન બન્યો, ભાષણનો બની ગયો. જ્યાં સુધી આચાર્ય રહો છો ત્યાં સુધી વિદ્યાર્થીઓની સાથે ઉંડો સંબંધ બંધાઇ જાય છે પરંતુ જ્યારે પ્રિન્સીપાલ બનો છો ત્યારે મોટાભાગે ક્લાર્કની સાથે તથા કાગળોની સાથે અને ફાઇલની સાથે સમય વિતી જાય છે. સાચ્ચે જ આ બંને વ્યવસ્થા અલગ અલગ છે, પરંતુ આપણે અહીં સદીઓથી આ પરંપરા ચાલતી આવે છે જે સિનિયર આચાર્ય હોય છે. તે પ્રાચાર્ય બને છે. હવે તેની મેનેજમેન્ટની ક્ષમતા છે કે નહીં, મેનેજમેન્ટનું કાર્ય કરવામાં રસ છે કે નહીં, તે વાતો ખૂબ જ પ્રાથમિકતા નથી રાખતી પરંતુ સ્વભાવિક રૂપથી જવાબદારી આવી જાય છે અને એટલા માટે તમારી લોકોની સામે તો વિદ્યાર્થીઓનું શું થાય તેના કરતાં વધારે વિદ્યાલયનું શું થાય તે કદાચ મોટું કામ રહે છે. એનો મતલબ એમ થયો કે તમારી સામે એક મોટો પડકાર હોય છે આજે શિક્ષાના જ્ઞાનના કેટલા માર્ગ ઉપબલ્ધ છે, જાણકારી મેળવવાને કેટલા રસ્તા ઉપલબ્ધ છે અને એટલા સરળ પણ છે કે એવી સ્થિતિમાં વિદ્યા ભારતી સુધી લોકોને આકર્ષિત કેવી રીતે કરી શકાય.
વિદ્યા ભારતીનું વિદ્યાલય, તેની છબિ શું છે, છબિ તે વાલીઓમાં નથી, જે વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણે છે. જો એક નગરની અંદર 100 સ્કૂલ છે, તેમાં એક આપણી પણ છે, તે 100 સ્કૂલમાં આપણે ક્યાં છીએ ? આપણી એક સ્કૂલ હતા હવે બે થઇ ગયા, પહેલા 800 વિદ્યાર્થીઓ હતા, હવે 1600 થઇ ગયા, આ માનદંડ છે કે શું ? જો આ માનદંડ હોય તો સમાજમાં પરિવર્તન લાવવાના પ્રયાસ જે કોઇએ કરવાના છે, જે શિક્ષા અને સંસ્કાર બંનેએ મેળવવાના છે, સાથે સાથે ચાલે તેમ કરવાનું છે. તેના માટેની જવાબદારી ખૂબ જ વધી જાય છે.
આજે હિન્દુસ્તાનમાં કોઇ પણ વ્યક્તિને આપણે પૂછીએ, કેટલો પણ મોટો અમીર કેમ ન હોય, કેટલો ગરીબ કેમ ન હોય, જો તેને પૂછીશું કે તમારી ઇચ્છા શું છે, એક મહત્વપૂર્ણ ઇચ્છા શું છે તો અમીરથી અમીર વ્યક્તિ હશે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ એ જ કહેશે કે મારા બાળકોની સારી શિક્ષા હોય. તમે ડ્રાઇવરને પણ પૂછશો કે ભાઇ બાળકોને ભણાવવા છે, અમે તો આ જિંદગી ડ્રાઇવિંગમાં જ કાઢી નાંખી, તેને એમાંથી બહાર લાવવો છે. દરેક કોઇના મનમાં કોઇક એજન્ડા છે, તે પોતાના બાળકોની શિક્ષાનો છે. જો આ કરોડો કરોડો લોકોના મનમાં છે. સારી શિક્ષાનો મતલબ એ નથી કે તેને સ્કૂલ ઉપલબ્ધ નથી, સારી શિક્ષાનો મતલબ એ નથી કે ફી આપવાથી કોઇ સારી સ્કૂલ મળવાની નથી. સારી શિક્ષાનો મતલબ તેના દિમાગમાં સ્પષ્ટ છે કે સારા શિક્ષક ક્યાં હોય. મારા બાળકની જિંદગીમાં ફેરફાર લાવવામાં કોઇ રસ દાખવે. એવી વ્યવસ્થા ક્યાં હોય. આપણે પરિવામાં જે તેને નથી આપી શકતા, તેને વધારે કંઇક આપી શકીએ, એવી વ્યવસ્થા ક્યાં હોય, એ તેની શોધ રહે છે, તલાશ રહે છે. ક્યારેક ક્યારેક જો પૈસા છે તો મજબૂરીથી શું કરે છે કે કોઇ પણ સ્કૂલમાં બાળકને ભરતી કરી દે છે અને ઘરમાં એક શિક્ષક રાખી લે છે. જે આવે છે, બાળકોને ભણાવે છે, તો એની કારકિર્દી માટે જે કામ કરવું જોઇએ તે શિક્ષક કરીને જાય છે.
