પીએમઇન્ડિયા
ઈસ્લામિક ગણરાજ્ય ઈરાનના નાણા તેમજ આર્થિક બાબતોના મંત્રી ડૉ. અલી તય્યબનિયાએ આજે (28 ડિસેમ્બર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેઓ વિદેશ મંત્રીની સહ-અધ્યક્ષતાવાળા દ્વિપક્ષીય સંયુક્ત આયોગની બેઠક માટે ભારત આવ્યા છે.
પ્રધાનમંત્રીએ તેમને એ વાતથી માહિતગાર કર્યા કે ભારત, ઈરાનની સાથે પોતાના સંબધોને ઉચ્ચ મહત્ત્વ આપે છે. તેમણે જુલાઈ, 2015માં ઉફામાં બ્રિક્સ સંમેલનથી અલગ રાષ્ટ્રપતિ રૂહાની સાથેની પોતાની ઉપયોગી બેઠકને યાદ કરી. પ્રધાનમંત્રીએ ઈરાનની સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ભારત તરફથી તત્પરતા દર્શાવી. આમાં વ્યાપાર, રોકાણ, તેલ અને ગેસ, કનેક્ટિવિટી, બંદરગાહોંના વિકાસ જેવા ક્ષેત્રો સામેલ છે.
UM/AP/J.Khunt/GP
Had comprehensive discussions with Dr. Ali Tayyebnia, Minister of Economic Affairs and Finance of Iran. pic.twitter.com/ozo9kjJi9A
— Narendra Modi (@narendramodi) December 28, 2015