પીએમઇન્ડિયા
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
ઉગતો સુરજ ઊર્જા, આશા અને આકાંક્ષાઓનું પ્રતિક હોય છે. અરૂણાચલનું તો નામ જ સૂર્યનું નામ છે. આ ઉગતા સુરજની ભૂમિ છે. એ જ કારણસર આ ભૂમિ સમગ્ર દેશના વિશ્વાસનું પણ પ્રતિક છે. અરૂણાચલ આપણા વિશ્વાસને તાકાત આપે છે, અમારા સંકલ્પને વધુ સમર્થ બનાવે છે. વીતેલા 55 મહિનામાં અનેકવાર હું તમારા સૌની વચ્ચે આવ્યો છું. તેનું એક કારણ આપ સૌના આશીર્વાદની ઝંખના તો છે જ સાથે–સાથે દેશની માટે સતત નવી ઊર્જા અને તાજગી સાથે કામ કરવાની પ્રેરણા મળે તેની માટે પણ અરૂણાચલ પ્રદેશમાં આવવાનું મને ખૂબ જ સુખદ લાગતું હોય છે. અને દરેક નાગરિક જ્યારે મળે છે, જય હિન્દ બોલીને આવકારે છે. એવો મનને આનંદ મળે છે, એટલી ઊર્જા મળે છે અને આ જય હિંદને જિંદગીનો હિસ્સો બનાવનારી ધરતીને હું આજે ફરી એકવાર નમન કરું છું.
સાથીઓ, વીતેલા 55 મહિનાઓથી કેન્દ્રની એનડીએ સરકાર અને અહિયાં આગળ અમારા મિત્ર ખાંડુંજીની આગેવાનીમાં ચાલી રહેલી બીજેપીની સરકાર અરૂણાચલને સશક્ત કરવા માટે આપ સૌ લોકોના જીવનને સરળ બનાવવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે, સંપૂર્ણ ઈમાનદારી સાથે લાગેલી છે. આજે પણ મને અરૂણાચલ પ્રદેશને મજબૂતી આપવાવાળી 4 હજાર કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે.
આ પરિયોજનાઓ સિવાય તમારા પ્રદેશમાં આશરે 13 હજાર કરોડની પરિયોજનાઓ ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આજની પરિયોજનાઓ વડે અરૂણાચલ પ્રદેશનો સંપર્ક તો સુધરશે જ રાજ્યના ઊર્જા ક્ષેત્રને પણ મજબુતી મળશે. આ પરિયોજનાઓ વડે જ્યાં, એક બાજુ રાજ્યની સ્વાસ્થ્ય સેવાઓનું સ્વાસ્થ્ય સુધરશે, તો ત્યાં જ બીજી બાજુ અરૂણાચલની સંસ્કૃતિને પણ પ્રોત્સાહન મળશે. આ બધી જ પરિયોજનાઓ માટે આપ સૌને ખૂબ–ખૂબ અભિનંદન.
ભાઈઓ અને બહેનો, આજે આઝાદી પછી એક જ પાર્ટીના 55 વર્ષોને એક બાજુ રાખો અને બીજી બાજુ કેન્દ્રમાં અમારા વીતેલા 55 મહિનાઓને બીજી બાજુ રાખીને તુલના કરો. અરૂણાચલ અને સમગ્ર પૂર્વોત્તર માટે શું–શું કામ થયા છે, તેનું ચિત્ર તમારી સામે સ્પષ્ટ જોવા મળશે.
અરૂણાચલની પાસે તો સમૃદ્ધ જળ સંપદા છે. અહિયાં વીજળી ઉત્પન્ન કરવાની અભૂતપૂર્વ ક્ષમતા રહેલી છે, પરંતુ વિકાસ તે ગતિએ નહોતો થઇ શકતો, જેવો થવો જોઈતો હતો. આ દેશની સુરક્ષા સાથે જોડાયેલ એક મહત્વનું ક્ષેત્ર રહ્યું છે. વ્યુહાત્મક દ્રષ્ટિએ પણ આ મહત્વનું ક્ષેત્ર રહ્યું છે. તેમ છતાં અહિયાં જરૂરી સુવિધાઓનું નિર્માણ નથી થયું. સ્થિતિ તો એવી હતી કે ના તો અહિયાંના નવયુવાનોની દરકાર કરવામાં આવી અને ન તો સરહદ પર ઉભેલા જવાનોની.
