Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈનસ્ટ્રુમેન્ટેશન લિમિટેડનું કોટા એકમ બંધ કરવા માટે અને પલક્કડ એકમ કેરાલા સરકારને તબદીલ કરવા માટે કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ઈનસ્ટ્રુમેન્ટેશન લિમિટેડનુ કોટા એકમ બંધ કરવા માટે અને પલક્કડ એકમ કેરાલા સરકારને તબદીલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

આ સંદર્ભમાં કેબિનેટ દ્વારા ઈનસ્ટ્રુમેન્ટેશન લિમિટેડના કોટા એકમના કર્મચારીઓ માટે 2007ના નેશનલ પે સ્કેલ પ્રમાણે પડતર વેતનની ચૂકવણી, વૈધાનિક રીતે ચૂકવવાની થતી બાકી રકમ વગેરે સહિત આકર્ષક વીઆરએસ/ વીએસએસ પેકેજને મંજૂરી આપવામાં આવી છે, જે અંદાજે રૂ. 493 કરોડ થાય છે.

TR