પીએમઇન્ડિયા
હું આઈડીએફસી બેન્કને અભિનંદન આપું છું કે 18 વર્ષની યાત્રા એ કોઇ મોટી વાત નથી પરંતુ 18 વર્ષની આ નાનકડી યાત્રામાં પણ ભારતના નક્શા પર પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ હજુ સુધી તેણે જે સ્થાન બનાવ્યું હતું તે ઈંટ, ચૂનો, માટી, પથ્થર વગેરે દ્વારા બનાવ્યું હતું. ક્યારેક રોડ બનાવ્યા તો ક્યારેક ઈમારત બનાવી, ક્યારેક બંદરો બનાવ્યા પરંતુ હવે તે જીવનનિર્માણની દિશામાં પગલું મુકે છે. અને મારું માનવું છે કે 18 વર્ષમાં જે પડકાર તમને મળ્યા છે તેનાથી પણ વધુ મોટા પડકારોનો સામનો હવે તમારે કરવાનો રહેશે. કારણ કે તે એક સિમિત ગ્રાહકો સુધી મર્યાદિત હતું પણ હવે તમારે પોતાની ગાડીને આગળ વધારવાની છે. અને કેટલીક વસ્તુઓ તેમાં ચોક્કસપણે હોય છે, અગાઉથી ખબર હોય છે કે ભાઈ આ પ્રોજેક્ટનું શું થશે, શું રીફન્ડ હશે, શું રેવન્યુ હશે, બેન્કની શું સ્થિતિ રહેશે. આ એ ક્ષેત્ર નથી. અને એટલા માટે જ એક એન્જીનિયરનું કાર્ય સરળ હોય છે પરંતુ એક શિક્ષકનું કામ પણ ભારેખમ હોય છે કારણ કે શિક્ષકે તો જીવન તૈયાર કરવાનું છે, એન્જીનિયરે તો ઇમારત બનાવવાની હોય છે. આઈડીએફસી હજુ સુધી જે કામ કરતી હતી હવે તેણે શિક્ષકની ભૂમિકા પણ ભજવવાની રહેશે અને એટલા માટે જ મને લાગે છે કે આવનારા દિવસોમાં આ પડકારો હોવા છતાં એક સાચી દિશામાં પગલું હશે.
આ બેન્કનો મુખ્ય હેતુ તો ગામમાં જવાનું છે અને મારું માનવું છે કે આ દેશનું દુર્ભાગ્ય છે કે દેશને નિયમ બનાવવો પડ્યો જ્યાં સુધી 25 ટકા બેન્ક તમે ગામમાં નથી શરુ કરતાં ત્યાં સુધી તમને પરમિશન નહીં મળી શકે. હું માનું છું કે આ નિયમ બનાવવાની જરૂર ન પડવી જોઈએ. પરંતુ પડી. કારણ કે આપણે લોકોએ ક્યારેય પણ આપણા ગ્રામીણ જીવનની ક્ષમતાને સમજી શક્યા નથી અને શહેરીજીવન, સરકારો, સરકારી મશીનરી ત્યાં આ કારોબારને ચલાવવા માટે અનેકગણા અવસર હોય છે અને એટલા માટે જ એક પ્રકારથી બેન્કનું સંચાલન કરવું, બેન્કના ગ્રોથને સતત જાળવી રાખવાનું એ વધુ પડકારજનક કામ નથી પરંતુ તે તરફ ધ્યાન ગયું જ નથી. પરંતુ તાજેતરના કેટલાક વર્ષમાં તે ધ્યાનમાં આવ્યું છે અને હવે દરેકની નજરમાં આવ્યું છે કે ગ્રામીણ જીવન પણ એક ખૂબ મોટું ગ્રોથ સેન્ટર બન્યું છે.