આવી જ્યારે સ્થિતિ છે ત્યારે એક સંસ્થા માટે 12 હજાર સ્કૂલ ઘણી છે પરંતુ આ દેશ માટે એવી 12 હજાર સ્કૂલો ખૂબ જ ઓછી છે. જો લાખ્ખો સ્કૂલ હોય એવી તો પણ ઓછી પડી જાય, એટલી જરૂર છે. 32 લાખ વિદ્યાર્થીઓની જિંદગી, તમારી સાથે જોડાયેલી છે. હું આ વ્યવસ્થાને નજીકથી જાણું છું, વર્ષો સુધી તેની જાણી છે. સમજી છે, તેની સાથે જીવ્યો છું અને એટલા માટે હું ઘણી વાતોને જાણું છું. આપણે તે પડકાર સ્વીકારવા માટે તૈયાર નથી કે આપણે બધી વ્યવસ્થામાં ટોચ પર હોઇશું. આપણે વિસ્તાર તો કરી રહ્યા છીએ અને કંઇક તો પોતાની જાતે જ થઇ રહ્યું છે પરંતુ ગુણાત્મક રીતે જો તેમાં દેશભક્તિ એક સૌથી મોટો મુદ્દો રહે છે. વિદ્યા ભારતીની શાળાઓમાં શું ઓલિમ્પિક મેડલ લાવવો દેશભક્તિ છે કે નથી, જો ઓલિમ્પિકમાં મેડલ લાવવો દેશભક્તિ છે તો આટલી સારી ગેમ્સ ચાલી રહી છે, તમે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે, શું આપણી 12 હજારમાંથી 2 હજાર શાળા એવી નીકળી શકે છે કે જે આ કામ પર ભાર મૂકે અને નક્કી કરે કે 2020માં જ્યારે ઓલિમ્પિક યોજાશે ત્યારે વિદ્યાભારતીના આટલા બાળકો તો જરૂર દેશ માટે માન કમાવીને આવશે, ગોલ્ડ મેડલ જીતીને આવશે.
આપણે આપણા લક્ષ્યાંકો બદલવાની જરૂર છે, મને એવું લાગે છે. આપણે દેશને એવું, દરેક ક્ષેત્રમાં એવું નેતૃત્વ આપી શકીએ છીએ જે ગર્વ કરે કે આ પરંપરાએ મને બનાવ્યો છે, આ સંસ્કારોએ મને વિકસાવ્યો છે અને હું આજે દેશની અહીં બેસીને સેવા કરી રહ્યો છું, તેનું ગૌરવગાન કરવાની તક કેવી રીતે મળે.
