પીએમઇન્ડિયા
આસિયાન વ્યાપાર સલાહ પરિષદના અધ્યક્ષ તાન શ્રી દાતો ડૉ. મોહમ્મદ મુનિર અબ્દુલ મજિદ,
આસિયાન – ભારત વ્યાપાર પરિષદના સહ અધ્યક્ષ દાતો રમેશ કોડ્ડામલ,
આસિયાનના વ્યાપાર અગ્રણીઓ,
આસિયાન વ્યાપાર સમુદાયના સભ્યો,
માનવંતા મહેમાનો,
મહિલાઓ અને સજ્જનો,
તમારી સાથે અહીં ઉપસ્થિત રહેતા મને ખૂબ આનંદ થાય છે. અહીં, જેમણે દક્ષિણ પૂર્વ એશિયાને વિશ્વમાં સૌથી ગતિશીલ ક્ષેત્ર બનાવ્યું તેવા અગ્રણીઓને સંબોધતા મને ગર્વ થાય છે. આ સિદ્ધિ માટે હું તમને અભિનંદન આપું છું. આસિયાન સમુદાયની રચના માટે પણ હું તમને અભિનંદન આપું છું.
ભારત અને આસિયાન સહજ ભાગીદારો છે. પ્રાચીન કાળથી આપણો સંબંધ છે. આ સંબંધ આપણા દેશો અને ક્ષેત્રોને જોડવાનું કામ કરે છે.
મિત્રો, હું કાયમ કહેતો આવ્યો છું કે 21મી સદી એશિયાની સદી છે. હું આસિયાન દેશોના ટ્રેક રેકોર્ડ જોતાં આમ કહી રહ્યો છું. આસિયાનના સભ્ય દસ દેશો સાથે મળીને આર્થિક પાવરહાઉસ રચે છે. આસિયાન વિશ્વમાં સૌથી મોટા આર્થિક ક્ષેત્રોમાં એક બનીને ઉભરી આવ્યો છે. છેલ્લાં 15 વર્ષોમાં તીવ્ર અને સ્થિર વિકાસ નોંધાયો છે. તમારી મેક્રો-ઈકોનોમિક સ્થિરતા, દક્ષિણ પૂર્વ એશિયાના વિકાસ અને સ્થિરતાનું મુખ્ય કારણ રહી છે. સુશાસન, ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલો માળખાકીય ઢાંચો અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યાં છે.
પ્રવાસન જેવી સામાન્ય બાબતોમાં તમે ચમત્કાર કરી બતાવ્યો છે. ફરી એકવાર, હું આસિયાન દેશોના નેતાઓ અને લોકોને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપું છું.
જ્યારે હું એશિયાના ચમત્કારનું વિશ્લેષણ કરું છું, ત્યારે મને ખબર પડે છે કે આસિયાનના નાના દેશો અને ચીન જેવા મોટા દેશો, બંનેએ શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યાં છે. આ દર્શાવે છે કે વિકાસનો આધાર વસતીના કદ પર નહીં પરંતુ લોકોના જુસ્સા પર વધુ નિર્ભર છે. આ ક્ષેત્રના ઘણા નેતાઓ સાથે મારે વ્યક્તિગત સંબંધો છે. મેં અનેક વખત અનેક સ્થળોની મુલાકાત પણ લીધી છે. પ્રધાનમંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળ્યાની સાથે જ મારે આસિયાનના નેતાઓને હળવા-મળવાનું શરૂ થઈ ગયું હતું. ગયા વર્ષની સમિટમાં પણ હું અનેક આસિયાન નેતાઓને મળ્યો હતો.
મારી સરકારે 18 મહિના પહેલાં કાર્યભાર સંભાળ્યો. એ સમયે ભારતીય અર્થતંત્ર ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું હતું. ઊંચી નાણાંકીય ખાધ, ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિ અને મોટી સંખ્યામાં અટકી પડેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો અને સતત ફુગાવો તેમાં સામેલ હતા.
