પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આવકવેરા પર આર્થિક કરચોરી અટકાવવા અને બેવડા કરવેરાને નાબુદ કરવા ભારત અને કિરગીઝ વચ્ચેનાં કરાર ખરડામાં સુધારો કરવા માટે મંજૂરી આપી હતી.
બેવડા કરાર નાબૂદી(ડીટીએએ)નાં ખરડાનો હેતુ ડીટીએએની કલમ 26 (માહિતીની આપ-લે)ને આંતરરાષ્ટ્રીય ધોરણની સમકક્ષ લાવવાનો છે. આ સુધારાની કલમ માહિતીની આપ-લેને શક્ય તેટલી વ્યાપક બનાવે છે. ડીટીએએની વર્તમાન કલમ 26માં ઉમેરવામાં આવેલા 4 અને 5 એમ બે ફકરા જે રાષ્ટ્ર પાસેથી માહિતી માગવામાં આવી હોય તે રાષ્ટ્ર એમ કહીને માહિતી આપવાનો ઇનકાર કરી શકે નહીં કે, તે માહિતીમાં તેનું કોઈ સ્થાનિક કર અંગે હિત નથી અથવા તો આ માહિતીની વિનંતી કોઇ બેંક અથવા તો નાણાકીય સંસ્થાન દ્વારા કરવામાં આવી છે વગેરે. આ ખરડો ભારતને વધુમાં એવી પણ સત્તા આપે છે કે, ડીટીએએ મારફતે પ્રાપ્ત થયેલી માહિતીનો ઉપયોગ તે રાજ્યને સત્તા પૂરી પાડવા અને કાયદો ઘડવા માટે કરી શકશે.
પૂર્વભૂમિકા
ભારત અને કિરગીઝ રાષ્ટ્રો વચ્ચેનાં વર્તમાન ડીટીએએને 7/02/2001ના રોજ નિર્દિષ્ટ કરવામાં આવ્યો હતો અને આ જ ખરડો 10/01/2001થી અમલમાં છે. ભારત અને કિરગીઝ રાષ્ટ્રો આવકવેરા પર આર્થિક કરચોરી અટકાવવા અને બેવડા કરવેરાને નાબુદ કરવાનાં સુધારા ખરડા અંગેના કરાર પર બંને દેશ વચ્ચે હસ્તાક્ષર થશે.
*****
RP