તમને ખબર હશે કે જ્યારે ટેલિકોમ ઈન્ડસ્ટ્રી આવી અને તેને જ્યારે પણ સ્પેક્ટ્રમ આપવામાં આવતું હતું અને ગામની વાત કરતા હતા ત્યારે તેઓ આનાકાની કરવા લાગી જતા હતા. અથવા તો કોઇને સબ-કોન્ટ્રાક્ટ આપી દેતા હતા અને પોતાનું કામ ચલાવી લેતા હતા. પરંતુ જ્યારે તેઓ ગામડાંમાં ગયા ત્યારે તેમના માટે પણ અજાયબીની વાત હતી કે ટેલિકોમનો વિકાસ દર શહેરની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારમાં વધારે હતો. ફેલાવો પણ વધારે હતો અને ઝડપ પણ વધુ હતી. અને આ અર્થમાં તેમના માટે તે..અચ્છા. ગામડાંના વ્યક્તિનું મોટાભાગનો સંદેશાવ્યવહાર મોટાભાગે અન્ય શહેર સાથે થતું રહેતો હતો અને એટલા માટે જ આવકનું સ્તર પણ વધારે રહેતું હતું. શહેરનું ગામ, શહેરમાં જ શહેરમાં કરવાનું રહેતું હતું પરંતુ તેમના આવકનું સ્તર..પરંતુ આ વાતો તેમના ધ્યાને આવી ત્યાં ગયા પછી. હું સમજું છું કે બેન્કિંગ સેક્ટર માટે પણ હવે આ અનુભવ રહેવાનો છે. વધારે ઝડપથી ગ્રામીણ અર્થવ્યવસ્થા ભારતના જીવનને એક તાકત આપી રહી છે. મોટો ફેરફાર આવી રહ્યો છે.
એક બીજી વાત પણ છે જેમ કે અરૂણજીએ વધુ વિસ્તારપૂર્વક બતાવ્યું કે હવે બેન્કિંગ જીવન બદલાઈ ગયું છે, હવે તે મોબાઇલ બેન્કિંગ જ ચાલવાનું છે. પ્રિમાઈસિસ-લેસ, પેપર-લેસ આ જ બેન્કની ઓળખ બનવાની છે. તેમાં ન તો કોઇ સ્થાન હશે અને ન તો કોઇ કાગળિયા હશે. અને તેમ છતાં પણ બેન્ક ચાલશે, લોકોને નાણાં પણ મળશે અને લોકોનો વેપાર પણ ચાલશે. આપણા દેશમાં ધીમે ધીમે આ સ્થિતિ આવવાની છે કે કરન્સી પણ, કદાચ આજે ચલણી નાણું છાપવાનો છે ખર્ચ આવે છે તે પણ ધીમે ધીમે ધીમે ઓછું થતો રહેશે કારણ કે આ વેપાર આ પ્રકારથી વધવાનો છે. અને આપણે પણ દેશને એ દિશામાં લઇ જવાનું છે. અને જેમ જેમ આપણે ટેકનોલોજીના સહારે બેન્કિંગ કરીશું, જ્યારે આપણે પેપર-લેસ બેન્કની વ્યવસ્થા કરીશું, કરન્સી-લેસ વેપાર ચલાવીશું તો કાળાનાણાંની સંભાવના ધીમે ધીમે શૂન્ય તરફ જતી રહેશે. અને એટલા માટે જ આ બધી વ્યવસ્થાનો ઉપયોગ એક મર્યાદિત વર્તુળમાં થવાનો છે જે દેશની મૂળભૂત કેટલીક વાતો છે જેમને સંબોધવાના છે. આઈડીએફસી તેનો પ્રારંભ કરી રહ્યું છે. મધ્યપ્રદેશથી તેનો પ્રારંભ થઇ રહ્યો છે તે પણ એવા વિસ્તારથી જે એક પ્રકારથી આદિવાસી ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, નર્મદા કિનારા સાથે સંકળાયેલું છે ત્યાંથી તેના કામનો પ્રારંભ થઇ રહ્યો છે તે પણ આવશ્યક છે. આજે સમગ્ર વિશ્વ આર્થિક દૃષ્ટિએ ભારત પ્રત્યે એક મોટા સંતોષની નજરથી જોઇ રહ્યું છે ફક્ત આશાની નજરથી નહીં એક સંતોષની નજરથી. અને તેને લાગે છે કે આખા વિશ્વમાં ગરબડ આવી રહી છે પરંતુ એક ભારત છે કે જે સ્થિર ઉભું રહી શક્યું છે અને વૈશ્વિક અર્થતંત્રમાં પણ કોઇ રાષ્ટ્રનું સ્થિર અર્થતંત્રને સંભાળવાનું તે પણ પોતાની રીતે વિશ્વમાં સંતુલન બનાવવા માટે એક ખૂબ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. અને તે ભૂમિકા ભારતે આ સમગ્ર વૈશ્વિક સંકટના સમયે ભજવી છે. આટલા ગંભીર સમયે પણ ભારત પોતાને બનાવી શક્યું છે. અને બની શક્યું છે તો આગળ વધવાની સંભાવના પણ તેમાં સૌથી વધારે છે.
