પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે નોર્વેની સંસ્થા એસઆઈએનટીઈએફ અને સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (સીપીડબલ્યુડી) વચ્ચે ભારતમાં માનવસંસાધન ક્ષમતા નિર્માણ વિકાસ અને ઈમારતોના બાંધકામ દરમિયાન અને ઈમારતોને તોડી પાડતાં નીકળતા બગાડ કે કચરાને પ્રક્રિયા દ્વારા પુનઃઉપયોગી બનાવવા (રિસાયક્લિંગ)ના ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધન માટેના સમજૂતી કરારને મંજૂરી આપી છે.
પશ્ચાદ્ ભૂમિકા
બીજી ઓક્ટોબર, 2014ના રોજ પ્રધાનમંત્રી શ્રીએ સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું અને આ પ્રચંડ લોકચળવળ હેઠળ ભારતને સ્વચ્છ બનાવવા માટે લોકોને આહ્વાન કર્યું.
ભારતમાં બાંધકામ ઉદ્યોગ દર વર્ષે આશરે 10-12 મિલિયન ટન જેટલો બગાડ પેદા કરે છે. મકાનો અને રસ્તાઓના બાંધકામ ક્ષેત્રે કપચી વગેરે મિશ્રણોની ભારે માંગ હોવા છતાં માંગ અને પુરવઠા વચ્ચે નોંધપાત્ર તફાવત રહે છે. ઈમારતોના બાંધકામ અને તોડી પાડવાની પ્રક્રિયા દરમિયાન થતા બગાડના રિસાયક્લિંગ દ્વારા આ તફાવત કેટલેક અંશે ઓછો કરી શકાય તેમ છે. ઈંટો, લાકડાના ટાઈલ્સ, ધાતુ વગેરે જેવી કેટલીક વસ્તુઓનો ફેરવપરાશ અને રિસાયક્લિંગ શક્ય છે. ઈમારતોના બાંધકામ અને તોડવાની પ્રક્રિયામાં જે બગાડ નીકળે છે, તેમાં 50 ટકા હિસ્સો કોંક્રિટ અને ચૂનાના પથ્થર હોય છે અને હાલમાં ભારતમાં તેનું રિસાયક્લિંગ થતું નથી.
AP/J.Khunt