Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાએ પ્રધાનમંત્રીને ફોન કર્યો, સીઓપી – 21ની સફળતામાં તેમના હકારાત્મક વલણ અને નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો


અમેરીકાના પ્રમુખ શ્રી બરાક ઓબામાંએ સીઓપી-21ની સફળતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હકારાત્મક વલણ અને નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આજે પ્રધાનમંત્રી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે, જળવાયુ પરિવર્તન પેરીસ સમિટની ઐતિહાસિક સફળતામાં ભારતે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.

પ્રધાનમંત્રીએ યુ.એસ. કોંગ્રેસમાં પડેલા એચ-1બી અને એલ-1 વિઝા સાથે સંબંધિત પ્રસ્તાવિત કાયદા પર ભારતીય આઈટી ઉદ્યોગ અને વ્યાવસાયિકોનો મત પ્રમુખ ઓબામાને જણાવ્યો હતો.

J.Khunt/GP