Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આઈઆઈએફસી લિમિટેડની મૂડીમાં રૂપિયા 2600 કરોડના વધારાને કેબિનેટની મંજૂરી


સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની ઈન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ કંપની લિમિટેડ (આઈઆઈએફસીએલ)ની મૂડીમાં રૂપિયા 2600 કરોડના વધારાને કેન્દ્રીય કેબિનેટે પાછલી મુદતથી – એક્સ પોસ્ટ – ફેક્ટો મંજૂરી આપી છે. આ રકમ મૂળે 2007-08થી 2012-13ના ગાળામાં કંપનીના ભાવિ વિકાસને ટેકો પૂરો પાડવા ડિમાન્ડ ફોર ગ્રાન્ટસમાં મંજૂર કરાઈ હતી, જેને નાણાંમંત્રીએ પણ માન્ય કરી હતી.

1956ના કંપની ધારા હેઠળ 2024માં રૂપિયા 1000 કરોડની અધિકૃત શેર મૂડી સાથે આ કંપની સ્થપાઈ હતી. આઈઆઈએફસીએલને ટકી શકે એવા આંતરમાળખાના પ્રોજેક્ટ માટે નાણા પૂરા પાડવાની યોજના હેઠળ લાંબાગાળાનું ધિરાણ પુરું પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.

AP/J.Khunt/GP