જો 77 વિદ્યા ભારતીનો સંગઠનના રૂપમાં ઉદય થયો. તેનો મતલબ 50 વર્ષ પાસે જ છે. 50 વર્ષ મનાવવાની તમે ચર્ચા કરતા જ હશો. બની શકે છે કે તમારા કાર્યક્રમમાં ચાલતી જ હશે. શું આપણે 50 વર્ષની ઉજવણી કરવા જઇ રહ્યા છીએ, ગોલ્ડન જ્યુબિલી વર્ષ મનાવવા જઇ રહ્યા છીએ તો આપણે એક લક્ષ્યાંક નક્કી કરી શકીએ છીએ જે પહેલા ક્યારેય થયા નહોતા. જે ક્યારેય વિદ્યા ભારતીની રેખામાં નહોતું. જે પ્રાચાર્ય છે, તેમની જવાબદારીનું આ પ્રકારે કામ છે, જો પોતાની શાળાનું બ્રાન્ડિગ કરવાની તક કોઇની પાસે છે તો એ પ્રાચાર્ય પાસે છે. આપણે તે લોકો છીએ જે આ વાતને માનીએ છીએ કે જ્ઞાન ચારેય દિશામાંથી આવવા દો, આપણે ક્યારેય જ્ઞાનના દરવાજા બંધ કર્યા નથી, આપણે ક્યારેય કોઇ જ્ઞાનના પ્રવાહથી ભયભીત થયા નથી, વિચલીત થયા નથી. શું આજે આપણે પોતાને જ પૂછીએ ? શું આપણે દુનિયાના કોઇ પણ ખૂણામાં ઉત્તમમાં ઉત્તમ વાતો છે, તેને સાંભળવા સમજવા માટે આપણું મન ખુલ્લું છે કે શું ? આપણે તેની સાથે તાલમેલ કરીને પોતાની વાતને વધારે અણીદાર કરી શકીએ છીએ કે કેમ ? કારણ કે વેદકાળથી આપણને તે તત્વ જ્ઞાન મળ્યું છે કે ચારેય તરફથી વિચારોને આવવા દો, જ્ઞાનને આવવા દો. વેદકાળથી આપણે કહી રહ્યા છીએ. આપણે તે લોકો છીએ જે કહે છે, ‘ વસુદૈવ કુટુમ્બકમ’ . વેદકાળથી કહી રહ્યા છે. જો સમગ્ર વિશ્વ મારો પરિવાર છે તો કોણ, શું , ક્યાં રહે છે, કેવી રીતે રહે છે, કેવી અવસ્થામાં રહે છે, શું રંગ છે, તે મારા માટે મતલબ જ નથી રાખતું કારણ કે સમગ્ર વિશ્વને મેં પરિવાર માન્યો છે. હું તે પ્રકારથી તેના જીવનના વિકાસમાં કોઇ ભૂમિકા અદા કરી શકું છું. જો હું તેના જીવનના વિકાસમાં ભૂમિકા અદા કરી શકું છું તો મારે મારા તે પરિસરના માહોલને પણ એ પ્રકારનો બનાવવો પડશે.
હાલમાં દેશ તથા દુનિયામાં એક જ ચર્ચા ચાલી રહી છે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, આપણા બાળકોને આપણે વૃક્ષારોપણ, છોડ વાવવા એ તો વર્ષમાં એકાદ વખત કાર્યક્રમ કરીએ જ છીએ પરંતુ શું 12 હજાર સ્કૂલને એક મિશન બનાવી શકીએ છીએ કે કેમ, જે સ્થાનિક વ્યવસ્થાઓને કહે કે અમને, અમારી સ્કૂલ 100 વૃક્ષો દત્તક લેવા માગીએ છીએ, અમને જગ્યા આપો અમે 100 વૃક્ષ આ નગરને આપીશું, 5 વર્ષમાં આપીશું, આપણો તે ફાળો રહેશે. ફાયદો એ થશે કે આપણા બધા જ બાળકોને પર્યાવરણની શિક્ષા આપમેળે જ મળી રહેશે. અને સમાજની સાથે આપણું જોડાણ ખૂબ જ સ્વભાવિક બનશે. ભલે આપણું પરિસર મોટું હોય. ત્યાં કરીએ નહીં તો જે વ્યવસ્થા છે તેની સામે આપણે માંગણી કરીએ કે અમને જગ્યા આપો, અમે 100 વૃક્ષો લગાવવા માગીએ છીએ. આપણે સમાજ જીવનમાં આ પ્રકારે ફેરફાર લાવીશું. અત્યારે સરકાર તરફથી એક અભિયાન ચાલી રહ્યું છે વિજળી બચાવો, શું આપણે 32 લાખ વિદ્યાર્થી, ઉર્જા બચતના સૌથી મોટા દૂત બની શકે છે કે શું, તે 32 લાખ વિદ્યાર્થી ઓછામાં ઓછાં 10 પરિવારમાં ઉર્જા બચત માટે જવાનું , મળવાનું, સમજાવવાનું, વાત કરવાનું એ સતત કરતા રહે. 