સ્પષ્ટ હતું કે અર્થવ્યવસ્થામાં સુધારાની જરૂર હતી. અમે અમારી જાતને સવાલ કર્યો – સુધારા શેના માટે — સુધારાનું લક્ષ્ય શું — માત્ર જીડીપીનો દર વધારવા માટે — કે પછી, સમાજના પરિવર્તન માટે — મારો જવાબ સ્પષ્ટ હતો — આપણે સર્વાંગી પરિવર્તન માટે સુધારા કરવા છે.
ટૂંકમાં સુધારા એ કોઈ આખરી લક્ષ્ય નથી. મારા મતે, સુધારા તો લક્ષ્ય સુધી પહોંચવાની યાત્રાનો એક પડાવ છે. લક્ષ્ય તો ભારતમાં સર્વાંગી પરિવર્તન છે. વિકાસના લાભ આપણે સાર્વત્રિક અને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા પડશે. આસમાનને આંબતા આપણે સાથે સાથે લોકોના જીવનને પણ સ્પર્શવું પડશે.
જો આપણે મુખ્ય આર્થિક સૂચકાંકની દૃષ્ટિથી જોઈએ તો અમે કામકાજ સંભાળ્યાના 18 મહિનામાં ભારતીય અર્થતંત્રએ વધુ સારાં પરિણામો હાંસલ કર્યાં છે.
• જીડીપીનો દર વધ્યો છે અને ફુગાવો ઘટ્યો છે.
• વિદેશી રોકાણ વધ્યાં છે અને ચાલુ ખાતાની ખાધ ઘટી છે.
• કરવેરાની આવક વધી છે અને વ્યાજના દર ઘટ્યા છે.
• નાણાંકીય ખાધ ઘટી છે અને રૂપિયાની કિંમત (વિનિમય દર) સ્થિર થયો છે.
દેખીતી રીતે જ, આ આકસ્મિક રીતે નથી બન્યું. વળી, વિશ્વની અર્થવ્યવસ્થાનાં પરિણામો એટલાં બધાં સારાં નથી. આ સફળતા શ્રેણીબદ્ધ સંકલિત નીતિઓનું પરિણામ છે. અમે નોંધપાત્ર નાણાંકીય દૃઢીકરણ હાંસલ કર્યું છે. અમે સૌપ્રથમવાર ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે રિઝર્વ બેન્ક સાથે નાણાંકીય ઢાંચાને લગતી સમજૂતી કરી છે.
નાણાંકીય ખાધ ઘટાડવાની સાથે સાથે અમે ઉત્પાદક જાહેર રોકાણમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે. આવું અમે બે રીતે કરી શક્યા છીએ. પહેલું, અમે અશ્મિભૂત બળતણ પર કાર્બન વેરા લાદ્યા છે. અમે ડિઝલની કિંમતો નિયંત્રણ મુક્ત કરવાનું સાહસી પગલું ભર્યું છે અને સાથે સાથે ઉર્જા સબસીડી નાબૂદ કરી છે અને ઉપરથી અશ્મિભૂત બળતણ પર કરવેરા લાદ્યા છે. અમે કોલસા પરનો સેસ 300 ટકા વધાર્યો છે. વૈશ્વિક સ્તરે કાર્બન વેરાની ઘણી વાતો થાય છે. અમે ખરેખર એ અમલી કર્યા છે. બીજું, ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાયક ક્ષેત્રોને સબસીડી સહિત નવિન પદ્ધતિઓ દ્વારા નકામા ખર્ચ ઘટાડ્યા છે.
એકંદરે, દેશની અંદરના અને બહારના લોકોમાં વિશ્વાસ વધાર્યો છે. આઈએમએફ અને વર્લ્ડ બેન્કે ચાલુ વર્ષે અને તે પછી પણ અમારા અર્થતંત્ર માટે વધુ સારા ભવિષ્યની આશા વ્યક્ત કરી છે. ધ ઈકોનોમિસ્ટ નામના મેગેઝિને આ અઠવાડિયે નોંધ્યું છે કે “કોઈ પણ ઉભરતી અર્થવ્યવસ્થાની સરખામણીએ ભારત વધુ સારી સ્થિતિમાં છે.”
