પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નોંધ્યું હતું કે સમગ્ર વિશ્વમાં યોગ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સાથે તેમણે આવતીકાલે, 4 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2026 (1st World Yogasana Sports Championship 2026) ના પ્રારંભ પર વિશેષ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ મંચ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યો છે, જે યોગાસન માટેના વૈશ્વિક રમતગમતના રોડમેપ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ આવતીકાલે સાંજે આશરે 6:40 વાગ્યે ટેક્નોલોજી (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. તેમણે આ નવતર કાર્યક્રમનું આયોજન કરનારાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા અને તમામ સહભાગીઓને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:
“સમગ્ર વિશ્વમાં યોગ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યો છે! આવતીકાલે, 4 જૂનના રોજ, એક ખૂબ જ વિશેષ સ્પર્ધા, પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ 2026 અમદાવાદમાં શરૂ થઈ રહી છે. આ મંચ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યો છે. યોગાસન માટેના વૈશ્વિક રમતગમતના રોડમેપ પર આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. હું પણ આવતીકાલે સાંજે આશરે 6:40 વાગ્યે ટેક્નોલોજીના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાઈશ. આવા નવતર કાર્યક્રમનું આયોજન કરનારાઓને મારા અભિનંદન અને ભાગ લેનારા તમામને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
@yogasanabharat
@worldyogasana”
Yoga is gaining tremendous popularity across the world! Tomorrow, on 4th June, a very special competition, the 1st World Yogasana Sports Championship 2026 commences in Ahmedabad. This platform has brought together Yoga enthusiasts from around the world. It is a significant…
— Narendra Modi (@narendramodi) June 3, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com