10 પરિવારના તે લીડર બની શકે છે બાળપણથી જ. તમારી જ શાળાનો વિદ્યાર્થી તે બની શકે છે. આપણે તેમને એવું એક કામ આપી શકીએ છીએ કે તેના જે સંસ્કાર છે કે ભાઇ તારે તો એ દેશનું ભલું કરવાનું છે તો ભલું કરવાની શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે ને. એલઇડી બલ્બ, દેશના સો મોટા શહેર, જો તેઓ પોતાની સ્ટ્રીટ લાઇટ એલઇડી કરી દે અથવા પોતાના ઘરમાં જે બલ્બ છે તે એલઇડી બલ્બ કરી દે તો ફક્ત 100 શહેરોમાં જ 20 હજાર મેગાવોટ વિજળી બચી શકે છે. 20 હજાર મેગાવોટ વિજળી બચવી, એનાથી મોટી દેશભક્તિ બીજી શું હોઇ શકે ? લાખ્ખો કરોડો રૂપિયાના ખર્ચથી 20 હજાર મેગાવોટ વિજળી બનશે અને ચાર વર્ષ – છ વર્ષ લાગશે તથા 20 હજાર મેગાવોટ વિજળી આપણે બનાવીએ તો ગરીબના ઘરમાં જ વિજળી પહોંચશે, એક મોટું પુણ્યનું કામ આપણા હાથે લાગી શકે છે. શું આપણી વિદ્યા ભારતીની 12 હજાર સ્કૂલોમાં એલઇડી બલ્બ છે કે નહીં ? એલઇડી બલ્બ એટલા માટે નથી કારણ કે તે સરકારનો કાર્યક્રમ છે, એલઇડી બલ્બ એટલા માટે જોઇએ કે તમારું પોતાનું વિજળીનું બિલ આજે 300 રૂપિયા આવે છે તો બની શકે છે કે 200 રૂપિયા જેટલું આવવા લાગે. તો 100 રૂપિયા વિદ્યા ભારતીના બચશે. મેં તો ક્યારેય વિદ્યા ભારતીને ડોનેશન અપ્યું નથી, પરંતુ હું આ આપી શકું છું.
મારું કહેવાનું તાત્પર્ય એ છે કે હવે એવું મેં જોયું, તમે ફિલ્મમાં દર્શાવ્યું છે કે બાળકોના સંસ્કાર થઇ રહ્યા છે, તે કચડો ઉઠાવી રહ્યા છે, સફાઇનું કામ કરી રહ્યા છે. સ્વચ્છતા એક સ્વભાવ બનાવવાની આવશક્યતા છે. સ્વાસ્થ્ય રીપોર્ટ્સ કહે છે કે અનેક દેશ એવા છે, ખાસ કરીને આ વિકસતા દેશો, જ્યાં બાળકોનું જે મૃત્યું થયુ છે, તે બાળકોના મૃત્યુંના 40 ટકા બાળકો હાથ ધોયા વિના ખાવાની આદતના કારણે મરે છે. શું આપાણા 32 લાખ વિદ્યાર્થી પોતાના અડોસ પડોસમાં, સાથીઓમાં, મહોલ્લામાં એ વાત માટે લીડર બની શકે કે કોઇ પણ બાળ એવું ન રહી જાય કે જે હાથ ધોયા વગર કોઇ ચીજવસ્તું ખાય છે. તે પોતાની રીતે એક એજન્ટ બની શકે છે. ફેરફારના એજન્ટ બની શકે છે.
અને એટલા માટે વિદ્યા ભારતીએ જે આટલું મોટું આંદોલન ઉભું કર્યું છે જેમાં સંસ્કાર સર્વોપરિ છે. જેમાં દેશભક્તિ છલોછલ ભરેલી છે. જેની વાણીમાં, વર્તનમાં, ઉપદેશમાં, સિદ્ધાંતોમાં સાદગી મુખ્ય છે. આ એવી ચીજો છે જે આજે સહજતાથી પ્રાપ્ત નથી. જે તમે 50 વર્ષ લાંબી તપસ્યાથી તેને કમાવી છે. પરંતુ તે મૂડી તમારી નથી, તે મૂડી દેશની છે અને તે દેશની મૂડી ત્યારે બને છે જ્યારે તમે પોતાના વિસ્તારમાંથી તેને બહાર ફેલાવાનું શરૂ કરો.