સાથીઓ, પહેલાની સરકારોએ એ બાબત પર ઓછું જ ધ્યાન આપ્યું કે આ ક્ષેત્રની અવગણના કરવાથી અહિયાંના લોકોને કેટલી મુશ્કેલીઓ અને તકલીફો થાય છે. દેશને… અને તમે જુઓ છો દાયકાઓથી અહિયાં માંગણી ચાલી રહી હતી કે અરૂણાચલ પ્રદેશ સહિત અહિયાંના તમામ ક્ષેત્રોમાં આધુનિક માળખાગત બાંધકામની જરૂરિયાત છે, પરંતુ પહેલાવાળાઓએ તેની પણ દરકાર ના કરી. સાથીઓ, આ સરકાર દ્વારા આ સ્થિતિને બદલવા માટેનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હું વેર વારે કહેતો આવ્યો છું કે ન્યુ ઇન્ડિયા ત્યારે જ પોતાની સંપૂર્ણ શક્તિ સાથે વિકસિત થઇ શકશે જ્યારે પૂર્વીય ભારત પૂર્વોત્તરનો ઝડપી ગતિએ વિકાસ થશે. આ વિકાસ સંસાધનોનો પણ છે અને સંસ્કૃતિના ગૌરવનો પણ છે. આ વિકાસ જુદા જુદા ક્ષેત્રોને જોડવાનો પણ છે અને જન જનને જોડવાનો પણ છે.
ભાઈઓ અને બહેનો, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ મંત્ર પર ચાલતા વીતેલા 55 મહિનાઓમાં અરૂણાચલ અને પૂર્વોત્તરના વિકાસ માટે ન તો ક્યારેય ભંડોળની અછત પડવા દીધી છે અને ન તો ઈચ્છા શક્તિની અછત આવવા દીધી છે. વીતેલા વર્ષોમાં રાજ્યોને 44 હજાર કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું છે, જે પાછલી સરકારની સરખામણીએ લગભગ બમણું છે બમણું.તે સિવાય કેન્દ્ર સરકાર અહિયાં હજારો કરોડના અન્ય પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. વિકાસની આ કડીમાં આજે અરૂણાચલમાં એક સાથે બે એરપોર્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ થઇ રહ્યા છે. કદાચ આ પહેલીવાર થયું છે કે ભારતમાં કોઇપણ રાજ્યમાં એક એરપોર્ટ ઉપર કામ પૂરું થયું હોય અને બીજા ઉપર કામ શરુ થઇ ગયું હોય. અરૂણાચલ પ્રદેશની માટે તો આ વધુ મહત્વનો અવસર છે કારણ કે આઝાદીના આટલા વર્ષો સુધી અહિયાં એક પણ એવું એરપોર્ટ નહોતું જ્યાં નિયમિત રૂપે મોટા મુસાફર વિમાનો ઉતારી શકાય. ગુવાહાટી સુધી એરપોર્ટનું જોડાણ હતું અને ત્યાંથી કાં તો રોડ માર્ગે તમારે આવવું જવું પડતું હતું અથવા તો પછી મજબૂરીમાં, અથવા ઈમરજન્સીમાં હેલીકોપ્ટરનો સહારો લેવો પડતો હતો.
સાથીઓ, આજથી તેજુ એરપોર્ટ સામાન્ય જનતા સાથે જોડાયેલી યાત્રી સેવાઓ આપવા માટે તૈયાર છે. તેજુ વિમાન મથકને લગભગ 50 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તે પછી કોઈએ પણ એ ના વિચાર્યું કે તેનો ઉપયોગ અહિયાંના લોકોને દેશની સાથે જોડવા માટે પણ કરી શકાય તેમ છે. અમારી સરકારે આ નાના એરપોર્ટનું આશરે સવા સો કરોડ રૂપિયાનો ખર્ચો કરીને વિસ્તૃતીકરણ કર્યું છે. અહિયાંની આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી. હવે આના પછી અરૂણાચલ પ્રદેશનો આ હવાઈ સંપર્ક ગુવાહાટી, જોરહાર્ટ અને વાલોંગ સાથે થઇ જશે. અને હું એ પણ જણાવી દઉં કે અરૂણાચલ પ્રદેશ પ્રાકૃતિક રૂપે એટલું વધુ સમૃદ્ધ છે કે જો દિલ્હી અને મોટા શહેરના લોકોને અહિંના જુદા–જુદા રંગના ફૂલો, તાજા ફૂલો પણ જો માત્ર જોવા મળી જાય ને તો પણ તેઓ કદાચ આખો દિવસ એ જ જોતા રહી જશે.