જોકે, મેં કહ્યું તેમ, અમારું ધ્યેય માત્ર સુધારા નથી, પરંતુ પરિવર્તન માટે સુધારા છે. મેક્રો-ઈકોનોમીની સ્થિરતા સારી છે. પરંતુ ભારતમાં સર્વાંગી પરિવર્તન માટે હજુ આનાથી પણ વધારે ઘણું બધું કરવું પડશે. અમે શ્રેણીબદ્ધ સંકલિત પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમાં માળખાગત અને સંસ્થાકીય સુધારા સામેલ છે.
ભારતમાં કૃષિ લોકોની આજીવિકાનું મુખ્ય સાધન રહ્યું છે. અમે શ્રેણીબદ્ધ સરળ માળખાગત સુધારા અમલી કર્યાં છે. સબસીડી મળતી હોય તેવા ખાતર રસાયણોના ઉત્પાદન માટે વાપરવામાં આવતા હતા. અમે સરળ પણ અસરકારક ઉકેલ શોધી કાઢ્યો – ખાતરને લીમડાનું આવરણ કરી દીધું, જેનાથી તે અલગ માર્ગે ફંટાતા અટકી ગયા. માર્ગાન્તર થતી એટલે કે કૃષિ સિવાયનાં કામકાજ માટે ફંટાઈ જતી કૃષિ સબસીડીઓના અબજો રૂપિયાની અમે બચત કરી છે.
અમે સોઈલ હેલ્થ કાર્ડ (માટીના સ્વાસ્થ્ય કાર્ડ) દાખલ કર્યા. આ કાર્ડ દરેક ખેડૂતને તેની માટીની સ્થિતિ વિશે માહિતી આપે છે અને તેનાથી તે યોગ્ય પાક, શ્રેષ્ઠ માત્રા અને મિશ્રણ ધરાવતાં ઈનપુટ્સ પસંદ કરી શકે છે.
અમે વિશ્વના સૌથી મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમોમાંનો એક એવો, સહુને માટે ઘરનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ બે કરોડ શહેરી અને 2.95 કરોડ ગ્રામીણ ઘરો એમ કુલ આશરે પાંચ કરોડ ઘરોનું નિર્માણ કરાશે. આ કાર્યક્રમ હેઠળ કોઈ પણ ભારતીય ઘરવિહોણા ન રહે તેની ખાતરી કરાશે તેમજ તેના દ્વારા ખાસ કરીને અકુશળ અને અર્ધકુશળ તેમજ ગરીબ લોકો માટે વિશાળ માત્રામાં રોજગાર સર્જન પણ થશે.
અમે પરિવહન ક્ષેત્રમાં પણ ઘણા સુધારા હાથ ધર્યા છે. વર્ષ 2014-15માં વિશ્વમાં વેપારની માત્રા ઘટી હોવા છતાં અમારાં મુખ્ય બંદરોમાં માલસામાનની અવર-જવરમાં 4.65 ટકા તેમજ ઓપરેટિંગ આવકમાં 11.2 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી.
નવા ધોરીમાર્ગના નિર્માણનાં કામકાજ આપવામાં પણ ઝડપ કરાઈ છે અને વર્ષ 2013-14માં દૈનિક 9 કિલોમીટરની રફતારે માર્ગ નિર્માણ થતા હતા, જે અત્યારે દૈનિક 23 કિલોમીટરની ઝડપે માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે. સમગ્ર અર્થવ્યવસ્થા પર આનો અનેકગણો ફાયદો થશે.
કુદરતી સંસાધનોની ફાળવણીની પ્રક્રિયામાં વિશ્વસનીયતા જળવાઈ રહે એ માટે અમે પ્રતિબદ્ધ છીએ. મારી સરકારે મહત્ત્વની સામગ્રી અને કાચા માલનો પુરવઠો વધારવા માટે કાયદાકીય અને વહીવટી પગલાં દ્વારા હસ્તક્ષેપ કર્યો છે. તેમાં કોલસો, અન્ય ખનીજો અને સ્પેક્ટ્રમ સામેલ છે. આ હસ્તક્ષેપની સૌથી મહત્ત્વની વાત પારદર્શી હરાજી દ્વારા આ સંસાધનોની વહેંચણી શરૂ કરી છે.
