Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આદમપુર એરપોર્ટનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ રાખવું એ શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીના શાશ્વત આદર્શો માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે: પ્રધાનમંત્રી

આદમપુર એરપોર્ટનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ રાખવું એ શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીના શાશ્વત આદર્શો માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે: પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે સંત રવિદાસ જયંતીના પવિત્ર પ્રસંગે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આદમપુર એરપોર્ટ હવેથી શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટ તરીકે ઓળખાશે, તે અત્યંત સન્માન અને ગૌરવની વાત છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે તે શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીના શાશ્વત આદર્શો માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે અને સમાનતા, કરુણા અને સેવા માટેનો તેમનો સંદેશ આપણને સૌને ખૂબ જ પ્રેરણા આપતો રહે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

તે અત્યંત સન્માન અને ગૌરવની વાત છે કે આજે સંત રવિદાસ જયંતીના પવિત્ર પ્રસંગે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આદમપુર એરપોર્ટ હવેથી શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટ તરીકે ઓળખાશે. અસંખ્ય લોકો માટે આ આનંદનો દિવસ છે. તે શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીના આદર્શો માટે એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે. સમાનતા, કરુણા અને સેવા માટેનો તેમનો સંદેશ આપણને સૌને ખૂબ જ પ્રેરણા આપતો રહે છે.”

 

ਇਹ ਬੇਹੱਦ ਮਾਣ ਅਤੇ ਫਖ਼ਰ ਵਾਲੀ ਗੱਲ ਹੈ ਕਿ ਅੱਜ ਸੰਤ ਰਵਿਦਾਸ ਜਯੰਤੀ ਦੇ ਪਵਿੱਤਰ ਮੌਕੇ ਇਹ ਫ਼ੈਸਲਾ ਲਿਆ ਗਿਆ ਹੈ ਕਿ ਆਦਮਪੁਰ ਹਵਾਈ ਅੱਡੇ ਨੂੰ ਹੁਣ ਤੋਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਹਵਾਈ ਅੱਡੇ ਵਜੋਂ ਜਾਣਿਆ ਜਾਵੇਗਾ। ਇਹ ਅਣਗਿਣਤ ਲੋਕਾਂ ਲਈ ਬਹੁਤ ਖ਼ੁਸ਼ੀ ਦਾ ਦਿਨ ਹੈ। ਇਹ ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੇ ਸਦੀਵੀ ਆਦਰਸ਼ਾਂ ਨੂੰ ਢੁਕਵੀਂ ਸ਼ਰਧਾਂਜਲੀ ਹੈ। ਬਰਾਬਰੀ, ਦਇਆ ਅਤੇ ਸੇਵਾ ਦਾ ਉਨ੍ਹਾਂ ਦਾ ਸੰਦੇਸ਼ ਸਾਨੂੰ ਸਾਰਿਆਂ ਨੂੰ ਵੱਡੀ ਪ੍ਰੇਰਨਾ ਦਿੰਦਾ ਹੈ।”

 

આપણા માટે ખૂબ જ સૌભાગ્ય અને ગર્વની વાત છે કે આજે, સંત રવિદાસ જયંતીના શુભ અવસર પર, એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, પંજાબનું આદમપુર એરપોર્ટ શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીએરપોર્ટ તરીકે ઓળખાશે. આ આપણા બધા માટે ખૂબ જ આનંદનો દિવસ છે. આ શ્રી ગુરુ રવિદાસ મહારાજ જીના શાશ્વત આદર્શોને નમ્ર શ્રદ્ધાંજલિ છે. સમાનતા, કરુણા અને સેવાનો તેમનો સંદેશ આપણા બધાને ઊંડાણપૂર્વક પ્રેરણા આપે છે.”

SM/BS/GP/JD