હવે આ વિમાન મથક બનવાથી આપણે માત્ર અમુક જ કલાકોમાં અહિંથી ફળ–ફૂલ હિન્દુસ્તાનના મોટા બજારોમાં લઇ જઈ શકીએ છીએ, મારો ખેડૂત કમાણી કરી શકે છે.
સાથીઓ, કેટલાક મહિનાઓ પહેલા જ અરૂણાચલ માટે વ્યાવસયિક ફ્લાઈટ શરુ કરવામાં આવી હતી. હવે આ એરપોર્ટના વિસ્તૃતીકરણ વડે તમને બમણો લાભ થવાનો છે. સરકારનો પ્રયાસ છે કે ઉડાન યોજના અંતર્ગત ખૂબ જ સસ્તી હવાઈ મુસાફરીનો વધુ ફાયદો અરૂણાચલ પ્રદેશના આપ સૌને મળી શકે. સાથીઓ, આશરે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે હોલોંગ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ પણ આજે થયો છે. કેટલાક મહિનાઓ પહેલા જ દેશના 100માં અને પૂર્વોત્તરના પહેલા ગ્રીનફિલ્ડ પાક્યોંગ એરપોર્ટનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. હું તમને આશ્વસ્ત કરું છું કે પૂર્વોત્તરના આ બીજા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદઘાટન પણ સમયસર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. અને તમે જાણો જ છો કે જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ.
સાથીઓ, આ હવાઈ માર્ગની સાથે સાથે રોડમાર્ગ અને રેલવે દ્વારા પણ અરૂણાચલનો ભારત સાથેનો સંપર્ક મજબૂત કરવામાં આવી રહ્યો છે. લગભગ સાત કરોડ રૂપિયાના ખર્ચે બનનારી – સુરંગને પણ ખૂબ ટૂંક સમયમાં તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જ્યારે આ સુરંગ બની જશે તો બાલીપાડાથી તવાંગ સુધી પહોંચવાનું સરળ બની જશે. વર્ષ દરમિયાન દરેક ઋતુમાં તમારા આવવા જવાની સમસ્યાનું સમાધાન થઇ શકશે. હમણાં તાજેતરમાં જ બ્રહ્મપુત્ર, પ્રદેશના સૌથી મોટા રેલ રોડ બ્રીજ બોગીબીલ પુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેનાથી પણ અરૂણાચલ પ્રદેશના અનેક ક્ષેત્રોને ખૂબ લાભ મળી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો, અરૂણાચલ પ્રદેશમાં સંપર્ક ભલે ગામડાનો હોય, શહેરનો હોય કે પછી દેશના બીજા ભાગો સાથેનો, કેન્દ્ર સરકાર હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓ પર આજે કામ કરી રહી છે. તેમાં લગભગ 5 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો તો બનાવવામાં આવી જ રહ્યા છે, વીતેલા બે વર્ષોમાં જ લગભગ એક હજાર ગામડાઓને પણ રસ્તાઓ સાથે જોડવામાં આવ્યા છે. લગભગ 4 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ટ્રાન્સ અરૂણાચલ હાઈવે પર પણ ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સાથીઓ, માર્ગ સંપર્ક સિવાય રેલવેને લઈને પણ અભૂતપૂર્વ કામ અરૂણાચલ પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે. પૂર્વોત્તરના દરેક રાજ્યની રાજધાનીને રેલવે સાથે જોડવાના અભિયાન અંતર્ગત ઇટાનગરને પણ રેલવે સાથે જોડી દેવામાં આવ્યું છે. નાહરલાંગુન અને દિલ્હીની વચ્ચે ચાલનારી અરૂણાચલ એસી એક્સપ્રેસ હવે અઠવાડિયામાં બે વખત ચાલવા લાગી છે. તે સિવાય સમગ્ર અરૂણાચલ પ્રદેશમાં રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માટે સાત જગ્યાઓ પર સર્વેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેમાંથી ત્રણ જગ્યાઓ પર સર્વેનું કામ પૂરું પણ થઇ ગયું છે. તવાંગને પણ રેલવે નેટવર્ક સાથે જોડવાની મોટી યોજનાઓ ઉપર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.
