પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટે સંરક્ષણ મંત્રાલય હેઠળ ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ સર્વિસની કેડર સમીક્ષાને મંજૂરી આપી હતી. આ નિર્ણયથી નવી 23 પોસ્ટ વધારવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં એપેક્સ કક્ષાએ એક, એચએજી કક્ષાએ છ પોસ્ટ, એસએજી કક્ષાએ છ પોસ્ટ અને જેએજી કક્ષાએ દસ (10) પોસ્ટનો સમાવેશ થાય છે જ્યારે એચએજી+ કક્ષાએ એક પોસ્ટ, એસટીએસ કક્ષાએ 12 પોસ્ટ અને જેટીએસ કક્ષાએ 10 પોસ્ટ ઘટાડી દેવામાં આવશે.
વહીવટી જરૂરિયાત, કેડરના માળખા અને લશ્કરી સેવા સાથે સંકળાયેલા અધિકારીઓની કારકિર્દીની પ્રગતિને ધ્યાનમાં રાખીને આઈડીએસમાં કેડરની સમીક્ષા જરૂરી બની ગઈ હતી.
J.Khunt/TR