પીએમઇન્ડિયા
ઈરાનના વિદેશ મંત્રી ડૉ. જવ્વાદ જરિફે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઈરાનના રાષ્ટ્રપતિ રુહાની સાથે થયેલી પોતાની મુલાકાતનું સ્મરણ કર્યું અને એ વાતનો ઉલ્લેખ કર્યો કે ભારત ઈરાન સાથે પોતાના સંબંધોને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે.
પ્રધાનમંત્રીએ પી5+1 (સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્ય તેમજ જર્મની)ની સાથે સમજૂતી સંપન્ન થવા બદલ ઈરાનને શુભકામનાઓ પાઠવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેનાથી ક્ષેત્રમાં શાંતિ તેમજ સ્થિરતા સ્થાપવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ ચાહબહાર બંદરગાહના વિકાસમાં ઈરાન સાથે મળીને કામ કરવા ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી, જેનાથી ન માત્ર ભારત અને ઈરાનની જનતાને, પરંતુ અફઘાનિસ્તાન અને સમગ્ર મધ્ય એશિયાઈ ક્ષેત્રને તેનાથી દૂરોગામી ફાયદા થશે. પ્રધાનમંત્રી અને ઈરાનના વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ એશિયા સહિત ક્ષેત્રીય ઘટના ક્રમો પર પોત પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.
વિદેશ મંત્રી ઝરીફે આ પ્રસંગે જાણકારી આપી કે ઈરાન ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર માને છે અને ઈરાનના મુશ્કેલ દિવસોમાં ભારત તરફથી તેમને મળેલા સમર્થનને તે ભૂલી શકે તેમ નથી. ઈરાન તેલ તેમજ ગેસ, રોકાણ, ખાતર, બુનિયાદી માળખાગત વિકાસ તેમજ કનેક્ટીવીટી સહિત બધા ક્ષેત્રોમાં હળી મળીને કામ કરવાને લઈને આશાન્વિત છે.
તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ તરફથી પ્રધાનમંત્રીને ઈરાન આવવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ રાજદ્વારી ચેનલોના માધ્યમથી નક્કી થનારી પારસ્પરીક સહમતિવાળી તારીખો પર ઈરાનની મુલાકાત લેવાની ઈચ્છા દર્શાવી હતી.
Met Iran's Foreign Minister Dr. Javad Zarif. We had extensive & fruitful discussions on India-Iran relations. http://t.co/jz6RhYYxNq @JZarif
— Narendra Modi (@narendramodi) August 14, 2015