અમે જન ધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ એક વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં અમે 19 કરોડ નવાં બેન્ક એકાઉન્ટ ખોલ્યાં છે. સામાજિક સુરક્ષા માટે અમે વીમા અને પેન્શન માટે નવિન અને આકર્ષક યોજનાઓ શરૂ કરી છે. ભંડોળની તંગી હોય તેવા નાના વેપારીઓને ભંડોળ ઉપલબ્ધ કરાવવા મુદ્રા (એમયુડીઆરએ) બેન્ક સ્થાપી છે. અત્યાર સુધીમાં 60 લાખથી વધુ વેપારીઓ તેના દ્વારા લોન મેળવી ચૂક્યા છે.
બેન્કિંગ સેવાઓના વિસ્તરણની સાથે સાથે બેન્કિંગ વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનાં પગલાં પણ અમે લીધાં છે. વિશ્વસનીય અને સક્ષમ બેન્કરોને બેન્કોના વડા નિયુક્ત કર્યા છે. 46 વર્ષો અગાઉ બેન્કો રાષ્ટ્રીકૃત થઈ ત્યારબાદ સૌપ્રથમવાર ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકોને બેન્કોમાં મહત્ત્વનાં પદો પર નિયુક્ત કરાયા છે. અમે બુનિયાદી સુવિધાઓના અટકી પડેલા પ્રોજેક્ટોને પુનઃકાર્યાન્વિત કરવા માટે એકસાથે અનેક પગલાં લીધાં છે – અમે વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારા હાથ ધર્યા છે. આ પગલાંને કારણે અમારી બેન્કોને લાભ થશે.
હવે રોકાણના મુદ્દાઓ અંગે વાત કરીએ, જે તમારા માટે કદાચ વધુ પ્રસ્તુત હશે.
અમે 65 વર્ષોની પરંપરા તોડીને દેશનાં રાજ્યોને વિદેશ નીતિ સાથે જોડ્યાં છે. વિદેશી બાબતોના મંત્રાલયને અમે રાજ્યો સાથે મળીને કામ કરવાનું કહ્યું છે. મેં જ્યારે ચીનની મુલાકાત લીધી ત્યારે રાજ્યથી રાજ્ય સમિટ યોજવાનું પણ શરૂ કર્યું હતું. રાજ્યોને નિકાસ પ્રોત્સાહન પરિષદ (એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ) સ્થાપવાનું જણાવાયું છે. આને પગલે રાજ્યોને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારતા કર્યાં છે, આ સુધારો સર્વાંગી પરિવર્તનની દિશામાં વધુ એક પગલું છે. અમારું ધ્યેય એક અજબ કરતાં વધુ યુવાનો માટે રોજગાર સર્જનનું છે. આ માટે જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો 25 ટકા હોવો જોઈએ. અમે મેઇક ઇન ઈન્ડિયા અભિયાન શરૂ કર્યું છે અને વ્યાપાર સરળ બનાવવાની દિશામાં આક્રમક રીતે કામ કરી રહ્યા છીએ. જટિલ પ્રક્રિયાઓ ઘટાડવી, એક જ ઓનલાઈન પ્લેટફોર્મ પર તે ઉપલબ્ધ કરવી, ફોર્મ અને ફોર્મેટ યુદ્ધના ધોરણે સરળ બનાવાયા છે. આને પગલે વર્લ્ડ બેન્કના સરળ વ્યાપાર (ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ)ના વર્ષ 2016ના અહેવાલમાં ભારતને 12 સ્થાન ઊંચું લઈ જવામાં સફળતા મળી છે. ઉદ્યોગને આ ફેરફારોનો લાભ મળી રહ્યો છે. ચાલુ વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક પાછલા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે સુધર્યો છે. અમે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.