આજે સમયની માગ છે, માહોલ પણ એવો છે કે દેશનો સામાન્ય માનવી પણ તે ફેરફાર માટે આપણી અપેક્ષા કરે છે અને હવે વિદ્યા ભારતી એ તો નક્કી કરે કે 12 હજારમાંથી દરેક રાજ્યમાં તેને એક રાજ્યમાં સૌથી ટોચની સ્કૂલમાં બદલી શકે છે. 12 હજારની 15 નહીં થાય તો ચાલશે, પરંતુ 12 હજારમાં દરેક રાજ્યની એક સ્કૂલ, રાજ્યની એક ટોચની સ્કૂલ બની જાય છે. તમે જુઓ આ સંસ્કાર નામના વ્યક્તિની તાકાત કેટલી વધી જાય છે.
હું જ્યારે ગુજરાતમાં હતો તો જે આઇએએસ ઓફિસર આવતા હતા, આઇપીએસ ઓફિસર આવતા હતા, તો નવા લોકોમાં થોડો ફેરફાર દેખાતો હતો. તેમની વાતચીત કરવાની રીત, કામ કરવાની રીત. તો મારા મનમાં કંઇક થયું હતું. હું ક્યારેક ધીરેથી પૂછી લેતો હતો કે ક્યાં ભણ્યા છો ? અને હું અનુભવ કરતો હતો કે તેઓ મોટાભાગે વિદ્યા ભારતીમાંથી આવતા હતા. તે આઇએએસ બન્યો છે, આઇપીએસ બન્યો છે, પરંતુ મેં જોયું છે કે તેમની પ્રાથમિકતા સામાન્ય માનવીની સમસ્યા છે. તેના પ્રત્યે તેમનો લગાવ રહેતો હતો, તે સજાગ રહેતો હતો કારણ કે જે સ્કૂલમાંથી તે ભણીને બહાર આવ્યો છે, ત્યાં તેણે દિવસ રાત એ જ સાંભળ્યું છે. હવે આ નાની સેવા નથી. આ ખૂબ જ મોટી સેવા છે કે તમે એવી વ્યક્તિઓ તૈયાર કરી રહ્યા છો જે ગરીબ પ્રત્યે સંવેદનશીલ છે. સમાજ પ્રત્યે એટલો સંવેદનશીલ છે. આપણે તે વાતનો ક્યારેય ગર્વ અનુભવીએ છીએ કે કેમ ?
શું આપણે જ્યારે 50 વર્ષ મનાવીએ ત્યારે વિદ્યા ભારતી એલ્યુમની ભેગા કરી શકીએ છીએ ? સમગ્ર દુનિયાભરમાં જ્યાં જ્યાં તમારા વિદ્યાર્થીઓ પહોંચ્યા હોય, તો કોઇ નિવૃત્ત થઇ ગયા હશે. તે તમામનો એક ડિઝિટલ રેકોર્ડ તૈયાર કરવો જોઇએ, મને એમ પણ લાગે છે કે વિદ્યા ભારતીનું પોતાનું ડિઝિટલ નેટવર્ક હોવું જોઇએ. 50 વર્ષમાં તમારા ત્યાં જેટલા પણ બાળકો ભણીને બહાર ગયા, તે તમામનો ડિઝિટલ રેકોર્ડ તૈયાર કરવો જોઇએ અને આ વ્યવસ્થા આજના યુગમાં ખૂબ જ જરૂરી છે. જો ભાઇજી એક સંદેશ મોકલે તો સવારે તમારા દોઢ લાખ શિક્ષકના મોબાઇલ ફોન પર તે સંદેશ કેમ ન આવે ? કોઇ શિક્ષક એવો નહીં હોય કે જેની પાસે મોબાઇલ ફોન નહીં હોય.
