પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (આઈઆરડીએઆઈ) અને યુનાઈટેડ આરબ અમિરાતની ઈન્સ્યોરન્સ ઓથોરિટી વચ્ચેના સમજૂતી કરારને કાર્યોત્તર મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર પર ફેબ્રુઆરી, 2016માં હસ્તાક્ષર થયા હતા.
આ સમજૂતી કરાર હેઠળ કોમ્યુનિકેશનની ચેનલો જેવા માળખા માટે સહકાર આપીને વીમા ક્ષેત્રે દેખરેખ માટે બંને સત્તાવાળાઓ વચ્ચે સહયોગ વધારવાની જોગવાઈ છે. આ કરારને પગલે પરસ્પર કાયદા અને નિયમનો લાગુ કરવા અથવા તેની ખાતરી મેળવવા માટે ગુપ્ત માહિતી સહિતની નિયમન અને દેખરેખ સંબંધિત માહિતીના આદાનપ્રદાન દ્વારા એકબીજા સાથે વધુ સમજણ કેળવાશે.
AP/J.khunt/GP