વિશ્વ ભારતના સંદર્ભે આ અનુમાન લગાવે છે કે ભારતની ક્ષમતા એટલી અપરંપાર છે. લોકો એવું નથી કરતાં કે ભાઈ, તમે કેવી રીતે આગળ વધશો, તમે થોડુક ટકી શકશો કે નહીં, બચી શકશો કે નહીં એ ચર્ચા નથી. ચર્ચા એ છે કે અરે ભાઈ આટલી તક છે તમે આટલા ઠંડા કેમ છો આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. એટલે કે સમગ્ર વિશ્વને લાગે છે કે આજે વિશ્વના આર્થિક જીવનમાં સૌથી વધુ ક્ષમતાવાળું જો કોઇ ક્ષેત્ર છે કે જ્યાં ગ્રોથ સ્ટોરી છે તો તે હિન્દુસ્તાનમાં છે. અને આપણે જોયું છે કે વિશ્વ બેન્ક હોય, આઈએમએફ હોય બાકીની જેટલી પણ રેટીંગ એજન્સીઓ હોય, દરેકે કહ્યું છે કે ભારત આજે દુનિયાની, મોટા દેશોની સૌથી ઝડપથી ગતિથી આગળ વધનારી કંપની છે. જો આ શક્તિ આપણી પાસે છે તો આપણું કામ છે કે આપણે પાયાને વધારે મજબૂત કરીએ અને ઉપર પણ વધતા જઇએ. ઉપર અને આજુબાજુ બન્ને તરફ આપણે આગળ વધવું પડશે અને હોરિઝોન્ટલ જવા માટે આ ગ્રામીણ જીવનમાં આપણે કેવી રીતે પ્રવેશીએ. આપણા વ્યાપને કેવી રીતે વધારી શકીએ. એ પ્રકારે આપણે નવા નવા ક્ષેત્રોને કેવી રીતે પસંદ કરી શકીએ, જો આપણે પ્રાયોરિટી સેક્ટરને જોઇએ, પ્રાયોરિટી સેક્ટરને નાણાં આપવા, આ અંગે સરકારના કેટલાક નિયમ આવે છે, જાય છે, પરંતુ માની લો કે કહેવામાં આવ્યું કે ભાઈ કૃષિ ક્ષેત્રને નાણાં આપવાના છે પરંતુ એક ફર્ટીલાઇઝર કારખાનાને આપી દીધા, માની લઇએ કે કૃષિ ક્ષેત્ર અને હિસાબ બરોબર થઇ જશે તો કૃષિ ક્ષેત્રને આપી દીધું. તેમાંથી આપણને બહાર આવવાનું છે. આપણે એક સામાન્ય ખેતીવાળાને કે ગામને ધ્યાનમાં રાખીને બે, ચાર, દસ ગામડાંઓની વચ્ચે કોલ્ડ સ્ટોરેજ કેવી રીતે બની શકે. માલગોડાઉનની વ્યવસ્થા કેવી રીતે થાય, તેમાં બેન્કિંગ કેવી રીતે, આપણે મૂલ્ય સંવર્ધનમાં કેવી રીતે મદદ કરી શકીએ છીએ. આપણે ફક્ત કૃષિ ક્ષેત્રને જ પકડીએ, આજે હું સમજું છું કે એટલી મોટી સંભાવનાઓ રહેલી છે. હિન્દુસ્તાનનો ખેડૂત આજે દુનિયાની સાથે પોતાની રીતે તાલમેલ કરવાનો પ્રયાસ કરે છે. તમે જોયું હશે કે એક મહિલા પોતાનો નંબર અંગ્રેજીમાં બતાવી રહી હતી, હવે એવું કંઇ જરૂર નથી કે તેમણે કોઇ શાળામાં ભણતર લીધું હશે. પરંતુ ધીમે ધીમે કરીને આ બધી વસ્તુઓ સમાજ, જીવનમાં સહજ ભાગ બની રહી છે. હાં, આ ફેરફાર છે કારણ કે મારો તો અનુભવ રહ્યો છે.
