પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે આજે ભારત અને સ્વિડન વચ્ચે બૌદ્ધિક સંપદા (IPRs)ના ક્ષેત્રમાં સહકાર અંગેના કરાર (MoU)ને મંજૂરી આપી હતી.
આ કરાર હેઠળ બંને દેશ વિપુલ પ્રમાણમાં તાલીમ કાર્યક્રમ અને ટેકનિકલ આપ-લે દ્વારા IPRs અંગે જાગૃતિનું આદાનપ્રદાન અને બૌદ્ધિક સંપદાના અધિકારો સ્થાપી શકશે.
અસરઃ
આ કરારથી ભારત નવીનીકરણ અને IP એરોસિસ્ટમમાં અનુભવનું આદાનપ્રદાન કરી શકશે જેનો બંને પક્ષે આંતરપ્રિન્યોર, રોકાણકાર અને વેપારને પર્યાપ્ત લાભ થશે. બંને દેશ વચ્ચેના શ્રેષ્ઠ અભ્યાસની આપ-લેથી સુધરેલી સુરક્ષા અને ભારતની બૌદ્ધિક વિપુલતામાં જાગૃતિ આવશે જે તેની પ્રજા જેટલી જ વિવિધતા ધરાવે છે. વૈશ્વિક ઇનોવેશન્સમાં હરણફાળ ભરવા તરફની ભારતની યાત્રામાં તથા નેશનલ IPR પોલિસી 2016ના હેતૂ તરફ આગળ ધપવામાં આ કરાર સિમાચિહ્નરૂપ છે.
લક્ષણોઃ
આ કરાર હેઠળ હાથ ધરાનારી સહકાર અંગેની મહત્વની પ્રવૃત્તિઓના અમલીકરણ માટે બંને પક્ષના સદસ્યો ધરાવતી એક જોઇન્ટ કો-ઓર્ડિનેશન સમિતિ (JCC)ની રચના કરવામાં આવશે. આ પ્રવૃત્તિઓ આ મુજબની રહેશે.
a) બંને દેશની પ્રજા, વેપાર અને શૈક્ષણિક સંસ્થાનોમાં IP જાગૃતિ આણવા માટે પ્રક્રિયા, અનુભવ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવું.
b) તાલીમ કાર્યક્રમ, નિષ્ણાતોની આપ-લે, ટેકનિકલ આદાનપ્રદાન અને વિવિધ પ્રવૃતિમાં સહકારિતા.
c) ઉદ્યોગો, યુનિવર્સિટીઓ, આર એન્ડ ડી સંસ્થાઓ અને નાના તથા મધ્યમ એન્ટરપ્રાઇસ (SMEs)સાથે બેમાંથી કોઈ એક પક્ષ દ્વારા એકલા કે સંયુક્ત રીતે યોજાયેલા વિવિધ કાર્યક્રમો અને મહત્વના આયોજનોમાં ભાગ લઈ IP અંગેની શ્રેષ્ઠ પ્રેક્ટિસ, અનુભવ અને જ્ઞાનની આપ-લે અને પ્રસાર કરાશે.
d) પેટન્ટ, ટ્રે઼ડમાર્ક, ઔદ્યોગિક ડિઝાઇન, કોપી રાઇટ્સ અને ભૌગોલિક સંકેતો તથા પ્રોટેક્શન, એન્ફોર્સમેન્ટ અને IP રાઇટ્સના ઉપયોગ જેવી બાબતોની એપ્લિકેશન્સમાં માહિતી અને પ્રવૃતિનું આદાનપ્રદાન કરાશે.
e) આધુનિક પ્રોજેક્ટ, નવા ડોક્યુમેન્ટેશન અને IPમાં માહિતી અંગેની સિસ્ટમના વિકાસ અને IP મેનેજમેન્ટની પ્રક્રિયાના વિકાસમાં સહકાર સાધવામાં આવશે.
f) પરંપરાગત જ્ઞાનને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય છે અને પરંપરાગત જ્ઞાનને લગતા ડેટાબેઝ અને વર્તમાન IP સિસ્ટમમાં જાગૃતિ આણવા માટેની શ્રેષ્ઠ પ્રક્રિયાની કેવી રીતે આપ-લે થઈ શકે છે તે બાબતે સહકાર સાધવામાં આવશે.
g) ખાસ કરીને કોપીરાઇટ મુદ્દા સહિત બૌદ્ધિક સંપદાને લગતા કાયદામાં માહિતી અને શ્રેષ્ઠ પ્રક્રિયાનું આદાન પ્રદાન અને…
h) બંને પક્ષ દ્વારા અંદરોઅંદરની સમજૂતીથી નક્કી કરાયેલી અન્ય સહકારની પ્રવૃત્તિઓ.
AP/TR/GP