Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇજિપ્તનાં વિદેશ મંત્રી શ્રી સામેહ હસન શૌકરી પ્રધાનમંત્રીને મળ્યાં


દ્વિપક્ષીય સંયુક્ત પંચની સાતમી બેઠકનાં સંદર્ભે ભારતની મુલાકાતે આવેલા ઇજિપ્તનાં વિદેશ મંત્રી શ્રી સામેહ હસન શૌકરી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

મંત્રીએ ઇજિપ્તનાં રાષ્ટ્રપતિ સિસી તરફથી પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ સિસીને તેમની શુભેચ્છા પાઠવવા મંત્રીશ્રીને વિનંતી કરી હતી.

બંને મહાનુભાવોએ ભારત અને ઇજિપ્ત વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની સહિયારી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. માળખાગત, વેપાર અને રોકાણ તથા લોકોથી લોકોનાં સંબંધો જેવા સહકારનાં ક્ષેત્રો બાબતે ચર્ચા થઈ હતી.

RP