ભાઈઓ અને બહેનો, હાઈવે, રેલવે, એર–વેની સાથે–સાથે વીજળીનું જોડાણ પણ મહત્વનું છે. આજે હું અરૂણાચલ પ્રદેશને સૌભાગ્ય યોજના અંતર્ગત લગભગ દરેક પરિવાર સુધી વીજળી પહોંચાડનારું રાજ્ય બનવા બદલ ખૂબ–ખૂબ અભિનંદન આપું છું, મુખ્યમંત્રીજીને અભિનંદન આપું છું, તેમની આખી ટીમને અભિનંદન આપું છું. આજે અરુણાચલે જે પ્રાપ્ત કર્યું છે તે ખૂબ જ ટૂંક સમયમાં સમગ્ર દેશમાં પણ પ્રાપ્ત થવાનું છે. સૌભાગ્ય યોજના અંતર્ગત વીતેલા એક દોઢ વર્ષમાં જ દેશમાં લગભગ અઢી કરોડ પરિવારોના ઘર, તે ઘરોમાંથી અંધારાને નાબૂદ કરવામાં આવ્યું છે, દૂર કરવામાં આવ્યું છે. મફતમાં વીજળીના જોડાણો આપી દેવામાં આવ્યા છે.
સાથીઓ, દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની સાથે સાથે પૂરતી વીજળી પણ પહોંચી શકે તેની માટે પણ અમારી સરકાર ઊર્જા નિર્માણ પર પણ જોર મૂકી રહી છે. આજે એક 110 મેગાવોટ પારે હાયડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે, તેનાથી અરૂણાચલને તો વીજળી મળશે જ, પરંતુ પૂર્વોત્તરના બીજા રાજ્યોને પણ લાભ મળશે. ત્યાં જ અહિં ટ્રાન્સમિશન સિસ્ટમને સુધારવા માટે લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયાનું કામ પણ આજથી શરુ કરવામાં આવ્યું છે. તેનાથી રાજ્યના દૂર–સુદૂરના વિસ્તારોમાં વીજળી ઉપલબ્ધ થઇ શકશે. સાથે જ એક વધુ મોટું કામ એ થશે કે, અહિંની વીજળી વ્યવસ્થા ગ્રિડ સાથે જોડાઈ જશે. સાથીઓ, કનેક્ટિવિટી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ જ્યારે કોઈ રાજ્યમાં મળવા લાગે છે તો ત્યાં સામાન્ય માનવીનું જીવન તો સરળ બને જ છે પરંતુ સાથે જ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે છે. પ્રવાસન તો એક એવું ક્ષેત્ર છે જ્યાં દરેક વ્યક્તિ કમાય છે. ગાઈડ કમાય છે, હોટલવાળો કમાય છે, ટેક્સી વાળો કમાય છે, દુકાનદાર કમાય છે, રમકડાવાળો કમાય છે, ફૂલવાળો કમાય છે અને ચાવાળો પણ કમાય છે.
ગઈકાલે મેં એક ટ્વીટ કરી હતી પૂર્વોત્તરના સૌન્દર્યના સંદર્ભમાં, પૂર્વોત્તરના પ્રવાસનની શક્યતાઓના સંદર્ભમાં, અને મેં લોકોને વિનંતી કરી હતી કે તમે જો પૂર્વોત્તરમાં ગયા હોવ તો ત્યાંના અનુભવનો એક ફોટો શેર કરો. મને નવાઈ લાગી કે કેટલીક જ સેકન્ડમાં હજારો લોકોએ ટ્વીટ કરી કે તેઓ પૂર્વોત્તર ગયા હતા, શું અનુભવ થયો, પોતાના ફોટો ટ્વીટ કરી દીધા. પ્રવાસનને કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે!! અને જે રીતે દેશવાસીઓએ અને વિદેશોમાંથી પણ લોકોએ ટ્વીટ્સ કરી હતી. તમે પણ જો તે હેશ ટેગ પર જઈને જોશો, તમને પણ નવાઈ લાગશે કે કેવી રીતે દેશ અને દુનિયા તમારા પ્રત્યે ગર્વનો અનુભવ કરે છે.