કહેવાનું અમારું તાત્પર્ય એ છે કે ટેક્નોલોજી. હું જાણું છું કે વિદ્યા ભારતીએ ઘણા વર્ષ આ વિષય પર લગાવ્યા હતા પરંતુ હવે અમે સ્વીકાર કર્યો છે, ટેકનોલોજીનું મહત્વ છે. તમ તેનાથી બચી શકતા નથી. હવે જે છે તેને આપણે અવસરમાં કેવી રીતે બદલીએ ? ટેક્નોલોજી પોતાનામાં જ એક મોટી તાકાત છે. તે મનુષ્યની વિદ્યાને ખતમ કરનારું ષડયંત્ર નથી. વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથેનું અંતર આપણી વિકાસ યાત્રા અટકાવી દે છે. આપણે ફેરફાર સ્વીકારવો પડશે. આપણે ટેક્નોલોજીને જેટલું ઉપયોગમાં લઇ શકીએ તેટલો તેનો ઉપયોગ લેવાનો પ્રયાસ કરવો જોઇએ. તમે વિદ્યા ભારતીનું વર્ણન અડધો કલાક મારી સામે કર્યું હોત કે વિદ્યા ભારતી શું કરી રહી છે અને તમે ત્રણ મિનિટમાં જ ફિલ્મ દર્શાવી. બંનેમાં કેટલો ફરક છે કે મને તરત જ સમજમાં આવી ગયું કે વિદ્યા ભારતી શું કરી રહી છે. અડધો કલાક ભાષણ કર્યું હોત તે એટલું સમજાયું ન હોત.
આ ઉદાહરણ છે સાહેબ, આ ટેક્નોલોજીથી સંભવ થયું છે. આ ખૂબ જ જરૂરી છે કે વિદ્યા ભારતી જેવું સંગઠન, તેની પોતાની આ તાકાત દરેક સ્કૂલમાં દરેક દિવસે એક એવી સકારાત્મક ઘટના ઘટતી હશે . વિદ્યાર્થીના કારણે, આચાર્યને કારણે, વિદ્યાર્થીઓના વાલીઓના કારણે, જેનાથી સમાજ ગર્વ અનુભવી શકે. શું આપણે આ ટેક્નોલોજીના માધ્યમથી, તમારી તમામ 12 હજાર સ્કૂલોમાં એક કલાકમાં પહોંચાડી ન શકીએ ? પહોંચાડી શકીએ છીએ.
સકારાત્મક માહોલને ફેલાવવા માટે આ ટેક્નોલોજીથી સારું કોઇ માધ્યમ નથી. નકારાત્મકતા માટે તો આખી દુનિયા પડી છે, પરંતુ કોઇ તો હોય જે સકારાત્મકતા માટે પોતાને ખપાવી દે અને આ તમારા દ્વારા જ સંભવ છે.
શિક્ષા અને સંસ્કારમાં, હું નથી માનતો કે આ વાલીઓનો વિષય છે અન સંસ્કાર માટે તો મારી એકદમ સરળ વ્યાખ્યા છે, પ્રયત્નપૂર્વક કરેલી, વિકસાવેલી સારી આદત. તે સંસ્કાર છે બીજું શું છે ? અને એટલા માટે તમારી પાસે તે વર્ષના બાળકો હોય છે, જેમાં એવી આદતો વિકસીત હોય છે જે પોતાનામાં જ સંસ્કાર બની જાય છે. જેના કારણે સંભવ જીવન, આ વિદ્યા ભારતીનો સ્વભાવ છે. સામૂહિકતાને મહત્વ અપાય છે. આ પોતાનામાં જ આજના યુગમાં ખૂબ જ મોટી આવશક્યતા છે, નહીં તો કોઇ એક આઇસલેન્ડ બનતો રહે છે. જો માણસ આઇસલેન્ડ બની જશે તો શું થશે ? સામૂહિકતા ખૂબ જ જરૂરી છે. સામાન્ય રૂપથી સમાજ જીવનમાં સામૂહિકતાથી દૂર જવાની આદત લાગી જાય છે. બસમાં આવતો હતો, મેટ્રોમાં જતો હતો, ધીરે ધીરે કારમાં જવાનું પસંદ કરવા લાગ્યો હતો, તેનું મૂળ એક કારણ એ પણ છે કે ભીડમાં નહીં, એકલો છે. વિદ્યા ભારતીનો પ્રયત્ન એવો રહ્યો છે કે, ભીડમાં રહો, ભીડની સાથે ચાલો અને જુઓ જિંદગીનો આનંદ શું હોય છે, આ ખૂબ જ મોટા સંસ્કાર છે. તેને આપણે તાકાતના રૂપમાં કેવી રીતે ઉપયોગમાં લઇ શકીએ.
