Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઈન્ડિયન ઈન્ફોર્મેશન સર્વિસ કેડરની સમિક્ષાને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે ઈન્ડિયન ઈન્ફોર્મેશન સર્વિસ (આઈઆઈએસ) ગ્રુપ-એ ના પુનર્ગઠનની મંજૂરી આપી છે.

આ પુનર્ગઠનમાં મધ્યસ્થ સ્તરે બે જગાઓ, હાયર એડમિનિસ્ટ્રેટિવ કેડરમાં-5 અને સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ લેવલમાં-19 જગાઓ ઉમેરવાની બાબત ઉપરાંત અન્ય સ્તરોએ જરૂરિયાત મુજબ ઘટાડો કરવાનો સમાવેશ થાય છે. પુનર્ગઠન થવાના કારણે આઈઆઈએસ કેડરમાં હાલની સ્થગિતતાનો અંત આવશે અને આઈઆઈએસ ઓફિસરોની કારકીર્દિની તકોમાં સુધારો થશે. કેડરની સમિક્ષાને પરિણામે સરકારની મીડિયા અને કોમ્યુનિકેશન શાખાની કામગીરી બહેતર બનશે.

સરકારની પ્રજાલક્ષી નીતિઓ લોકો સુધી પહોંચે તે માટેના ચાલી રહેલા પ્રયાસો અને આ બાબતે લેવાયેલા પગલાં, કે જેમાં તાજેતરના વર્ષોમાં અનેકગણો વધારો થયો છે તે લોકો સુધી પહોંચાડવા માટે આ નિર્ણય લેવાયો છે.