અરૂણાચલ માટે પ્રકૃતિએ ન તો કોઈ ઉણપ છોડી છે અને ન તો અધ્યાત્મ અને આસ્થા સાથે જોડાયેલ સ્થાનોની અહિં કોઈ ખોટ છે. નવા વિમાનમથકો બનવાથી, નવી રેલવે લાઈનો પથરાવાથી અહિં દેશ–વિદેશના પ્રવાસીઓની સંખ્યા પણ વધશે. તેનાથી અહિયાંના યુવાનોની માટે રોજગારના અનેક નવા અવસરો ઉપલબ્ધ થશે અને અરૂણાચલની અર્થવ્યવસ્થાને પણ તાકાત મળશે.
ભાઈઓ અને બહેનો, કેન્દ્ર સરકાર દેશના દરેક ક્ષેત્રની સંસ્કૃતિ, ભાષા, ખાણી–પીણી, રહેણી–કરણીને સુરક્ષિત અને સંરક્ષિત કરવા માટે, તેનો વધુ વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વિવિધતા આ ભારતનો અનમોલ ખજાનો છે, તે આપણું ગૌરવ છે અને ભાજપાની તો વિચારધારામાં જ ભારતની સંસ્કૃતિ પ્રત્યે અમારો મજબુત આગ્રહ રહ્યો છે. એ જ કારણ છે કે અમારી સરકારે અરૂણાચલની સંસ્કૃતિને તાકાત આપવા માટે અહિયાં આપણા 24 કલાકની ટીવી ચેનલ અરુણ પ્રભાની પણ શરૂઆત કરાવી દીધી છે.
તમારી આ ચેનલ માટે અહિયાં આગળ બધા જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ચેનલના કારણે હવે રાજ્યના દૂર–સુદૂરના વિસ્તારોના સમાચારો પણ તમારા સુધી વધુ ઝડપથી પહોંચી જશે. મને આશા છે કે ચેનલ અહિંની સંસ્કૃતિ, અહિયાંની પરંપરાની એક શાનદાર વાહક બનશે. સમગ્ર દેશના લોકોને અરૂણાચલની સુંદરતાનો પરિચય કરાવશે. એ જ રીતે જોટેમાં બનનારા ફિલ્મ અને ટેલીવિઝન ઇન્સ્ટિટયૂટ વડે અહિંના યુવાનોને નવી તકો તો મળશે જ પરંતુ સાથે જ અહિયાંની સંસ્કૃતિને એક વધુ સારી અભિવ્યક્તિ પણ મળશે.
ભાઈઓ અને બહેનો, અમારી સરકાર વિકાસની પંચધારા એટલે કે બાળકોનો અભ્યાસ, યુવાનોની કમાણી, વડીલોની દવા, ખેડૂતોને સિંચાઈ અને જન જનની સુનાવણી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં દેશના દરેક વ્યક્તિ સુધી સસ્તી અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવા માટે દેશમાં ઐતિહાસિક કામ થઇ રહ્યું છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે અને ગંભીર બીમારીઓ માટે મોટા દવાખાનાઓમાં ગરીબોને મફત ઈલાજ સુનિશ્ચિત કરાવવામાં આવી રહ્યો છે.
સાથીઓ, અહિયાં જે 50 આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેનાથી દૂર–સુદૂરના ક્ષેત્રોમાં સારી સ્વાસ્થ્ય સુવિધાઓ તો મળી જ શકશે પરંતુ સાથે સાથે ગંભીર બીમારીઓની ઓળખ શરૂઆતના તબક્કામાં જ થઇ શકશે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને ઈમરજન્સી જેવી સ્થિતિઓની માટે આ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો ખૂબ કામમાં આવવાના છે.