આપણી શિક્ષા અને સંસ્કાર, સંસ્કાર ફક્ત આપણે એ કહી રહ્યા છીએ કે આ ગીત ગાય તો સંસ્કાર છે. આપણે તે ઉદાહરણ આપીએ તો સંસ્કાર છે. જરૂરી નથી, આપણે દુનિયાના કોઇ પણ ખૂણાની વાત કરીને પણ સંસ્કારિત બની શકીએ છીએ અને તેનું પોતાનું એક સામર્થ્ય હોય છે. ત્યારે જઇને આપણા લોકોની બોલીની પરિભાષા વ્યાપક બનશે. આપણી બોલચાલનો જે શબ્દકોષ છે તે હજાર, 1200 વાળો છે. તે આપણો શબ્દકોષને આપણે એક લાખ શબ્દોવાળો કેવી રીતે બનાવી શકીએ છીએ ? આપણી બોલીનો શબ્દકોષ મોટો થતો જાય છે, તેમનો વિસ્તાર થાય છે, તો સમાજના અન્ય લોકો જે ભાષા સમજે છે, તે ભાષામં આપણે તેને સમજાવી શકીએ છીએ. તે જ વાતને આપણે સમજીએ છીએ.
એકલ વિદ્યાલયનું અભિયાન, ખૂબ જ ઓછા લોકોને અંદાજો હશે કે 50 – 52 હજાર એકલ વિદ્યાલય કુલ મળીને, વિદ્યા ભારતીથી અલગ બાકી લોકો દ્વારા ચાલી રહ્યા છે. દૂર દૂર સુધી જ્યાં શિક્ષક જવા માટે તૈયાર નથી, જ્યાં સંસ્કાર પહોંચાડવા માટે તૈયાર નથી. ત્યાં એકલ વિદ્યાલય જઇને કામ કરી રહ્યા છે. સમાજ જીવનમાં ફેરફાર લાવી રહ્યા છે, ખૂબ ઓછા લોકો હોય છે જે જીવનમાં ફક્ત એક તક શોધે છે. કંઇક ઇચ્છે છે. આ તક આપવાનું કામ અને મોટાભાગે વિદ્યા ભારતીનું કામ ગરીબની વસ્તીમાં શરૂ થયું છે, સમાજમાં દબાયેલા કચડાયેલા લોકોની વચ્ચે શરૂ થયા છે પરંતુ શિક્ષા દ્વારા તેમના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ થયો છે. અને તે અર્થમાં વિદ્યા ભારતીએ ખૂબ જ મોટી સેવા કરી છે. તમારા સહુંના માધ્યમથી દેશની અપેક્ષાઓ ખૂબ જ છે. તમે સહું પ્રાચાર્ય, તમારે અહીં તો શિક્ષા ઉત્તમ ચાલતી હશે તો તેનું એક બરાબર માળખું બની ગયું હશે, પરંતુ તમારી પોતાની સ્કૂલ, જેને તમે સંભાળી રહ્યા છો, તે ટોચના સ્થાને કેવી રીતે આવે ? તેની પર તમે લક્ષ્ય આપો, એવી મારી અપેક્ષા છે.
ખૂબ ખૂબ ધન્યવાદ.
J.Khunt/GP
More than the Vidyarthee, your concerns are what happens to the entire Vidyalaya: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 12, 2016
Ask any person, from the richest to the poorest, what is your dream and the answer will be- I want to educate my children: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
Everybody wants to give their children a better life than what they have lead & want their children to study: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
When one says good education, they refer to having teachers who can make a difference in the life of a student: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
The lives of so many people are linked with you: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 12, 2016
Knowledge must come from all sides, we must keep our mind open to best practices from across the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
Can children from our schools become brand ambassadors of the movement to conserve energy: PM @narendramodi https://t.co/Iy8hu3Nre5
— PMO India (@PMOIndia) February 12, 2016
Cleanliness must become a Swabhav: PM @narendramodi #MyCleanIndia
— PMO India (@PMOIndia) February 12, 2016
Lets make one Vidya Bharti in every state the top school of that state: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016
Distance from science and technology hampers our growth. Important to use as much technology as possible: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 12, 2016