Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ દ્વારા ભારતમાં દક્ષિણ એશિયા ક્ષેત્રીય પ્રશિક્ષણ તથા તકનીકી સહાયતા કેન્દ્ર સ્થાપિત કરવા માટેની ભારત-આઇ.એમ.એફ.ની સમજૂતીને મંજૂરી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ દ્વારા ભારતમાં દક્ષિણ એશિયા ક્ષેત્રીય પ્રશિક્ષણ તથા તકનીકી સહાયતા કેન્દ્ર (એસ.એ.આર.ટી.ટી.એ.સી.) સ્થાપવા માટેની ભારત-આઇ.એમ.એફ. વચ્ચેની સમજૂતીને મંજૂરી આપી દીધી છે.

મંત્રીમંડળે નાણામંત્રીને આ કેન્દ્રની સ્થાપનામાં યોગદાન માટે ઇરાદા પત્ર સહિત ભારતમાં યોગદાન, એસ.એ.આર.ટી.ટી.સી. માટે સ્થળ પસંદગી, સંચાલન સમિતિમાં ભારતના પ્રતિનિધિઓની પસંદગી માટે અધિકૃત કર્યા છે.

એસ.એ.આર.ટી.ટી.સી. આઇ.એમ.એફ. તથા સભ્ય દેશો બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાલ તથા શ્રીલંકાનું સંયુક્ત કેન્દ્ર હશે. તેનો ઉદ્દેશ સભ્યોની ક્ષમતાના વિકાસની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. બાદમાં વધારાના સભ્ય દેશ એસ.એ.આર.ટી.ટી.સી.માં સામેલ થઈ શકે છે.

આઇ.એમ.એફ. નવી દિલ્હીમાં એડવાન્સિંગ ઇન્ડિયા, ઇન્વેસ્ટિંગ ફોર ધ ફ્યૂચર વિષય પર ક્ષેત્રિય સંમેલન યોજવા જઈ રહ્યું છે.

ભારત અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ વચ્ચે થયેલી સમજૂતીમાં સુક્ષ્મ, નાણાકીય નીતિઓમાં સરકારી અધિકારીઓની ક્ષમતા વિકસાવવામાં મદદ મળશે અને દક્ષિણ એશિયાના છ સભ્યો વચ્ચે તાલમેલ વધશે.

કેન્દ્રીય અને રાજ્ય સ્તરે સુક્ષ્મ, નાણાકીય નીતિઓમાં રેવન્યૂ એકત્ર કરવામાં મદદ મળશે તથા અસરકારક પબ્લિક તથા નાણાકીય વ્યવસ્થાપનમાં સહાયતા મળશે. તેનું કારણ આર્થિક વિકાસ અને દેશમાં સમાવેશક વિકાસ હશે.

આઇ.એમ.એફ. દ્વારા ક્ષમતા વિકાસ કરવાથી વિશ્વ તથા દક્ષિણ એશિયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ વ્યવહાર અપનાવી શકાશે. તેમાં આઇ.ટી. તથા નવી ટેક્નોલોજીના માધ્યમથી આર્થિક તથા નાણાકીય વિષયોનું નવિનતમ સમાધાન થઈ શકશે.

J.Khunt