મેં એક વખત ક્યાંક વર્ણન કર્યું હતું કે ગુજરાતમાં જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે એક અતિ પછાત તાલુકો છે ત્યાં ધરમપુર પાસે, વલસાડ જિલ્લામાં, આદિવાસી પટ્ટો છે. હવે મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ત્યાં ક્યારેક કોઇ કાર્યક્રમ યોજાયો ન હતો, તો મેં આગ્રહ કર્યો કે મારે ત્યાં જવું છે. ભલે કોઇ કાર્યક્રમ નહીં હોય તો પણ હું આમ જ જઇને ત્યાં એક વૃક્ષ રોપીને પાછો આવી જઇશ. પછી તો ત્યાં માટે એક ચિલિંગ સેન્ટરના ઉદ્ધાટન માટેનો કાર્યક્રમ બની જ ગયો. હવે ચિલિંગ સેન્ટર શું 50 લાખનું હોય છે, નાનકડું હોય છે, જે લોકો દૂધ આપવા માટે આવે છે, તેમને, ટ્રક આવવા સુધી સંભાળવાનું હોય છે. આટલું જ હોય છે. મેં કહ્યું કે હું તેના માટે જઇશ. પરંતુ ત્યાં કરવા માટે કોઇ જગ્યા ન હતી કારણ કે જંગલ છે તો ક્યાંક જગ્યા નથી, એક શાળા હતી પણ દૂર હતી, બે-અઢી કિલોમીટર દૂર, શાળામાં કાર્યક્રમ હતો. પરંતુ આ કાર્યક્રમ માટે તેમણે ત્યાં અંદાજે 50 આદિવાસી મહિલાઓને બોલાવી હતી. દૂધ ભરવાવાળી જે મહિલાઓ હોય છે તેવી 50ને બોલાવી હતી. જ્યાં આ ચિલિંગ સેન્ટર હતું ત્યાં, તો એક અલગ જ માહોલ હતો. હું હેરાન હતો જ્યારે ચિલિંગ સેન્ટરનું ઉદ્ધાટન વગેરે સહિતના કાર્યક્રમ થયા ત્યારે આ બધી મહિલાઓ પોતાનાં મોબાઇલથી તસવીરો લેતી રહી હતી. આદિવાસી મહિલાઓ ફોનથી ફોટો પાડી રહી હતી. મને જરા નવાઈ લાગી હતી. હું તેમની પાસે ગયો. મેં કહ્યું કે આ ફોટો પાડીને શું કરશો, તો તેમણે જવાબ આપ્યો જે આશ્ચર્યજનક હતો. તેમણે કહ્યું કે તેને ડાઉનલોડ કરાવી દેશે. હવે આ ડાઉનલોડ શબ્દની પણ તેમને જાણકારી હતી. ડાઉનલોડ કેવી રીતે થાય છે ક્યાંથી થાય છે આ ખબર હતી. આનો અર્થ એ થયો કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ. આપણને તેને આવનારા દિવસોમાં તેને કેવી રીતે પોતાની ગ્રોથ સ્ટોરીનો એક ભાગ બનાવી શકીએ.
