Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આસામના મંત્રીમંડળના શપથવિધી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

આસામના મંત્રીમંડળના શપથવિધી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ


આજના મહત્વપૂર્ણ પ્રસંગે પધારેલા મારા આસામના ભાઈઓ અને બહેનો.

હું સૌથી પહેલાં આસામવાસીઓને નમન કરવા ઈચ્છું છું, જેમણે વિકાસનું સ્વપ્ન જોયું અને વિકાસ ની પૂર્તિ માટે શ્રીમાન સર્બાનંદજી અને તેમના સાથીઓને સેવા કરવાની તક આપી.

હું સર્બાનંદજીને બહુ જ સારી રીતે ઓળખું છું. દેશભરનો આદિવાસી સમાજ સર્બાનંદજી પર ગર્વ અનુભવી શકે છે. તેઓ આદિવાસી સમાજમાં જન્મ્યા છે. અને સમાજનો એક એવો લડાયક નેતા હવે આસામનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે. કેન્દ્રમાં મંત્રીમંડળના મારા સાથી તરીકે તેમની ઘણી ખુબીઓ મેં નજીકથી જોઈ છે. મધુરતા કદાચ તેમની બૉડી લેંગ્વેજનું બીજું નામ છે. સરળતા, સહજતા, મૃદુતા તેમને સહજ સાધ્ય છે અને મને વિશ્વાસ છે કે હંમેશાં પ્રસન્ન રહેનારા સર્બાનંદજી આસામના સર્વાનંદ માટે કોઈ કચાશ નહીં છોડે. પુરેપરી મહેનત અને લગન સાથે આસામના ભાગ્યને બદલવાનો પુરેપુરો પ્રયત્ન કરશે. તેમની આખી ટીમ પણ સમયનો પુરો ઉપયોગ આસામ વાસીઓના કલ્યાણ માટે કરશે, એવો મને વિશ્વાસ છે.

હું આજે આપ સૌ લોકોને વચન આપું છું કે દિલ્હીમાં બેઠેલી સરકાર, જે સહકારી સમવાયતંત્ર પર વિશ્વાસ મુકે છે, સ્પર્ધાત્મક સહકારી સમવાયતંત્ર પર વિશ્વાસ મુકે છે. આપણા માટે જે રાજ્ય પ્રગતિ કરવા ઇચ્છે છે, તેમને વધુને વધુ બળ પુરૂં પાડવું, જે રાજ્ય પ્રગતિ કરવામાં મુશ્કેલીઓ વેઠી રહ્યો છે તેમને હાથ પકડીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો અને તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર ખભેથી ખભા મિલાવીને, રાજ્યોને અને હિન્દુસ્તાનને એક નવી ઉંચાઈએ લઈ જાય, તેનો નિરંતર પ્રયાસ ચાલે છે. આસામને પણ ક્યારેય કોઈ ખોટ નહિં સાલવા દેવાય. આસામ જેટલું દોડશે, આસામ સરકાર જેટલું દોડશે દિલ્હી સરકાર પણ તેના કરતાં એક ડગલું આગળ દોડવાનો હંમેશાં પ્રયત્ન કરશે.

હું આસામના લોકોને હું આગ્રહ કરૂં છું કે તમે જે સ્વપ્ન જોયું છે, તે સ્વપ્ન પુરૂં કરવા માટે માત્ર ચુંટણીમાં તમારો સહયોગ મળે તેટલું જ પુરતું નથી. જરૂરી છે કે લોકશાહી ભાગીદારીથી ચાલે, સરકાર અને પ્રજા ખભે ખભા મિલાવીને આગળ વધે તો તેના બહુ જ અદ્ભુત પરિણામો મળે છે. આસામ લોકો પણ ખભેથી ખભા મિલાવીને આસામના ભાગ્યને બદલવાનો પુરેપુરો પ્રયાસ કરશે.

તમે મને લાલ કિલ્લા પરથી ક્યારેક – ક્યારેક સાંભળ્યો છે. તમે મને સંસદના દ્વારે પણ સાંભળ્યો છે. હું એ વિચાર પર વિશ્વાસ વ્યક્ત કરૂં છું કે દેશ આઝાદ થયા બાદ ચાહે કેન્દ્ર હોય, રાજ્ય હોય, જેટલી પણ સરકારો આવી, દરેક સરકારે પોતપોતાની રીતે કંઈને કંઈ સારૂં કરવાના પ્રયત્નો કર્યા છે. અને તેથી જ જે કંઈ પણ થયું છે તે સારૂં થયું છે. તે સારી બાબતોને આગળ લઈ જવાની છે અને જે ઉણપ રહી ગઈ છે, તેને પૂર્ણ કરી ઝડપથી આગળ વધવું, તે દરેક સમયની માંગ રહે છે.

મને વિશ્વાસ છે કે સર્બાનંદજીના નેતૃત્વમાં આસામનો એક મહાન વારસો છે. આ સાસ્કૃતિક ચેતનાનું કેન્દ્ર છે. ભારતને પણ અનેક વિષયોમાં પ્રેરણા આપવાની શક્તિ આ ધરતી પર છે. એ ધરતીનો ઉપયોગ આસામને નવી ઉંચાઈએ લઈ જવા અને દેશને નવી શક્તિ આપવા માટે થશે. હું હંમેશાં આ વાત પર વિશ્વાસ કરી રહ્યો છું કે ભારતનો વિકાસ સર્વ-સમાવેશક હોય, ભારતનો વિકાસ સાર્વદેશિક હોય, અને તેના માટે હિન્દુસ્તાનનો પૂર્વીય છેડો, જો આ વિકાસથી વંચિત રહેશે તો આ આપણી ભારત માતા સમૃદ્ધ નહીં બની શકે. જો ભારત માતાનો પશ્ચિમી છેડો એ આગળ વધે છે તો ભારતનો પૂર્વીય છેડો પણ તેટલી જ ગતિએ આગળ વધવો જોઈએ અને આસામ, બંગાળ, બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, ઓડિસા, નોર્થ ઈસ્ટ આ બધા ક્ષેત્રો હિન્દુસ્તાનને આવનારા દાયકાઓમાં એક નવી આર્થિક શક્તિ આપી શકે છે, ગતિને નવી ઉર્જા આપી શકે છે.

આપણી જે એક્ટ ઈસ્ટ પોલિસી છે, પૂર્વના દેશોમાં ભારતનો પ્રભાવ અને ઓળખ સ્થાપવામાં ભારતના આ ભૂ-ભાગનું પણ બહુ જ મહત્વ છે. આ આપણો અષ્ટલક્ષ્મી પ્રદેશ ક્યારેક સેવન સિસ્ટર પ્રદેશ કહેવાતો હતો. આ સંપૂર્ણ નોર્થ ઈસ્ટનો વિકાસ એ માત્ર હિન્દુસ્તાનને જ નહીં, આપણી પૂર્વના દેશોમાં પણ અસર ઉભી કરવાની શક્તિ ધરાવે છે અને તેથી જ સંપૂર્ણ નોર્થ ઈસ્ટના વિકાસ માટે આસામ એક બહુ જ મોટું કેન્દ્ર બિન્દુ છે. ગુવાહાટી એક બહુ જ મોટું કેન્દ્ર બિન્દુ છે. તેને આગળ લઈ જવાની દિશામાં કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને કામ કરશે, તમને હું આ ખાતરી આપું છું. હું શ્રીમાન સર્વાનંદજી ને, તેમની પુરેપુરી ટીમને, આસામની પ્રજાને હૃદયથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.

J.Khunt/GP