Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિવસ પર પોતાનો સંદેશ આપ્યો હતો, જેની ઉજવણી દર વર્ષે 11 ઓક્ટોબરના રોજ થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં કહ્યું હતું કે,

“અત્યારે છોકરીઓ શિક્ષણથી લઈને રમતગમત એમ તમામ ક્ષેત્રોમાં નામ રોશન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિવસ પર તેમની સફળતા અને સિદ્ધિઓને શત શત વંદન!

આપણે ભારતને જાતિ આધારિત ભેદભાવથી મુક્ત અને કન્યાઓને તમામ પ્રકારની તકો મળે તેવું રાષ્ટ્ર બનાવવા ખભેખભો મિલાવીને કામ કરવું જોઈએ.”

J.Khunt/TR