વૈશ્વિક કક્ષાનો બુનિયાદી ઢાંચો ભારતનું સ્વપ્ન છે. એટલે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને બુનિયાદી ઢાંચાના નિર્માણ પર અમારું વધુ ધ્યાન છે. બિનઉત્પાદક ખર્ચ પર કડક નિયંત્રણ મેળવવા અમે જાહેર ક્ષેત્રમાં મૂડી રોકાણ નોંધપાત્ર રીતે વધાર્યું છે. આવાં વધુ રોકાણો મેળવવા અમે પીપીપી (પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ – જાહેર ખાનગી ભાગીદારી) મોડેલને પ્રોત્સાહન આપ્યું છે. અમે નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પણ સ્થાપી રહ્યા છીએ, જે જાહેર રોકાણોનો લાભ મેળવવામાં અમને મદદરૂપ થશે. અમે કોર્પોરેટ બોન્ડના બજારને વિસ્તૃત બનાવવા તેમજ બુનિયાદી ઢાંચા માટે લાંબા ગાળાનાં ધિરાણો મેળવવા કરમુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ શરૂ કરી રહ્યા છીએ. અમે આ માટે મલેશિયા, સિંગાપોર અને આસિયાનના અન્ય દેશો સાથે મળીને કામ કરવા આતુર છીએ.
અમારા આ પ્રયાસોનાં પરિણામે,
• ખાનગી રોકાણ અને વિદેશી રોકાણો પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાયો છે. વિદેશી રોકાણ 40 ટકા વધ્યાં છે.
• કેટલીક વૈશ્વિક એજન્સીઓ અને સંસ્થાઓએ સતત ભારતને રોકાણ માટે સૌથી આકર્ષક સ્થળ ગણાવ્યું છે.
• રોકાણ આકર્ષવા માટેના રેન્કિંગ યુએનસીટીએડીમાં પણ ભારતની રેન્કિંગ સુધરી છે. અગાઉ અમે 15મા સ્થાને હતા, હવે નવમા સ્થાને છીએ.
• વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંકમાં ભારતે પાંચ વર્ષ સુધી સતત નીચેની તરફ કૂચ કર્યા બાદ 16 સ્થાનનો કૂદકો લગાવ્યો છે.
• મૂડીઝે પણ ભારત માટે દૃષ્ટિબિંદુ સુધાર્યું છે.
ડિજિટલ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા જેવા અભિયાનો દ્વારા લોકોને આ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા શરૂ કરાયા છે. છેલ્લા થોડા સમયમાં અમારે ત્યાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. આ ઉર્જાનો પૂરો ઉપયોગ કરવા અમે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાન શરૂ કર્યું છે.
અમે ભારતની જે ક્ષમતાઓ-સંભાવનાઓમાં વૈશ્વિક રોકાણકાર સમુદાયને રસ છે, એ વિશે માહિતગાર છીએ. તાજેતરના મહિનાઓમાં આ રસ વધ્યો છે. એટલે, રોકાણોનો પ્રવાહ વધારવા માટે અમે બીજા તબક્કાના માળખાગત અને નાણાંકીય સુધારા શરૂ કર્યા છે. અમે અર્થવ્યવસ્થા વધુ ઉદાર બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ અને કરવેરા વ્યવસ્થામાં વધુ સ્થિરતા અને અનુમાનનું પરિબળ દાખલ કરવા પ્રયત્નશીલ છીએ.
તમને આ માટે કેટલાક ઉદાહરણ જણાવું :
• અમે વીમા, સંરક્ષણ અને રેલવે જેવાં ચાવીરૂપ ક્ષેત્રોમાં સીધાં વિદેશી રોકાણોની સીમા વધારી છે.
• હવે આવાં સીધાં વિદેશી રોકાણો ધરાવતાં મોટાં ભાગનાં ક્ષેત્રોમાં આપમેળે મંજૂરી લાગુ કરાઈ છે.
• અમે ઘણાં ક્ષેત્રોમાં સીધાં વિદેશીરોકાણોની નીતિઓને તર્કસુસંગત બનાવી, જેમાં બાંધકામ, ખેતીવાડી અને તબીબી સાધનો સામેલ છે.
• સીધાં વિદેશી રોકાણોને મંજૂરી આપી હોય તેવાં તમામ ક્ષેત્રોમાં વિદેશી પોર્ટફોલિયો ધરાવતાં રોકાણકારો માટે કમ્પોઝિટ કેપ્સની મંજૂરી આપી છે. અગાઉ પોર્ટફોલિયો રોકાણો માટે અલગ સીમા હતી.
• પરવાના પ્રક્રિયાને પણ અમે ઘણી ઉદાર બનાવી છે. એક ઉદાહરણ આપું તો, અમે સંરક્ષણને લગતી લગભગ 60 ટકા ચીજોને પરવાના પ્રક્રિયામાંથી બાકાત કરી છે.
