Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આયુષ્માન ભારત યોજનાને કારણે અસમનાં ગરીબ ખેડૂતને નવજીવન મળ્યું


અસમમાં ડાંગરની ખેતી કરતાં ગરીબ ખેડૂત 35 વર્ષીય દ્વિજેન કાલિતાને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જ્યારે તેમને કામરુપ મેટ્રો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં, ત્યારે તેઓ અર્ધચેતન અવસ્થામાં હતાં અને અસહ્ય પીડા વેઠી રહ્યાં હતાં. વિસ્તૃત પરીક્ષણ કર્યા પછી તેમને સબડ્યુરલ હીમેટોમા થયું હોવાનું નિદાન થયું હતું, જેનો અર્થ એ થાય છે કે, તેમને ન્યૂરોસર્જરી, ક્રેનિયોપ્લાસ્ટીની જરૂર હતી અને બહારથી સારવાર કરવી આવશ્યક હતી.

કાલિતાનો પરિવાર ગરીબ હોવાથી પરિવાર એમની સારવારનો ખર્ચ ઉઠાવી શકે એવી સ્થિતિમાં નહોતો.
જોકે પરિવારને આયુષ્માન ભારત-પીએમજેએવાયની જાણકારી મળી હતી અને તેમનાં મનમાં આશાનું કિરણ જન્મ્યું હતું. તેમને આશા બંધાઈ હતી કે, તેઓ આ યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર કરાવી શકશે.

કાલિતાને લાગ્યું કે, આ યોજના તેમનાં જેવા ગરીબો માટે આશીર્વાદરૂપ છે.

અત્યારે તેઓ સ્વસ્થ છે અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાની સફળતા વિશે પ્રધાનમંત્રી સાથે મુલકાત કરનારા 31 લાભાર્થીઓમાંના એક છે.

એક વર્ષ અગાઉ શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ વીમા યોજના છે, જેનો ઉદ્દેશ દેશમાં 10.74 કરોડથી વધારે લોકોને તબીબી સુવિધાઓ સરળતાપૂર્વક સુલભ કરવાનો છે.

છેલ્લાં એક વર્ષમાં દ્વિજેન જેવા 50,000થી વધારે દર્દીઓને તેમનાં રાજ્યની બહાર તબીબી સારવારની સુવિધા મળી શકી છે, જ્યાં આ પ્રકારની શ્રેષ્ઠ સુવિધાઓ આયુષ્માન ભારત કાર્યક્રમને કારણે ઉપલબ્ધ થઈ હતી.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય) હેઠળ 16,085 હોસ્પિટલોની નોંધણી થઈ છે, 41 લાખથી વધારે લાભાર્થીઓની સારવાર કરવામાં આવી છે અને 10 કરોડથી વધારે ઇ-કાર્ડ આપવામાં આવ્યા છે.

આયુષ્માન ભારત અંતર્ગત સમગ્ર દેશમાં 20,700થી વધારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત થયા છે.

RP