Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આવક પરના વેરા બાબતે બમણા વેરા નાબૂદ કરવા અને નાણાંકીય કરચોરી અટકાવવા માટે ભારત અને સ્લોવેનિયા વચ્ચે પ્રણાલિમાં સુધારા અંગે પ્રોટોકોલ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આવકવેરા બાબતે બમણા વેરા નાબૂદ કરવા અને નાણાંકીય કરચોરી અટકાવવા માટે ભારત અને સ્લોવેનિયા વચ્ચે પ્રણાલિમાં સુધારા અંગેના પ્રોટોકોલ પર હસ્તાક્ષર માટે મંજૂરી અપાઈ છે.

પ્રોટોકોલમાં સુધારાને પગલે કરવેરા સંબંધિત માહિતીના આદાન પ્રદાનના હાલનાં માળખાંનો વ્યાપ વધશે, જેનાથી બંને દેશો કરચોરી અટકાવી શકાશે અને કરવેરા ટાળવાની માનસિકતા પણ બદલી શકાશે, ઉપરાંત, બંને દેશો કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયામાં એકબીજાની મદદ કરી શકશે.

AP/J.Khunt