• અમે પાછલી અસરથી (રેટ્રોસ્પેક્ટિવ) કરવેરાની પદ્ધતિ હટાવી લીધી છે.
• અમે વૈકલ્પિક રોકાણ ભંડોળ (ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ)ના નિયમો જાહેર કર્યા છે.
• અમે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ પર લાગુ થતા કેપિટલ ગેઈન ટેક્સને તર્કસંગત બનાવ્યા છે.
• અમે જનરલ એન્ટી એવોઇડન્સ રૂલ્સનો અમલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
• અમે સંસદમાં માલસામાન અને સેવાઓ પરના વેરા અંગે વિધેયક રજૂ કર્યું છે. અમને આશા છે કે વર્ષ 2016માં એ લાગુ કરી શકાશે. આને પગલે સમગ્ર દેશની કરવેરા વ્યવસ્થા એકીકૃત થઈ જશે.
• નાદારીના કાયદાનો નવો મુસદ્દો અમે તૈયાર કર્યો છે. આ સાથે સંકળાયેલા કેસ ચલાવવામાં તેજી આવે તે માટે કંપની લો ટ્રિબ્યુનલની રચના કરી છે.
આ માત્ર થોડાં ઉદાહરણો છે. અમે રોજે રોજ અમારી વિકાસ પ્રક્રિયાના અવરોધો દૂર કરવાનો પ્રયત્નો કરીએ છીએ. આ મહિનાની શરૂઆતમાં પણ અમે સીધાં વિદેશી રોકાણો માટે અર્થવ્યવસ્થાને વધુ ઉદાર બનાવવાનાં કેટલાંક અત્યંત સાહસી પગલાં લીધાં છે. સુધારાના આ તબક્કા સાથે અમે વિશ્વની સૌથી મુક્ત અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પામ્યા છીએ.
હજુ આગળ જોઈએ તો, હું તમને ખાતરી આપવા માંગું છું કે તમામ ઈનોવેટર્સ (નવપ્રવર્તક)ના બૌદ્ધિક સંપત્તિના અધિકારોને રક્ષણ આપવા ભારત પ્રતિબદ્ધ છે. અમે પારદર્શિતા, આઈપી એડમિનિસ્ટ્રેશનમાં ઓનલાઈન પ્રોસેસિંગ માટે કેટલાંક પગલાં પણ લીધાં છે. આ વર્ષના અંત સુધીમાં વ્યાપક રાષ્ટ્રીય આઈપીઆર નીતિ ઘડાઈ જવાની આશા છે. અમારી કરવેરા વ્યવસ્થા પારદર્શી અને સ્થિર બને એ માટે અમે ઝડપભેર પગલાં લઈ રહ્યા છીએ. વાસ્તવિક રોકાણકારો અને ઈમાનદાર કરદાતાઓને કરવેરાની બાબતોમાં ઝડપી અને ન્યાયી નિર્ણયો મળે એવી વ્યવસ્થા વહેલી તકે સ્થપાય એ માટે પણ અમે પ્રયત્નશીલ છીએ.
મિત્રો, ભારત અપાર તકોની ભૂમિ છે. તમને કેટલાક ઉદાહરણો આપું : અમારાં 50 શહેરો મેટ્રો રેલ વ્યવસ્થા માટે તૈયાર છે. અમારે પાંચ કરોડ જેટલાં પરવડે તેવાં ઘરો બાંધવાના છે. રસ્તા, રેલવે અને જળમાર્ગોની મોટા પાયે જરૂરિયાત છે. અમે નવિનીકરણીય (રીન્યુએબલ) ઉર્જા માટે મોટા પાયે આગળ વધવા માંગીએ છીએ – 175 ગિગાવોટ ઉર્જાના ઉત્પાદનનું લક્ષ્યાંક છે. અને આ બધું અમારે બહુ ટૂંકા સમયગાળામાં કરવું છે. અમારા લોકતાંત્રિક મૂલ્યો અને સજાગ કાયદાકીય વ્યવસ્થા તમારાં રોકાણોની સલામતિની ખાતરી આપે છે. અમે દૂરંદેશી અને ખુલ્લું મન ધરાવતી શાસન પ્રણાલિ દાખલ કરી છે. અમે ભારતને વ્યાપાર કરવા માટે સરળ સ્થળ બનાવવા કામ કરી રહ્યા છીએ.