તે જ પ્રકારથી આપણા યુવાનો. તેમના ભણતર માટે સરળતાથી બેન્ક લોનની વ્યવસ્થા કેમ ના થાય. મારો મત છે કે આ વિમેન સેલ્ફ-હેલ્પ ગ્રૂપ…વિમેન સેલ્ફ-હેલ્પ ગ્રૂપને પૈસા મળે છે, જો તેમને બુધવારે પૈસા જમા કરાવવાના છે તો 100 રૂપિયા મંગળવારે આવીને આપી જાય છે કે લો સાહેબ મારાં પૈસા કાલની ખબર નહીં ક્યાંક ખર્ચ થઇ જશે. આવી સંવેદનશીલતા છે આપણે ત્યાં ગ્રામીણ જીવનમાં. તેનો જેટલો લાભ આપણે લેવો જોઇએ તેટલો લાભ લીધો નથી અને શાહુકારોએ તેની પર પોતાનો પંજો જમાવી દીધો છે અને તેના લીધે આપણી અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન થયું છે. તો આપણે એક વિશ્વાસ પેદા કરવાનો છે, એક ગેરંટી આપવાની છે. હું સમજું છું કે આ જે પ્રયાસ છે તે પ્રયાસ એ પરિણામોને અવશ્ય જરૂરથી ફળ આપશે.
બેન્કિંગ સેક્ટરમાં અમારો આ પ્રયાસ રહ્યો છે કે બેન્ક રાષ્ટ્રીયકૃત બની છે. ત્યારે તો જણાવવામાં આવ્યું હતું કે ભાઈ ગરીબો માટે થયું પરંતુ આપણે જે જોયું છે કે તે ખૂબ સિમિત રહ્યું છે. જેમ કે મધ્યમવર્ગના પરિવારો સુધી ફેમિલી ડૉક્ટર હોય છે તેવી રીતે ઉચ્ચ પરિવારોનો એક બેન્કર રહેતો હોય છે. મોટા ઘરોમાં કોઇ સભ્ય બીમાર હશે તો પણ જો બેન્કરે ક્યાંક લન્ચ-ડિનર રાખ્યું હશે તો તે જરૂરથી જશે કારણ કે એમને ખબર છે કે ભાઈ તેમનો વેપાર કેટલો મહત્વપૂર્ણ છે. આ સારું છે, ખોટું છે પરંતુ છે.
મારું માનવું છે કે આપણે ત્યાં નીઓ-મિડલ ક્લાસ કહો કે મધ્યમ વર્ગ કહો પણ તે એક મોટી તાકત હોય છે. આપણે તેમની તરફ ધ્યાન કેન્દ્રીત કરીને કેવા પ્રકારની વ્યવસ્થાઓને વિકસાવી શકીએ. માની લો કે તમારી સામે બે પ્રસ્તાવ છે. એક છે કે કોઇ ભવનનું નિર્માણ કરવાનું છે, સરકારી કચેરી બનાવવાની છે અને બીજી દરખાસ્ત એવી છે કે તેમાં ખાનગીમાં જણાવવામાં આવ્યું છે કે હું અહીં એક કોલેજ બનાવવા ઇચ્છું છું, એક હાયર સેકન્ડરી સ્કૂલ શરૂ કરવા માગુ છું. મારે બેન્કથી પૈસા જોઇએ છે. જો હું બેન્કમાં હોઉ તો પ્રથમ પસંદગી અને પ્રાથમિકતા એ શાળાવાળાને આપીશ. કારણ કે મને ખબર છે કે જ્યાં શાળા બને છે ત્યારે ત્યાં આવી 50 કચેરી બનાવવા માટેની તાકત પોતાની મેળે આવી જવાની છે. એટલા માટે જ આપણા મૂડીરોકાણની પ્રાથમિકતા શું બની શકે, પૈસા આપવાની પ્રાથમિકતા શું હોઇ શકે, જો આપણે આ સાંકળ-ચેઇન શરૂ દીધી કે જેના મલ્ટીપ્લાય- ગુણાંકથી આપણને લાભ થવાનો હોય. જો આવું થાય તો હું માનું છું કે આપણને ખૂબ લાભ થઇ શકે તેમ છે.
