Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંતરરાષ્ટ્રીય આતંકવાદ, બહુરાષ્ટ્રીય સંગઠિત ગુના અને નશીલા પદાર્થોની ઉચાપત, માદક અને મનઃ પ્રભાવી પદાર્થ અને રસાયણ ખરીદનારા અને તેમની શાખાઓ પર રોક લગાવા સંબંધી સહયોગ કરવાની સમજૂતીને પૂર્વવ્યાપી મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિમંડળે ભારત અને બહરીનની વચ્ચે આંતરરાષ્ટ્રીય આતંકવાદને નાબૂદ કરવા, બહુરાષ્ટ્રીય સંગઠિત ગુના અને નશીલા પદાર્થોની ઉચાપત, માદક અને મનઃ પ્રભાવી પદાર્થ અને રસાયણ ખરીદનારા અને તેની શાખાઓ પર રોક લગાવા સંબંધી સહયોગ કરવાની સમજૂતિને પૂર્વ વ્યાપી મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતીનો ધ્યેય બંને દેશોની વચ્ચે આતંકવાદથી સંબંધિત ગુના, બહુરાષ્ટ્રીય સંગઠિત ગુના અને માદક પદાર્થોની ઉચાપતથી સંબધિત ગુનાઓને રોકવા, એની તપાસ કરવા, અભિયોજન તથા એને નાબૂદ કરવામાં પ્રભાવશીલતામાં સુધારો લાવવાનો છે. આ સમજૂતી બંને દેશોની ખાનગી અને કાનૂનને લાગુ કરવાની એજન્સીઓના અધિકારીઓની વચ્ચે ફ્રેમવર્કને સ્થાપિત કરવા તથા સહયોગને વધારવામાં મદદ કરશે.

UM/AP/J.KHUNT/GP