મિત્રો, આસિયાનના મોટા ભાગના દેશોએ એશિયાના પુનરુત્થાન માટે પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા છે. હવે, ભારતનો વારો છે. અને અમે જાણીએ છીએ કે અમારો સમય આવ્યો છે. અમે તેના માટે સજ્જ છીએ. હું ભારતમાં આ પરિવર્તનના પવનનો લ્હાવો લેવા તમને આમંત્રણ આપું છું. પરિવર્તનના પવનને સરહદો ઓળંગતા થોડી વાર થશે. એટલે જ હું તમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપું છું. તમે આવશો તો તમને વ્યાપારનો નવો માહોલ જોવા મળશે. અને એકવાર તમે ત્યાં આવ્યા, તો હું ખાતરી આપું છું કે મારો સંપૂર્ણ સહકાર તમને હશે.
આભાર.
J.Khunt
We asked ourselves the question – Reforms for what? What is the aim of reform? My answer is clear: we must Reform To Transform: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
Reform for me is just a way station on the long journey to the destination. The destination is the transformation of India: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
By almost every major economic indicator, India is doing better than when we took office: PM Modi. Watch Live: https://t.co/RlKSe1Guct
— PMO India (@PMOIndia) November 21, 2015
GDP growth is up and inflation is down. Foreign investment is up and the CAD is down. Tax revenues are up and interest rates are down: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
Macro-economic stability is good. But to transform India, much more needs to be done. We have begun a series of concerted steps: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
We have launched a 'Housing for All' program. It involves building 20 million urban houses and 29.5 million rural houses: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 21, 2015
Our major ports witnessed 4.65% growth in traffic and 11.2% increase in operating income in 14-15 despite a global contraction in trade: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
The pace of award of new highway works has increased from 9 km/day in 13-14 to 23 km/day currently: PM Modi. Watch: https://t.co/RlKSe1Guct
— PMO India (@PMOIndia) November 21, 2015
IIP in current year shows a distinct improvement over the last year. We are working in all ways to make India a global manufacturing hub: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
To re-vitalize the flow of investments, we have launched 2nd wave of reforms. We are trying to further open up the economy: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
I want to assure you that India is committed to protect IP Rights of innovators. A National IPR policy is expected by end of the year: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
Most ASEAN economies have done their bit for Asia’s resurgence. Now, it is India's turn. We know that our time has come: PM Modi
— PMO India (@PMOIndia) November 21, 2015
I invite you to come and see the winds of change in India. Winds do take time to cross the borders. That is why I am here to invite you: PM
— PMO India (@PMOIndia) November 21, 2015
At the ASEAN Business & Investment Summit, I emphasised on India & ASEAN being natural partners & why we must deepen our economic ties.
— Narendra Modi (@narendramodi) November 21, 2015
Talked about how our Govt. is overcoming economic challenges, initiating reforms & creating infrastructure to bring more investment to India
— NarendraModi(@narendramodi) November 21, 2015
Track record of ASEAN countries is strong. Together, we will ensure that this century belongs to Asia! https://t.co/jqoibObXwc
— NarendraModi(@narendramodi) November 21, 2015
Happy to meet my friend, Premier Li Keqiang. We had wide-ranging talks on India-China ties during our meeting. pic.twitter.com/pzlis4mq2k
— NarendraModi(@narendramodi) November 21, 2015
Watch Live: PM @narendramodi is speaking at the 13th ASEAN-India Summit https://t.co/V53GEKSp4T
— PMO India (@PMOIndia) November 21, 2015
My speech at ASEAN-India Summit. As the world faces economic challenges, India & ASEAN are bright spots of optimism. https://t.co/Jgg4x1heO6
— Narendra Modi (@narendramodi) November 21, 2015
Highlighted need to expand our trade & economic partnership & increase cooperation in development of Ocean Economy. pic.twitter.com/1CbIZh5Lo8
— NarendraModi(@narendramodi) November 21, 2015