અમે આર્થિક બાબતોને લઇને જે અભિયાન શરૂ કર્યું છે, જેમ કે હમણા અરૂણજી બતાવી રહ્યા હતા કે પ્રધાનમંત્રીની જે યોજના આપણે બનાવી છે જેમાં અમે મધ્યમ વર્ગ, ગરીબ, ધોબી હોય, વાળંદ હોય, દૂધ વેચનાર હોય, છાપું વેચનાર હોય તેમને મુદ્રા યોજના હેઠળ કેવી રીતે ધિરાણ કરી શકાય. આ દેશમાં અંદાજે 6 કરોડ લોકો એવા છે, આ પ્રકારના કામમાં અને તેમના માથે સરેરાશ વ્યાજનો બોજો 17 હજાર રૂપિયા સુધીનો છે. કોઇ વધારે નથી પરંતુ આ રૂપિયા તેઓ શાહુકારથી લે છે વધુ વ્યાજ આપે છે તેમ છતાં પોતાનો વિકાસ-વિસ્તાર કરી શકતા નથી.
મુદ્રા યોજના હેઠળ અમારો પ્રયાસ છે કે આવા લોકોને વ્યાજના ચક્કરથી મુક્તિ અપાવીએ અને તેમને આર્થિક ધિરાણની સ્વતંત્રતાનો લાભ મળી શકે. અમે 50 હજાર, 5 લાખ, 10 લાખ સુધીની એવી વ્યવસ્થા કરી રાખી છે, 50 લાખ સુધીની. હમણા તો મને લાગે છે કે 100 દિવસ જ થયા હશે આ યોજનાને લાવ્યાને. અત્યાર સુધી 61 લાખ ગ્રાહકો અને લગભગ 35 હજાર કરોડ રૂપિયા એ ત્યાં ગયું છે. 35 હજાર કરોડ રૂપિયા બજારમાં અંદર આવવા એનો અર્થ એ કે અર્થતંત્રને કેટલી મોટી તાકત મળી છે. 35 હજાર કરોડ કોઇ એક શહેરમાં નાખવાથી એટલો ફેરફાર નથી આવતો જેટલો કે હજારો ગામોમાં 35 હજાર કરોડ રૂપિયા જાય છે. ત્યારે અર્થવ્યવસ્થામાં એક વાયબ્રન્સી આવવાની શરૂ થઇ જાય છે, નીચેથી શરુ થઇ જાય છે અને તે આવનારા દિવસોમાં જોવા પણ મળશે અન અમારો પ્રયાસ એ જ રહેશે કે અમે તેને આગળ વધારવા માગીએ છીએ.
આપણા દેશમાં બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભે અનેક પ્રકારના પ્રશ્નો થતાં રહે છે. એપોઇન્ટમેન્ટથી લઇ, ગવર્નન્સથી લઇને, પૈસા આપવાના સંબંધમાં પચાસ પ્રકારના પ્રશ્નાર્થ લાગી જાય છે. અમારા આવ્યા પછી અમે એક દિવસ ગોળમેજી પરિષદ યોજી હતી, ચિંતન શિબિર યોજી હતી, દરેક બેન્કના લોકો સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. તેમની સમસ્યાઓ શું છે, કાયદાકીય સમસ્યાઓ શું છે. દરેક બાબતે વિસ્તારપૂર્વકથી ચર્ચાઓ કરી હતી. આરબીઆઈ પણ હાજર રહી હતી, હું હતો, અરૂણજી પણ હતા. ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને અને તેમાં જે વાતો સામે આવી તેમને લાગૂ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. અમે એક સપ્તસૂત્રી યોજના બનાવી છે જે યોજના અંગે હું માનું છું કે આપણા દેશમાં આવી વસ્તુઓ ખૂબ ઓછી થાય છે. પરંતુ આ ખૂબ મોટો નિર્ણય છે અને એ બી સી ડી જી ઈ એફ જી, આ મારો સપ્તસૂત્રી કાર્યક્રમ છે.આ સપ્તસૂત્રી કાર્યક્રમ બેન્કના જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવશે.