સાથીઓ, અરૂણાચલ પ્રદેશના ગરીબ પરિવારોને પણ બાકી દેશની જેમ જ આયુષ્માન ભારત પીએમજેએવાય એટલે કે મોદીકેરનો લાભ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓની સ્થિતિમાં ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનો મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હજુ આ યોજનાને દોઢસો દિવસ પણ નથી થયા. લગભગ 11 લાખ લોકોએ દેશભરમાં ઈલાજનો લાભ મળી ચુક્યો છે. મને જાણકારી આપવામાં આવી છે કે પેમાં ખાંડુંજીની સરકાર આ પ્રયાસોને વધુ વિસ્તાર આપવામાં લાગેલી છે.
સાથીઓ, સામાન્ય માનવીના આરોગ્યની સાથે સાથે દેશના ખેડૂતના સ્વાસ્થ્યને આર્થિક તાકાત આપવા માટે પણ આ વર્ષના બજેટમાં ખેડૂતોની માટે ઘણી મોટી યોજના લાવવામાં આવી છે. પીએમ ખેડૂત સન્માન નિધિ. આ પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત તે દરેક ખેડૂત પરિવારને કે જેની પાસે પાંચ એકર અથવા તેનાથી ઓછી જમીન છે, દર વર્ષે દિલ્હીથી કેન્દ્ર સરકાર તેના બેંક ખાતામાં છ હજાર રૂપિયા સીધા જ જમા કરાવશે અને આ દર વર્ષે થશે, વર્ષમાં ત્રણ વાર બે–બે હજાર રૂપિયા પહોંચાડવામાં આવશે, જેથી કરીને ખેતીની સાથે તેને સાંકળી શકાય. તેનાથી અરૂણાચલ પ્રદેશના પણ અનેક ખેડૂતોને લાભ થશે.
ભાઈઓ અને બહેનો, ખેતીને તો અમે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી જ રહ્યા છીએ, સાથે–સાથે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. મને જણાવવામાં આવ્યું છે કે અહિયાંની સરકાર આ દિશામાં ઘણી ઝડપથી આગળ વધવાનું કામ કરી રહી છે. અને હું તમને ખાતરી આપું છું કે કેન્દ્ર તરફથી જે પણ મદદની તમારે જરૂર હશે તો મદદ સંપૂર્ણ રીતે તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ભાઈઓ અને બહેનો, અરૂણાચલ પ્રદેશ દેશનું ગૌરવ છે, તે ભારતના વિકાસનું, ભારતની સુરક્ષાનું મુખ્યદ્વાર પણ છે. આ મુખ્યદ્વારને શક્તિ આપવાનું કામ ભાજપની સરકાર કરતી રહેશે. આપ સૌના આશીર્વાદ વડે તમારો આ પ્રધાન સેવક અરૂણાચલ સહિત આ સમગ્ર ક્ષેત્રને વિકાસનો ભાગ બનાવવામાં લાગેલો છે. એક વાર ફરી આજે શરુ થયેલી પરિયોજનાઓ માટે હું આપ સૌ અરૂણાચલના મારા વ્હાલા ભાઈ બહેનોને ખૂબ અભિનંદન આપું છું. જય હિંદનો નારો જેમની જીભ પર દરેક ક્ષણે રહે છે એવા મારા અરૂણાચલવાસી મારી સાથે બોલો–
જય હિંદ…. જય હિંદ
જય હિંદ…. જય હિંદ
જય હિંદ….. જય હિંદ
ખૂબ–ખૂબ આભાર!
