Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન મુખ્યાલયની આધારશિલા રાખવાના સમારંભ માટે પ્રધાનમંત્રી તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મેટ્રોથી ગુડગાંવ સુધીની યાત્રા કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ફ્રાંન્સુવા ઓલાંદે આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન મુખ્યાલયની આધારશિલા રાખવાના સમારંભ માટે મેટ્રોથી ગુડગાંવ સુધીની યાત્રા કરી હતી.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું કે જળવાયુ પરિવર્તનના પડકાર સામે લડવા માટે વિશ્વના શું વિચારો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે પેરિસમાં સીઓપી 21ના અવસર પર 2 મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી તેમાંથી એક ‘અભિનવ અભિયાન’ હતી જેનો ઉદ્દેશ્ય ટેક્નોલોજીમાં અભિનવોના માધ્યમથી લોકો માટે આસાનીથી ઉપલબ્ધ સ્વચ્છ ઉર્જાનું નિર્માણ કરવાનું છે. તેની બીજી પહેલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન હતી જેનો ઉદ્દેશ્ય સૂર્યની સારી ઉર્જાને એકત્રિત કરવાની સાથે દેશોને એક સાથે લાવવાનું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોના જીવન માટે કાર્ય કરશે તે સંદર્ભમાં તેમણે સમુદ્રી જળસ્તર વધવાના ખતરાનો સામનો કરી રહેલા નાના દ્વિપ સમુહોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જોર આપ્યું કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એક સ્વતંત્ર સંગઠન હશે.

AP/J.Khunt