એક છે અમારો એ- એપોઇન્ટમેન્ટ. બેન્કોમાં ઉચ્ચ હોદ્દા પરની નિમણૂકોમાં સુધારો લાવવાનો અમે નિર્ણય કર્યો છે અને તે માટે અમે 1969 પછી રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ખાનગી ક્ષેત્રના લોકોને પણ લીધા છે નહીં તો નેશનલાઇઝ્ડ બેન્કથી લોકો પ્રાયવેટમાં જતા રહેતા હતા. પ્રથમ વખત આ રીવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં ક્ષમતાને અમે મહત્વ આપ્યું છે.
બી- બી એટલે બેન્ક, બોર્ડ, બ્યૂરો. આ ત્રણ બી પ્રથમ વખત આપણે આ દેશમાં લાવ્યા છીએ કેમ કે બેન્કોમાં જેટલી પણ નિયુક્તિ કરવામાં આવે છે તેમાં ઉચ્ચ હોદ્દાઓ માટેની પસંદગી આ બોર્ડ કરશે. પોલિટીકલી મને આ પસંદ આવ્યું, તેને હું એક ડિરેક્ટર બનાવી દઇશ અને તે ત્યાં બેસી જશે અને પછી જ્યારે લોન આપવાની હશે ત્યારે વાયા તેના દ્વારા જ આવશે પ્રપોઝલ અને પછી ખબર પડશે કે આ તો ભાઈ પીએમનો માણસ બોલી રહ્યો છે ત્યારે આપવી જ પડશે. આ ડૂબવા પાછળનું કારણ એ જ છે અને એટલા માટે જ અમે કહ્યું છે કે અમે આવું નહીં જ કરીએ બધા પ્રોફેશનલ લોકોને અમે આ કામમાં લાવીશું.
સી- કેપિટલાઇઝેશન. તાજેતરની કેટલીક આપવામાં આવેલી લોનોમાંથી બેડ લોન પણ સામેલ છે. તેના કારણે સંકટ આવ્યું છે. હવે રોઇ બેસવાનો કોઇ અર્થ નથી એટલા માટે જ અમે આવનારા દિવસોમાં અંદાજે 70 હજાર કરોડ રૂપિયા બેન્કમાં નાખીને આ બેડ લોન્સને કારણે જે સંકટ આવ્યું છે તેમાંથી બહાર લાવવાનો કાર્યક્રમ કર્યો છે.
ડી – ડી-સ્ટ્રેસ ઓફ એસેટ્સ. કેટલાક ક્ષેત્રોમાં જ્યાં આ સમસ્યા વધારે ગંભીર થવાની છે અમે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા માટે ડોમેસ્ટીક પ્રોડક્ટસને સહારો આપ્યો છે. તમે જોયું હશે કે અમે હમણા સ્ટીલમાં કર્યું છે. જેથી એના કારણે સ્ટીલ ઉદ્યોગ માટે જે લોકો બેન્ક પાસેથી પૈસા લેતા હતા તેમને તાકત મળશે. તો અમે ડી-સ્ટ્રેસ માટે એક નવું પગલું લેવાનું કામ કર્યું છે.
ત્યાર પછી આવે છે નવું ડેબ રીકવરી ટ્રીબ્યૂનલ. જેમાં અમે બેડ લોન રીકવરી આ બધા કામો માટે કહ્યું છે. જેમ કે પાવર સેક્ટર. અમે ખૂબ ઝડપથી નિર્ણય કરી રહ્યા છીએ. પાવર સેક્ટર સાથે એનપીએની જે સમસ્યા સંકળાયેલી છે તેને કેવી રીતે સંભાળી શકાય.