RP
आज अरुणाचल प्रदेश में 4 हजार करोड़ से ज्यादा रुपये की परियोजनाओं का शिलान्यास और लोकार्पण करने का अवसर मिला।
— PMO India (@PMOIndia) February 9, 2019
कनेक्टिविटी तो सुधरेगी ही राज्य के पावर सेक्टर को भी मजबूती मिलेगी।
स्वास्थ्य सेवाओं की सेहत बेहतर होगी और अरुणाचल की संस्कृति को भी बढ़ावा मिलेगा: PM
मैं बार-बार कहता आया हूं कि न्यू इंडिया तभी अपनी पूरी शक्ति से विकसित हो पाएगा,
— PMO India (@PMOIndia) February 9, 2019
जब पूर्वी भारत, नॉर्थ ईस्ट का तेज़ गति से विकास होगा।
ये विकास संसाधनों का भी है और संस्कृति का भी।
ये विकास अलग-अलग क्षेत्रों को जोड़ने का भी है और दिलों को जोड़ने का भी: PM
सबका साथ, सबका विकास के इस मंत्र पर चलते हुए,
— PMO India (@PMOIndia) February 9, 2019
बीते साढ़े 4 वर्षों में अरुणाचल और उत्तर पूर्व के विकास के लिएना तो फंड की कमी आने दी गई और ना ही इच्छाशक्ति की: PM
विकास की इसी कड़ी में आज अरुणाचल में एक साथ दो एयरपोर्ट का उद्घाटन और शिलान्यास हो रहा है।
— PMO India (@PMOIndia) February 9, 2019
अरुणाचल प्रदेश के लिए तो ये और भी अहम अवसर है, क्योंकि आज़ादी के इतने वर्षों तक यहां एक भी ऐसा एयरपोर्ट नहीं था जहां नियमित रूप से बड़े यात्री जहाज़ उतर पाएं: PM
मैं अरुणाचल प्रदेश को सौभाग्य योजना के तहत करीब हर परिवार तक बिजली पहुंचाने के लिए बहुत बधाई देता हूं।
— PMO India (@PMOIndia) February 9, 2019
आज अरुणाचल ने जो हासिल किया है वो बहुत ही जल्द पूरे देश में होने वाला है।
सौभाग्य योजना के तहत देश में करीब 2.5 करोड़ परिवारों के घरों से अंधेरे को दूर किया जा चुका है: PM
अरुणाचल के लिए ना तो प्रकृति ने कोई कमी छोड़ी है और ना ही अध्यात्म और आस्था से जुड़े स्थानों की यहां कमी है।
— PMO India (@PMOIndia) February 9, 2019
नए एयरपोर्ट बनने से, नई रेल लाइन बिछने से,
यहां देश विदेश के टूरिस्टों की संख्या भी बढ़ेगी।
इससे युवाओं के लिए रोज़गार के अनेक नए अवसर बनेंगे: PM
केंद्र सरकार देश के हर क्षेत्र की संस्कृति, भाषा, खान-पान, रहन-सहन को संरक्षित करने, उनका और विकास करने के लिए प्रतिबद्ध है।
— PMO India (@PMOIndia) February 9, 2019
यही कारण है कि हमारी सरकार ने अरुणाचल की संस्कृति को ताकत देने के लिए यहां के अपने 24 घंटे के टीवी चैनल अरुण प्रभा को लॉन्च किया गया है: PM
हमारी सरकार विकास की पंचधारा:
— PMO India (@PMOIndia) February 9, 2019
बच्चों की पढ़ाई,
युवा को कमाई,
बुजुर्गों को दवाई,
किसान को सिंचाई और
जन-जन की सुनवाई सुनिश्चित करने के लिए काम कर रही है: PM
Arunachal Pradesh...
— Narendra Modi (@narendramodi) February 9, 2019
A land associated with the rising Sun, brightness and a land that is home to courageous and warm-hearted people.
Happy to have been in Itanagar. Several projects were initiated that will transform lives of the people of the state. pic.twitter.com/tZ0LWY6XAm
Efforts are on, for not one, but two airports in Arunachal Pradesh!
— Narendra Modi (@narendramodi) February 9, 2019
Such focus on connectivity and affordable aviation is unheard of in Arunachal Pradesh’s history! pic.twitter.com/DBXfE1On9F
55 years of one party and 55 months of BJP... in all spheres of Arunachal Pradesh’s development, our work has been quicker and all-inclusive.
— Narendra Modi (@narendramodi) February 9, 2019
The Congress ignored the youth of the state and their apathy towards the Jawans guarding our nation is anyway well known. pic.twitter.com/lTZys2q6yG
One of the prime considerations behind the impetus towards Arunachal Pradesh’s all-round development is to make the state an even bigger hub for tourism.
— Narendra Modi (@narendramodi) February 9, 2019
More people from India and across the world should come to Arunachal!
Tourism also boosts the local economy. pic.twitter.com/u7oPMmJJAc