ઈ – એમ્પાવર. એમ્પાવરનો મારો સીધો સાધો મતલબ હતો, જ્યારે હું પૂણે ગયો હતો મીટીંગ માટે ત્યારે મેં કહ્યું હતું, ઝીરો ઇન્ટરફેરેસ. તમારે પોલિટીકલ લીડરશિપ અને એસ્ટાબ્લીશમેન્ટથી ફોન નહીં આવે કે લોનનું શું કરવાનું છે, લેણ –દેણ અને આજ સુધી આટલા મહિના થઇ ગયા છે કોઇ જગ્યાએથી ખબર નથી આવી કે કોઇ આવા પ્રકારનું દબાણ છે. પ્યુરલી, પ્રોફેશનલી ચલાવો અને બહાલ લાવો. તો એક પ્રકારથી બેન્કોને એમ્પાવર કરવાની દિશામાં અમે કામ કર્યું છે.
એફ – ફ્રેમવર્ક ફોર એકાઉન્ટેબિલીટી. બેન્કોની કામગીરી મોનિટર કરવા માટે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર અમે નક્કી કર્યા છે જેથી અમને નિયમિતપણે જાણ થતી રહે કે ક્યાં જઇ રહ્યાં છે, કઇ દિશામાં જઇ રહ્યાં છે, કેટલા જઇ રહ્યાં છે એ નહીં. કેટલું તો ઘણી વખત સંતોષ પણ આપે છે પરંતુ ક્યાં અને કેવી રીતે કેટલા સમયમાં. એ દિશામાં ઇન્ડિકેટર્સને અમે બળ આપ્યું છે. અને છેલ્લું છે જી- ગવર્નન્સ. આપણા બેન્કિંગ સેક્ટરમાં ગવર્નન્સને ભાર આપવાનું છે. આપણે ટેકનોલોજી પર જવું છે, પારદર્શિતા લાવવાની છે. સાયબર ક્રાઈમની સૌથી વધુ સંભાવના બેન્કિંગ સેક્ટર ફાયનાન્સિયલ વર્લ્ડમાં છે અથવા તો કોઇ ડાટા ચોરી કરવાની. આ બે એવા મોટા ક્ષેત્ર છે અને તે માટે જ આપણે ખાતરી કરવાની રહેશે આપણા ગવર્નન્સની.
તો આવી સપ્તસૂત્રી અમારી યોજના દ્વારા આ સાત થાંભલા પર સંપૂર્ણ બેન્કિંગ સેક્ટરને તાકત કેવી રીતે મળી શકશે, સરકારે આટલા મહત્વપૂર્ણ ઇનિશિએટીવ લીધા છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ભારત જે ઝડપની ગતિથી આગળ વધી રહ્યું છે બેન્કો ખભાથી ખભો મિલાવીને તેની સાથે ચાલશે. કેટલાક ક્ષેત્રોમાં બેન્કો બે પગલાં આગળ હશે અને હું માનું છું કે આ તાકત આખરે તો ભારતના જે નિર્ધારિત લક્ષ્યાંક છે અને જે માધ્યમો છે તે સહુને એકઠા થઇને આપણે પૂરા કરી શકીએ તેમ છીએ.
આવનારા દિવસો માટે આઈડીએફસીને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને તે આ ક્ષેત્રે ખૂબ ખૂબ પ્રગતિ કરે. ખૂબ ખૂબ આભાર.
AP/J.Khunt/GP
The main aim of this bank is to venture out to the villages: PM @narendramodi https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
We have never fully understood the potential of our villages. Our villages can be great growth centres: PM https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
Banking sector is seeing changes. Mobile banking is coming up: PM @narendramodi https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
We are starting this from Madhya Pradesh & that too an area with many tribal communities: PM at launch of IDFC bank https://t.co/6ZHKdWtWuJ
— PMO India (@PMOIndia) October 19, 2015
We have decided to bring improvements in the appointments at the top levels of the banks. This improves efficiency: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2015
Bad loans in the past few years is a problem but we can't only cry about it. We are trying to solve this problem: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 19, 2015
At launch of IDFC Bank, spoke on giving a boost to banking sector in rural areas. Villages are great growth centres. http://t.co/8W9bbtnPBR
— Narendra Modi (@narendramodi) October 19, 2015
The ‘ABCDEFG’ that will transform our banking sector.
https://t.co/BVvG7eIInm
— NarendraModi(@narendramodi) October 19, 2015